________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૭
૩૩૭ કલશ - ૧૦૭ : ઉપર પ્રવચન ર્મસ્વભાવેન વૃતં જ્ઞાન ભવને ન દિ,” જેટલું શુભ ક્રિયારૂપ અથવા અશુભક્રિયારૂપ આચરણ લક્ષણ ચારિત્ર,” જેટલી શુભયોગની ક્રિયા, પંચમહાવ્રત, પાંચ સમિતિ-ગુતિ આદિ જે શુભની ક્રિયા અને અશુભક્રિયા તે રૂપ જે “ચારિત્ર તે શુદ્ધ ચૈતન્યવસ્તુનું શુદ્ધ સ્વરૂપ પરિણમન નથી હોતું.”દયા–દાન કરે, બબ્બે મહિનાના સંથારા કરે પરંતુ આત્મજ્ઞાનના ભાન વિના (તે ચારિત્ર નથી કહેવાતું) અરે....! આત્મજ્ઞાનના ભાવ સહિત હોય તો પણ એ ચારિત્રનું શુદ્ધ સ્વરૂપનું પરિણમન નથી હોતું. તેનાથી આત્માની શુદ્ધ પરિણતિ થતી નથી. આવો અકષાયી ભગવાન શુદ્ધ સ્વરૂપે બિરાજમાન છે. આવા શુદ્ધ સ્વભાવનું પરિણમન જે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રનું તે શુભ ક્રિયાકાંડથી થતું નથી સમજમાં આવ્યું?
સમાજમાં અત્યારે તો આ પ્રરૂપણા ચાલે છે. વ્યવહાર કરો; વ્યવહાર કરતાં – કરતાં નિશ્ચય થશે. વિકાર કરો રાગ કરો. રાગ કરતા કરતા વીતરાગતા થઈ જશે. લસણ ખાવાથી કસ્તુરીનો ડકાર આવશે નહીં? વ્યવહાર ક્રિયાકાંડથી નવમી રૈવેયક ગયો, મૂળ દિગમ્બર મિથ્યાદેષ્ટિ થઈ અને આવી ક્રિયા તો અનંતવાર પાળી, અત્યારે તો એવી ક્રિયા છે નહીં.
અહીંયા તો કહે છે – શુભ રાગાદિકની જેટલી ક્રિયા છે તેનાથી શુદ્ધ સ્વરૂપનું પરિણમન થતું નથી. આત્મદ્રવ્યનું પરિણમન – ધર્મરૂપી પરિણમન આવી શુભક્રિયાથી થાય છે? અરેમૂળ વાતની તો હજુ ખબર ન મળે અને મોટા પંચમહાવ્રત લીધા, બાર વ્રત લીધા, સાત ને દશ પડિમા લીધી. શું થાય પ્રભુ!
અહીંયા તો એમ કહે છે – તારી પવિત્રતાથી ભર્યો પડ્યો ભગવાન છો ને! એ પવિત્રતાના પરિણામ, અપવિત્ર ક્રિયાકાંડથી ક્યારેય થતા નથી. “એવો નિશ્ચય છે.” આવો નિશ્ચય છે. વ્રત, નિયમ, તપ, અપવાસ એવી લાખ કરોડ ક્રિયા કરવાથી શુદ્ધપણું આત્મધર્મ થતો નથી.
આવી વાત લોકોને આકરી લાગે છે. સોનગઢના નામે ખતવી નાખે છે... કેનિશ્ચય.. નિશ્ચય, વ્યવહારથી તો કાંઈ થતું જ નથી. વ્યવહારને ઉડાડે છે. આ શાસ્ત્ર અહીંયાનું છે? અહીંયાં કોણ ઉડાડે છે? ભાઈ ! તને ખબર નથી. પ્રભુતા અને પવિત્રતાથી ભરેલો ભગવાન છે. ભગવાન આત્મા પવિત્રતાનો સાગર છે. એ પવિત્રતાની જે પરિણતિ પ્રગટ થાય છે તે ક્રિયાકાંડથી ત્રણ કાળમાં થતી નથી. તે નિશ્ચય છે. સમાજમાં આવ્યું?
“ભાવાર્થ આમ છે કે જેટલું શુભ-અશુભ ક્રિયારૂપ આચરણ અથવા બાહ્યરૂપ વકતવ્ય”, બાહ્યનો વક્તા, બહારમાં મોટો વક્તા હોય તેમાં શું? તે તો વિકલ્પ રાગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com