________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૮
૩૪૫ યોગ્ય છે. લાખ, બે લાખ, પાંચ લાખ આપ્યા તેનાથી કોઈ ધર્મની દશા પ્રગટશે તેમ ત્રણ કાળમાં નથી. એ શુભભાવ ઘાતક છે માટે કરતૂતિ નિષેધ છે. પ્રવચન નં. ૧૦૩
તા. ૨૩-૯-'૭૭ દશલક્ષણ પર્વમાં આજે તપધર્મનો દિવસ છે. તપ કોને કહેવાય તે કહે છે.
પરનોયસુદાfબરો નો રેઢિ સમભાવ
વિવિદં ાયસિં તવધુમ્મો fમ્મનો તસ્સા” આત્મામાં સમ્યગ્દર્શન થયા પછી, સ્વરૂપમાં ચારિત્રની રમણતા થયા પછી. ચારિત્રમાં ઘણો જ ઉદ્યમ કરવો તેનું નામ તપ છે. સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોતું નથી... અને ચારિત્ર વિના ઉત્કૃષ્ટ તપ હોતું નથી. ઝીણી વાત છે.
એ વાત કહે છે – “જેઓ આલોક અને પરલોકના સુખથી રહિત થયા થકા.” આ લોક અને પરલોક અર્થાત્ સ્વર્ગના સુખની ઈચ્છા નથી. સુખ-દુઃખ અનુકૂળ-પ્રતિકૂળતામાં જેને અંદર સમ્યગ્દર્શન સહિત ચારિત્ર દશામાં સમભાવ વર્તે છે તેને તપ કહે છે.
“સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, તૃણ-કંચન”, તૃણ એટલે તરણું હો કે કંચન હો! નિંદા કે પ્રશંસા આદિ રાગદ્વેષ રહિત સમભાવી થયા થકા. આ મુનિની વાત છે ને! તેથી તેમને ચારિત્ર તો છે. દશલક્ષણી પર્વ તે ચારિત્રની આરાધનાના દિવસો છે. કેમ કે ચારિત્ર સાક્ષાત્ મોક્ષનું કારણ છે.
એ ચારિત્રમાં તપ કોને કહે છે તે કહે છે. આ આત્માને આનંદનો અનુભવ થયો, ચૈતન્યનો વીતરાગી સ્વભાવ દૃષ્ટિમાં અને જ્ઞાનની પર્યાયમાં આવ્યો... ત્યાર પછી સ્વરૂપમાં એકાગ્ર થતાં જે આનંદ આવ્યો, સ્વરૂપમાં લીન થયો તેનું નામ ચારિત્ર છે. આ ચારિત્ર પ્રગટ થયા પછી પણ ઉદ્યમ વિશેષ કરવો, પુરુષાર્થ કરવો તેનું નામ તપ છે. આટલી શરતો છે.
આ ઉપવાસ કરે તે કાંઈ તપ નથી. ઉ... પ... વા... સ, ઉપ નામ ભગવાન આનંદ સ્વરૂપ છે તેની સમીપમાં વાસ નામ વસવું. રાગથી રહિત થઈને સ્વભાવ ની સમીપમાં વસવું અને તેમાં ઉગ્ર પુરુષાર્થથી ઈચ્છાનું ઉત્પન્ન ન થવું અને અતીન્દ્રિય આનંદમાં પ્રતપન કરવું તે તપ છે. જેમ સુવર્ણને ગેસ લગાડી અને ઉકાળે તેમ ચારિત્રમાં ઉગ્ર પુરુષાર્થથી અતીન્દ્રિય આનંદમાં આત્માને શોભાવે તે તપ છે. તેનું નામ તપ કહેવામાં આવે છે. આ તપની વ્યાખ્યા છે. “તપ નિમ્યો............ ઘો”. અનેક પ્રકારના કાયકલેશ કરીને પણ જે સમભાવ-વીતરાગભાવ છે તે મુનિનો નિર્મળ તપધર્મ છે.
તેઓ ચારિત્રને માટે ઉગ્ર ઉદ્યમ કરે છે. આ વ્યાખ્યા કહી. “જે ચારિત્રને માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com