________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૩૩૬
કલશાકૃત ભાગ-૩ ગુણ એમ પણ નહીં. રાગક્રિયા, દયાનો વ્યવહાર તે તો જીવમાં નથી. પરંતુ વસ્તુમાત્રનો અનુભવ કરે છે ત્યારે ગુણ – ગુણીનો ભેદ પણ નથી. ( અનુભવના કાળે ) આવો ભેદ પણ મટે છે. જિનેન્દ્રદેવનો મારગ આકરો છે ભાઈ !
“કેમ કે શુદ્ધપણું તથા જીવદ્રવ્ય વસ્તુ એ તો એક સત્તા છે. ” વસ્તુ શુદ્ધ છે. પવિત્ર છે તે આત્મા એક જ છે. પવિત્ર અને આત્મા તે બન્ને એક જ ચીજ છે. પવિત્રતાની સત્તા ભિન્ન અને જીવદ્રવ્યની સત્તા ભિન્ન તેમ તો છે જ નહીં.
“આવું શુદ્ધપણું મોક્ષકા૨ણ છે, એના વિના જે કોઈ ક્રિયારૂપ છે તે બધુ બંધનું કારણ છે.” શું કહે છે? પંચમહાવ્રતના વિકલ્પ, પડિમાના, દયા-દાન-વ્રતભક્તિના અને ભગવાનની પૂજાનાં ક્રિયારૂપ પરિણામ તે બંધનું કા૨ણ છે.
* * *
(અનુષ્ટુપ )
वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि। द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत् ।। ८-१०७।।
,,
ખંડાન્વય સહિત અર્થ:- “ર્મસ્વમાવેન વૃત્ત જ્ઞાનસ્ય ભવન ન દિ' (ર્મસ્વભાવેન) જેટલું શુભ ક્રિયારૂપ અથવા અશુભ ક્રિયારૂપ આચરણલક્ષણ ચારિત્ર, તેના સ્વભાવે અર્થાત્ તે-રૂપ જે (વૃત્ત) ચારિત્ર તે (જ્ઞાનસ્ય) શુદ્ધ ચૈતન્યવસ્તુનું (મવત્ત) શુદ્ધસ્વરૂપપરિણમન (ન હિ) હોતું નથી એવો નિશ્ચય છે. ભાવાર્થ આમ છે કે-જેટલું શુભ-અશુભ ક્રિયારૂપ આચરણ અથવા બાહ્યરૂપ વક્તવ્ય અથવા સૂક્ષ્મ અંતરંગરૂપ ચિંતવન, અભિલાષ, સ્મરણ ઇત્યાદિ છે તે સમસ્ત અશુદ્ધત્વરૂપ પરિણમન છે, શુદ્ધ પરિણમન નથી; તેથી બંધનું કા૨ણ છે, મોક્ષનું કા૨ણ નથી. તેથી જેમ કામળાનો સિંહ ‘ કહેવાનો સિંહ ’ છે તેમ આચરણરૂપ (ક્રિયારૂપ ) ચારિત્ર ‘ કહેવાનું ચારિત્ર ’ છે, પરંતુ ચારિત્ર નથી, નિઃસંદેહપણે એમ જાણો. “ તત્ વર્ગ મોક્ષહેતુ: ન” (તત્) તે કારણથી (ર્મ) બાહ્ય-અત્યંતરરૂપ સૂક્ષ્મસ્થૂલરૂપ જેટલું આચરણ ( ચારિત્ર ) છે તે ( મોક્ષહેતુ: ન ) કર્મક્ષપણનું કા૨ણ નથી, બંધનું કા૨ણ છે. શા કારણથી ? “ દ્રવ્યાન્તરસ્વભાવાત્” (દ્રવ્યાન્તર) આત્મદ્રવ્યથી ભિન્ન પુદ્ગલદ્રવ્ય તેના ( સ્વભાવાત્) સ્વભાવરૂપ હોવાથી અર્થાત્ આ બધું પુદ્ગલદ્રવ્યના ઉદયનું કાર્ય છે, જીવનું સ્વરૂપ નથી, તેથી. ભાવાર્થ આમ છે કે-શુભ-અશુભ ક્રિયા, સૂક્ષ્મ-સ્થૂલ અંતર્જલ્પ-બહિર્જલ્પરૂપ જેટલું વિકલ્પરૂપ આચરણ છે તે બધું કર્મના ઉદયરૂપ પરિણમન છે, જીવનું શુદ્ધ પરિણમન નથી; તેથી બધુંય આચ૨ણ મોક્ષનું કા૨ણ નથી, બંધનું કા૨ણ છે. ૮-૧૦૭.
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com