________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૮
૩૪૧ (અનુષ્ટ્રપ). मोक्षहेतुतिरोधानाद्वन्धत्वात्स्वयमेव च।
मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते ।।९-१०८।। ખંડાન્વય સહિત અર્થ- અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે એમ કહે છે“તત નિશિધ્યતે” (ત) શુભ-અશુભરૂપ કરતૂત (કૃત્ય) (નિષિધ્યતે) નિષેધ્ય અર્થાત્ ત્યજનીય છે. કેવું હોવાથી નિષિદ્ધ છે? “મોક્ષદેતુતિરોધાનાત” (મોક્ષ) નિષ્કર્મ-અવસ્થા, તેનું (હેતુ) કારણ છે જીવનું શુદ્ધરૂપ પરિણમન, તેનું (તિરોધાના) ઘાતક છે, તેથી કરતૂત નિષિદ્ધ છે. વળી કેવું હોવાથી? “સ્વયમ્
વ વત્વાત” પોતે પણ બંધરૂપ છે. ભાવાર્થ આમ છે કે-જેટલું શુભ-અશુભ આચરણ છે તે બધું કર્મના ઉદયથી અશુદ્ધરૂપ છે, તેથી ત્યાજ્ય છે, ઉપાદેય નથી. વળી કેવું હોવાથી? “મોક્ષદેતુતિરોધાયમાવા” (મોક્ષ) સકળકર્મક્ષયલક્ષણ પરમાત્મપદ, તેનો (હેતુ) હેતુ અર્થાત્ જીવનો ગુણ જે શુદ્ધચેતનારૂપ પરિણમન, તેનું (તિરોધાગિ) ઘાતનશીલ છે (ભાવાત) સહજ લક્ષણ જેનું-એવું છે, તેથી કર્મ નિષિદ્ધ છે. ભાવાર્થ આમ છે કે જેમ પાણી સ્વરૂપથી નિર્મળ છે, કાદવના સંયોગથી મેલું થાય છે. પાણીના શુદ્ધપણાનો ઘાત થાય છે, તેમ જીવદ્રવ્ય સ્વભાવથી સ્વચ્છરૂપ છે-કેવળજ્ઞાન-દર્શન-સુખ-વીર્યરૂપ છે, તે સ્વચ્છ૫ણું વિભાવરૂપ અશુદ્ધચેતનાલક્ષણ મિથ્યાત્વ-વિષય-કષાયરૂપ પરિણામથી મટયું છે; અશુદ્ધ પરિણામનો એવો જ સ્વભાવ છે કે શુદ્ધપણાને મટાડે; તેથી સમસ્ત કર્મ નિષિદ્ધ છે. ભાવાર્થ આમ છે કે-કોઈ જીવ ક્રિયારૂપ યતિપણું પામે છે, તે યતિપણામાં મગ્ન થાય છે કે- “અમે મોક્ષમાર્ગ પામ્યા, જે કાંઈ કરવાનું હતું તે કર્યું;” તેથી તે જીવોને સમજાવે છે કે યતિપણાનો ભરોસો છોડીને શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવો. ૯૧૦૮.
કલશ - ૧૦૮: ઉપર પ્રવચન અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી ઉત્તર આમ છે કે- વર્જવા યોગ્ય છે.” દયા - દાન -વ્રતાદિરૂપ જે ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી તેમ વર્જન કરવા યોગ્ય પણ નથી. કોઈ એમ કહે કે કરવા લાયક નથી પરંતુ તે વર્જવા લાયક તો નથી ને? એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com