________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮
કલામૃત ભાગ-૩ અને બોલવું તે વાણી છે. વાણીમાં કહેવાનો વિકલ્પ તે તો રાગ છે. સમાધિ શતકમાં પૂજ્યપાદ આચાર્યે ત્યાં સુધી કહ્યું છે કે- અરે... ઉપદેશ આપવાનો જે વિકલ્પ ઊઠે છે તે પાગલપણું છે. તેનાથી ચારિત્ર દૂર થઈ જાય છે. આ ચારિત્ર દોષનું પાગલપણું હોં! સમ્યગ્દર્શનનું પાગલપણું નહીં. તત્ત્વાર્થ સૂત્રના પહેલા અધ્યાયમાં છેલ્લું સૂત્ર છે એ મિથ્યાદર્શનનું પાગલપણું છે. અને આ છે ચારિત્રના દોષનું પાગલપણું.
આહાહા! ભગવાન નિર્વિકલ્પ વીતરાગમૂર્તિ પ્રભુ, તેમાં આવો વિકલ્પ ઊઠાવવો તે દોષ છે. બીજી વાત એ કે- ક્રિયાકાંડના શુભભાવથી પોતાની પરિણતિ શુદ્ધ થાય છે તેમ ત્રણ કાળમાં બનતું નથી. શુદ્ધતાના ભાન વિના જન્મ-મરણ કદી મટતું નથી. એ ક્રિયાકાંડ અર્થાત્ વ્રત-તપ અને અપવાસ તે બધો સંસાર છે. –રાગ છે. વાત સાંભળવી કઠણ પડે... પણ શું થાય!? ત્રણ લોકના નાથ જિનેન્દ્રએ કહેલો માર્ગ આ છે. એ માર્ગને ક્રિયાકાંડ અને રાગના રસ્તે ચઢાવી દીધો છે.
બાહ્યરૂપ વકતવ્ય અથવા સૂક્ષ્મ અંતરંગરૂપ ચિંતવન, અભિલાષ, સ્મરણ ઇત્યાદિ છે તે સમસ્ત અશુદ્ધ સ્વરૂપ પરિણમન છે.” શુભ-અશુભરૂપ આચરણ, બાહ્યરૂપ વકતવ્ય, સૂક્ષ્મ અંતરંગ વિકલ્પરૂપ ચિંતવન, અભિલાષા, સ્મરણ ઇત્યાદિ સમસ્ત અશુદ્ધત્વરૂપ પરિણમન છે. “તે શુદ્ધ પરિણમન નહીં;” તે ધર્મનું પરિણમન નહીં. અરે. આવી વાત છે. રાજમલજીની ટીકામાંથી બનારસીદાસે સમયસાર નાટક બનાવ્યું છે.
“તેથી બધનું કારણ છે, મોક્ષનું કારણ નથી.” કોણ બંધનું કારણ છે? શુભ અશુભરૂપ ક્રિયા બાહ્ય વકતવ્ય, સૂક્ષ્મ અંતરંગ ચિંતવન, અભિલાષા, સ્મરણ બંધનું કારણ છે. એ કોઈ ધર્મ નથી. મોક્ષનું કારણ નથી. અંતરંગ સૂક્ષ્મ વકતવ્ય બાહ્ય આચરણરૂપ શુભમહાવ્રત આદિ તે બધું મોક્ષનું કારણ નથી.
તેથી જેમ કામળાનો સિંહ કહેવાનો સિંહ' છે તેમ આચરણરૂપ (ક્રિયારૂપ) ચારિત્ર “કહેવાનું ચારિત્ર” છે.”
આ કમ્બલ – બકુશ હોય તેમાં સિંહ છાપ્યો હોય એ કાંઈ સિંહ નથી. આ મખમલનો કામળો – અનુસ બને છે તેની ઉપર સિંહ છાપેલા હોય તે કામળાનો સિંહ અર્થાત્ કહેવાનો સિંહ છે. તેમ આ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ એ ધર્મ નહીં. શેઠ! આ વાત સમજ્યા વિના આમને આમ આખી જિંદગી ગાળી એમ કહે છે. વીતરાગનો મારગ આવો છે પ્રભુ!
તેમ આચરણરૂપ ચારિત્ર” અર્થાત્ પંચમહાવ્રત, બાર વ્રત, રાગની ક્રિયા એ કહેવા લાયક ચારિત્ર છે, પરંતુ તે સાચું ચારિત્ર નથી. આવું સ્પષ્ટ કથન તેને વાંચે નહીં, વિચારે નહીં, માને નહીં... એમ ને એમ આંધળી દોડે હલ્યો જાય. આહાહ! સમજમાં આવ્યું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com