________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ३४०
કલશામૃત ભાગ-૩ પુદ્ગલ સ્વભાવ છે.
ભાવાર્થ આમ છે કે શુભ અશુભક્રિયા, સૂક્ષ્મ સ્થૂલ અંતર્જલ્પ - બહિર્ષલ્પરૂપ જેટલું વિકલ્પરૂપ આચરણ છે તે બધું કર્મના ઉદયરૂપ પરિણમન છે.”
અંદરમાં વિકલ્પ ઊઠે છે, મનમાં ખ્યાલ આવે કે- હું આવો છું, આવો છું, હું શુદ્ધ છું એવો વિકલ્પ ઊઠે છે તે અંતર્જલ્પ છે. બોલવું તે બહિર્શલ્પ છે. અંતર્જલ્પ એટલે કેહું આવો છું, આવો છું એવો વિકલ્પ છે તે રાગ છે. આમાં ક્યાં મૂંઝવણ થાય એવું છે? સાફ તત્ત્વ તો કહે છે.
પ્રશ્ન:- અંતર્જલ્પ એટલે?
ઉત્તર- અંદરમાં જે સૂક્ષ્મ વિકલ્પ થાય તે અંતર્જલ્પ છે. એ જે વિકલ્પ છે અંદર....... હું આવો છું. આવો છું. અંતર્જલ્પ નામ વિકલ્પ, બહાર બોલવું તે બહિર્બલ્પ વિકલ્પ છે. અંદરમાં વિકલ્પ થાય તે અંતર્જલ્પ છે. હું શુદ્ધ છું, હું ચૈતન્ય છું, હું પરમાનંદ છું એવો જે અંતર્જલ્પ નામ વિકલ્પ તે બંધનું કારણ છે.
પ્રશ્ન:- સૂક્ષ્મ વિકલ્પ એટલે?
ઉત્તર- અંદરમાં સૂક્ષ્મ વિકલ્પ છે અને બહારમાં બોલવું તે સ્થળ છે. ચિંતવન આદિને સૂક્ષ્મ વિકલ્પને અંતર્જલ્પ કહેવામાં આવે છે. અને આ બોલવું આદિને બાહ્ય સ્થૂળ વિકલ્પ કહેવામાં આવે છે.
પ્રશ્ન:- હું શુદ્ધ છું એવુ બોલવું તે?
ઉત્તર- હું શુદ્ધ છું, અબદ્ધ છું... એમ અંદરમાં બોલવું તે અંતર્જલ્પ છે. અને તે રાગ છે. વાણીથી કહીએ એ તો જડની ભાષા છે તે તો બાહ્ય સ્થળ છે. આ અભ્યતર સૂક્ષ્મ વિકલ્પ બન્ને બંધનું કારણ છે. આવો વીતરાગનો મારગ છે. અરે ! સાંભળવા મળે નહીં તે ક્યારે કરે? તે ક્યારે શ્રદ્ધા કરે અને ક્યારે પરિણમન કરે? આહાહા ! વસ્તુ દુર્લભ થઈ પડી છે. એક તો સંસારના કામ આડે નવરો થતો નથી, ફૂરસદ નથી અને એમાં ફૂરસદ મળે તો તેને ક્રિયાકાંડથી ધર્મ મનાવનારા મળી જાય. જીંદગી લૂંટાઈ જાય.
ગઈકાલે ૧O6 કળશમાં આવ્યું હતું ને ! આત્માના શુદ્ધ સ્વરૂપને વિચારે અથવા ચિંતવે, એકાગ્રતાથી મગ્ન થઈને અનુભવે પરંતુ એમ તો નથી. તે ધર્મ નહીં, તે માર્ગ નથી. તેમ કરવાથી તો બંધ થાય છે – આવું સ્વરૂપાચરણ ચારિત્ર નથી.
ભગવાન આનંદનો નાથ પ્રભુ છે તેના જ્ઞાનમાં રમણતા, જ્ઞાનમાં નિર્વિકલ્પ રમણતા તે ચારિત્ર છે. આ રાગાદિની ક્રિયા એ તો બંધનું કારણ છે. “તેથી બધુંય આચરણ મોક્ષનું કારણ નથી, બંધનું કારણ છે.”
* * *
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com