________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૮
उ४७ ત્યાજ્ય છે. ઉપાદેય નથી.” કર્મના નિમિત્તના સંગે, ઉત્પન્ન થયેલા દયા-દાન-વ્રતભક્તિ-પૂજાના, કામ-ક્રોધના ભાવ તે બધાં અશુદ્ધ છે. તે અશુદ્ધરૂપ છે તેથી ત્યાજ્ય છે.... તે ઉપાદેય નથી. જેટલા વિકલ્પ ઉત્પન્ન થાય છે... શુભ કે અશુભ તે બધા ત્યાજ્ય છે. કેમ કે કર્મના સંગે ઉત્પન્ન થયેલો વિભાવ છે. તે પોતાનો ધર્મ-સ્વભાવ નથી.
વળી કેવું હોવાથી? “મોક્ષાતિરોધાયમાવતિ” સકળકર્મક્ષયલક્ષણ પરમાત્મપદ તેનો હેતુ અર્થાત્ જીવનો ગુણ જે શુદ્ધચેતનારૂપ પરિણમન, તેનું ઘાતનશીલ છે.” આ મોક્ષની વ્યાખ્યા કરી. મોક્ષ એટલે શું? “સકળકર્મક્ષય લક્ષણ પરમાત્મપદ”. સકળકર્મક્ષય લક્ષણ એવું પરમાત્મપદ તેનું નામ મોક્ષ છે.
અંતર્મુખ થઈને શુદ્ધચેતનાનું જે શુદ્ધ પરિણમન પર્યાયમાં થવું. આ જે શુભઅશુભ ભાવ તે અંતર્મુખ શુદ્ધ ચેતના પરિણમનનું ઘાતક છે. અશુદ્ધ ચેતના તે શુદ્ધચેતનારૂપ પરિણમનનું ઘાતનશીલ છે. જેનો સ્વભાવ ઘાત કરવાનો છે. આવી વ્યાખ્યા.
અહીં કહે છે – આ શુભજોગ તે શુદ્ધ પરિણતિનો ઘાત કરવો તેવો તેનો સ્વભાવ છે. તેને બદલે એ લોકો એમ કહે છે કે- શુભજોગ તે મોક્ષનો મારગ છે. અરે.......... ભગવાન ! ક્યાં લઈ ગયો ભાઈ ! ચૈતન્ય શુદ્ધસ્વરૂપ ભગવાન, તેની શુદ્ધ શુદ્ધ પરિણતિ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની એ પર્યાય તેનો; શુભભાવ ઘાત કરવાના સ્વભાવવાળો છે. નિર્મળ પરિણતિનો શુભ ભાવને ઘાત કરવાનો સ્વભાવ છે. તેનો સ્વભાવ મદદ કરવાનો નથી. હજુ સમ્યગ્દર્શનના ઠેકાણાં નહીં ત્યાં ચારિત્ર ને તપ આવ્યા ક્યાંથી?
ભગવાન આત્મા શુદ્ધસ્વરૂપનો પિંડ છે. તે વીતરાગ સ્વરૂપ છે. તે વીતરાગ સ્વરૂપની સન્મુખ થઈને જે નિર્મળ પરિણતિની દશા થાય છે તેનો ઘાત કરવાના સ્વભાવવાળો શુભભાવ છે. શુભભાવ તેનો ઘાતનશીલ છે. જે શુદ્ધસ્વભાવ, મોક્ષનો માર્ગ – શુદ્ધ પરિણતિ તેનો ઘાત કરવાના સ્વભાવવાળો શુભભાવ છે. પરંતુ તેને મદદ કરવાના સ્વભાવવાળો શુભભાવ નથી. બહુ ફેર પડ્યો ભાઈ !
અરે! અનંતકાળમાં પોતાની નિજ ચીજ જે અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્મા છે તેની ઉપર નજર ન કરી. ક્રિયા-કાંડ, પુણ્યાદિ દયાદાન-વ્રત એ પરિણામ ઉપર નજર રાખીને જન્મ અફળ ગયો. પાપના પરિણામ ઉપર નજર કરવી તે તો નિષ્ફળ છે પરંતુ શુભભાવ-પુણ્યભાવ-બંધભાવ એ ઉપર નજર તે પર્યાયબુદ્ધિ છે. આહાહા!તેને દ્રવ્યબુદ્ધિ ન થઈ. મારી ચીજ તો પરમ પવિત્ર આનંદધામ છે. જે ક્ષેત્રમાં આનંદનો. અતીન્દ્રિય આનંદનો પાક થાય છે એ ભૂમિ-જમીન મારી છે. મારા અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણની ભૂમિ છે તે મારો સ્વદેશ છે. આ સ્વદેશ જેના માટે મરી જાય તે એમાં નથી. એ તો પરદેશ છે.
મુંબઈમાં હોય તે એમ બોલે ને કે અમારા સ્વદેશમાં. મરાઠીમાં બોલે “હમચી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com