________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૬
૩૩પ છે – જાણવામાં છે.
જીવનો શુદ્ધપણું ગુણ; જો વસ્તુમાત્ર અનુભવ કરીએ તો આવો ભેદ પણ મટે છે,” અંતરના અનુભવમાં સમ્યગ્દર્શનશાન ચારિત્રમાં રહે છે ત્યારે તો આ ગુણ અને (ગુણી) શુદ્ધજીવ એવો ભેદ પણ તેમાં રહેતો નથી. આહાહા! ચૈતન્ય શુદ્ધ પવિત્ર વસ્તુ એવો ભેદ પણ અનુભવમાં રહેતો નથી. એમ કહે છે. આવી વાતું છે.
અરે! તેણે સનું શરણ કદી લીધું નથી. બાહ્ય ક્રિયાકાંડ–દયા-દાન, વ્રત, –ભક્તિ આદિની જે વ્યવહાર ક્રિયા તે સ્વરૂપની ઘાતક છે. આગળ ૧૦૮માં કળશમાં આવશે કે વ્યવહાર ક્રિયાકાંડ તો દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે. સમ્યગ્દર્શનસહિત, આત્માના અનુભવની સ્થિરતા સહિત જે કાંઈ પંચમહાવ્રતના વિકલ્પ આવે છે, શુભ આચરણરૂપ ચારિત્ર તે કરવા યોગ્ય નથી. “અહીં કોઈ જાણશે કે. શુભ -અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે વર્જવા યોગ્ય છે.”
એ પંચમહાવ્રતની ક્રિયા, દયા–દાન, વ્રત-ભક્તિના વિકલ્પનો ભાવ અર્થાત્ જે વિકલ્પની વૃત્તિ ઊઠે છે તે તો છોડવા લાયક છે. વર્જન કરવાનું કારણ શું? “વ્યવહાર ચારિત્ર હોતું થયું દુષ્ટ છે.” આહાહા! ભગવાન આનંદ સ્વરૂપ, અતીન્દ્રિય આનંદના વેદનથી ભિન્ન છે વિકલ્પ ઊઠે છે – વ્યવહાર ચારિત્રનો એ તો પુણ્યબંધનું કારણ છે. તે દુષ્ટ છે, અનિષ્ટ છે.
' અરે ! લોકો તો એમ જ માની બેઠા છે કે- અમે ધર્મ કરીએ છીએ. આ પડિમા પાળીએ છીએ ને! કોઈ સાત પડિમાં, દશ પડિમા ધ્યે ને! અરે ભાઈ ! એ પડિમાનો વિકલ્પ સમ્યગ્દર્શન વિના નુકશાનકારક છે, પરંતુ સમ્યગ્દર્શન સહિતના જે પંચમહાવ્રતના વિકલ્પ છે તે પણ આત્માના સ્વરૂપના ઘાતક છે.
અહીંયા તો પરમાત્મા કહે છે – જ્યાં સમ્યગ્દર્શનરૂપ આત્માનો અનુભવ નથી, જ્યાં આનંદનો સ્વાદ નથી ત્યાં કોઈ ક્રિયાકાંડ, નિશ્ચય- વ્યવહાર એકેય હોતા નથી. એ એમ માને કે- પડિમા અને મહાવ્રત લઈએ છીએ પરંતુ તેને એ છે જ નહીં. અહીંયા તો આત્માનો આનંદ સ્વભાવ લીધો. એક જીવ દ્રવ્ય લીધું અને એ જીવદ્રવ્યનો સ્વભાવ દયા–દાનરૂપ શુભક્રિયા તે જીવદ્રવ્યનો સ્વભાવ નથી. એ તો પુદ્ગલ કર્મનો સ્વભાવ છે. ભાઈ ! ત્યાં ક્યાં આવું બધું સાંભળ્યું હતું?
બાપુ! પ્રભુનો મારગ આ છે. અહીંયા તો પરમાત્મા આમ કહે છે. સંતો કહે છે તે પરમાત્મા કહે છે અને પરમાત્મા કહે છે તે સંતો કહે છે.
ભાવાર્થ ચાલે છે. ગુણ-ગુણીનો ભેદ કરવો તેમ પણ નથી. જીવનું શુદ્ધપણું એ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com