________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૮
૩૪૩ બંધાશે. તેમાં તને શું શરણ થયું? વર્તમાનમાં જે દયા-દાન-વ્રત-ભક્તિ – પૂજાના શુભભાવ કર્યા; એ નવા શુભભાવ નિમિત્તે પુણ્યબંધ થયો તે જડ-પરમાણું છે.
શુભભાવથી ત્રણકાળમાં શુદ્ધતા નથી હોં! અશુભથી બચવા શુભ આવે પણ તે ધર્મ છે અને ધર્મનું કારણ છે તેમ નથી. તેમ શુભ છોડી અને અશુભ કરવો તેવી વાત અહીંયા છે નહીં. અહીં કહે છે – શુભભાવ એ બંધનુ કારણ છે. આ શુભભાવના સ્વરૂપની વાત ચાલે છે. અહીંયા તો બન્નેને સરખાં કહ્યાં છે. બે માંથી એકને ઠીક અને બીજાને અઠીક માને તો તે ઘોર સંસાર છે. એવો કુંદકુંદાચાર્યનો પોકાર છે. પ્રવચનસાર એ દિવ્યધ્વનિનો સાર છે. ત્રિલોકીનાથ પરમાત્મા સીમંધર ભગવાન બિરાજે છે. સમવસરણમાં પ્રભુ બિરાજે છે ત્યાં કુંદકુંદદેવ ગયા હતા અને આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને કહ્યું કે- ભગવાનનો સંદેશ તો આ છે. શુભ ક્રિયાકાંડ ઠીક છે અને પાપ અઠીક છે એમ બે માં ભેદ પાડે છે તે મિથ્યાત્વના કારણે ઘોર સંસારમાં રખડવાના.
અહીંયા કહે છે કે- કોઈ શિષ્ય એમ કહે છે કે- (શુભભાવ) કરવા યોગ્ય નથી તેમ વર્જવા યોગ્ય નથી ને? અહીં કહે છે – છોડવા યોગ્ય અને વર્જન કરવા યોગ્ય છે. સમકિતી વ્યવહારને હેય માને છે. શાસ્ત્રમાં આવે છે કે- સાચા ભાવલિંગી સંત હો! જે આત્મ અનુભવી છે તેને પંચમહાવ્રતના વિકલ્પ આવે છે પરંતુ સાધક તેને હેય માને છે. તેને હેય તરીકે જોય જાણે છે. ત્રિકાળી ભગવાનને ઉપાદેય તરીકે શેય માને છે. ઉપાદેય તરીકે શેય છે અર્થાત્ આદરવા લાયક તરીકે અને પેલાને હેય તરીકે જાણવા લાયક છે તેમ જાણે છે.
અરે... ભારતમાં ભગવાનના વિરહા પડ્યા. તીર્થકર કેવળીઓના ટોળા અત્યારે મહાવિદેહમાં વિચરે છે. લાખો કેવળીઓ હો ! સમવસરણ સ્તુતિમાં આવે છે કે- “રે.. રે...સીમંધરનાથના વિરહા પડ્યાં આ ભરતમાં,”અરે... પ્રભુ! તારા વિરહા પડ્યાં અને તારા વિરહે આ જગત કંઈક ને કંઈકમાં ધર્મ માની બેઠા છે.
“વર્જવા યોગ્ય છે, કારણ કે વ્યવહાર ચારિત્ર હોતું થયું દુષ્ટ છે.” અરે.. પ્રભુ! આ સમાજ સમતોલ રહેશે કે નહીં તેની તમને દરકાર નથી? જગમોહનલાલે લખ્યું છે. જૈનતત્ત્વ મીમાંસામાં ફૂલચંદજીએ એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે- “પંડિતોનું કામ એ છે કે તેમણે સત્યનું ઉદ્ઘાટન કરવું. સમાજમાં સમતોલપણું રહેશે કે નહીં, સમાજ માનશે કે નહીં એ વિચાર એમણે ન કરવો. સત્ય જેવું છે તેવું જાહેર કરવું. તેમણે સમાજ માનશે કે નહીં માને તે દરકાર ન કરવી.”
શુભભાવ – શુભજોગ – વ્રતાદિનો ભાવ તે અનિષ્ટ છે. આત્માનો શુદ્ધ સ્વભાવ તે જ ઇષ્ટ છે. આ વિકારભાવતો અનિષ્ટ છે. ઘાતક છે. વ્રત નિયમનો વિકલ્પ એ ઘાતક છે શુદ્ધ સ્વરૂપ ચૈતન્યના વિકલ્પરૂપ શુભભાવ ઘાતક છે. તે દુષ્ટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com