________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૩૩૪
કલશામૃત ભાગ-૩
બધી સાધારણ સ્થૂળ ક્રિયાઓ છે અને તેને સંયમ અને નિર્જરા છે તેમ માને છે.
અહીંયા તો કહે છે – પોતાનું મન અને ઇન્દ્રિયનું દમન તે ઇન્દ્રિય જીતી કહેવાય. ઇન્દ્રિયમાં ભગવાનની વાણી અને ભગવાન પોતે ઇન્દ્રિયમાં આવી ગયા છે. અતીન્દ્રિય એવો ભગવાન આત્મા. અતીન્દ્રિપણે તેમાં રહેવું તેનું નામ ઇન્દ્રિયને જીતી છે. આ વાત ૩૧ મી ગાથામાં છે.
લોકો કહે છે – ઇન્દ્રિયોને જીતવી પરંતુ એનો અર્થ શું ? એ જડ ભાવ ઇન્દ્રિય અને તેના વિષયો તે તરફનું લક્ષ છોડીને અતીન્દ્રિય ભગવાનમાં આવવું તેને ઇન્દ્રિયો જીતી તેમ કહેવામાં આવે છે. અહીંયા ઇન્દ્રિય મનનો સંયમ તેને વ્યવહારે સંયમધર્મ કહેવામાં આવ્યો છે.
છ કાયના જીવની રક્ષા અથવા છ કાય જીવોને ન મા૨વાનો ભાવ તેને વ્યવહાર કહેવામાં આવે છે. ૫૨ જીવની રક્ષા કરી શકતો નથી. પરંતુ રક્ષા શબ્દનો અર્થ (એ પ્રકા૨નો શુભભાવ ) છે. મુનિને આહાર-વિહાર કરવાનો ગમનાગમન આદિ કાર્યમાં અહિંસાના પરિણામ રહે છે. હું તૃણ માત્રનો પણ છેદ ન કરું, મારા નિમિત્તથી કોઈનું અહિત ન થાય તેવા યત્નરૂપ પ્રર્વતના એવી જીવદયાને વ્યવહારે સંયમ કહેવામાં આવે છે. ૧૦૬ કળશ ઉ૫૨નો ભાવાર્થ, છેલ્લી પાંચ લીટી છે.
,,
ભાવાર્થ આમ છે કે- જો ગુણ-ગુણીરૂપ ભેદ કરીએ તો આવો ભેદ થાય છે,’ શું કહે છે ? ઉ૫૨ કહ્યું હતું ને કે- એક દ્રવ્ય સ્વભાવત્વાત્ સ્વરૂપાચરણ ચારિત્ર આત્મ દ્રવ્યનું નિજ સ્વરૂપ છે, શુભાશુભ ક્રિયાની માફક ઉપાધિરૂપ નથી, તેથી એક દ્રવ્યસ્વરૂપ છે. હવે કહે છે કે-પવિત્ર શુદ્ઘ દ્રવ્ય અને (તેનાલશે ) શુદ્ધપણું થયું તે પુણ્ય-પાપના વિકલ્પથી રહિત છે. આત્મદ્રવ્યના શુદ્ધ સ્વભાવની શુદ્ધ પરિણતિ થઈ એ પરિણતિને ગુણ કહો અને ભગવાનને ગુણી કહો. આ રીતે ગુણ-ગુણીનો ભેદ કરે છે તો ભેદ થાય છે. શુદ્ધતા અને જીવ એવા ભેદ કરે છે તો થાય છે. સમજમાં આવ્યું ? બહુ ઝીણું ભાઈ ! અનાદિથી ચોરાશીના અવતારમાં રખડી મરે છે. અનંતવા ક્રિયાકાંડના મુનિવ્રત ધારણ કર્યા, એવી ક્રિયા તો અત્યારે છે જ નહીં નવમી ત્રૈવેયક ગયો, હજા૨ો રાણીઓ છોડી, નગ્ન દિગમ્બર થઈ અઠ્ઠાવીસ મૂળગુણ પાળ્યા. એ પણ કેવા ચોખ્ખા કે– પ્રાણ જાય તો પણ ચોક્કાનો કરેલો આહાર વ્યે નહીં કેમ કે ઉદેશિક આહારનો તો અગિયારમી પડિમામાં ત્યાગ છે. એને માટે બનાવેલ આહારનો ત્યાગ તો અગિયારમી પડિમા હોય છે તો પછી મુનિની તો વાત શું કરવી ?
અહીં તો કહે છે – પુણ્ય-પાપના વિકલ્પથી રહિત આત્મા છે. તે દ્રવ્યના સ્વભાવની પરિણતિ શુદ્ધ થઈ તે ગુણ છે ને આત્મા ગુણી છે આવો ભેદ કરીએ છીએ તો આવો ભેદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com