________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૯
૩પ૭ અવતાર કરીને દુઃખી થયો. તે એકલો છે, તેનો જન્મ મરણમાં કોઈ સહાયક નથી. નિગોદ આદિમાં અનંતભવ કરે છે. આ મનુષ્યપણું તો માંડ અનંતકાળે મળ્યું છે. બાકી નિગોદની અવસ્થામાં રહ્યો છે. શાસ્ત્રમાં તો એમ આવે છે કે જેમ સ્ત્રી પિયરમાં મોટી થાય છે, તેમ પહેલાં તે નિગોદના ઘરમાં રહેતો હતો. તેમાંથી માંડ બે ઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય આદિનો ભવ અનંતકાળે મળ્યો છે. અને તેમાં પણ મનુષ્યપણું અને આર્યક્ષેત્ર, ઉત્તમકુળ એ બધું તો દુર્લભ છે. અને તેમાં પણ હજુ જે સમ્યગ્દર્શન નથી પ્રાપ્ત કર્યું તે દુર્લભ છે.
એ સમ્યગ્દર્શનમાં સ્વરૂપનું ગ્રહણ અને અનંતાનુબંધી રાગનો ત્યાગ તેને અહીંયા સમકિતીનો ત્યાગધર્મ કહેવામાં આવે છે. મુનિને તો અંદરમાં (પ્રચુર) આનંદની લહેર ઊઠે છે. જેમ સમુદ્રમાં કાંઠે પૂર આવે છે, તેમ મુનિને પર્યાયમાં અનંત આનંદનું પૂર આવે છે. સમયસારની પમી ગાથામાં પ્રચુર સ્વસંવેદન કહ્યું છે. મુનિ કહે છે કે અમને તો પ્રચુર સ્વસંવેદન છે... એ અમારો વૈભવ છે. આ તમારા પૈસા ને છોકરાંવ તે વૈભવ નહીં.
કુંદકુંદાચાર્ય મુનિરાજ કહે છે કે- પ્રચુર સ્વસંવેદન તે અમારો નિજ વૈભવ છે. અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન થવું તે અમારો વૈભવ છે. અને એ પ્રાપ્ત વૈભવથી હું સમયસાર કહીશ. પંચમગાથામાં ગજબ વાત છે ને! આવી વાત લોકોને આકરી પડે.
પ્રભુ ! આ તો અંતરની ચીજ છે. આત્માની લગની લાગી હોય કે મારી ચીજમાં શું છે અને મારી ચીજમાં શું નથી? મારી ચીજમાં તો જ્ઞાન-આનંદ-શાંતિ-સ્વચ્છતાપ્રભુતા ભરી છે. પુષ્ય ને પાપના વિકલ્પનો તો અભાવ છે. એવી દૃષ્ટિપૂર્વક અનુભવમાં લીન થવું તેનું નામ અહીંયા ત્યાગધર્મ કહેવામાં આવે છે.
હવે આપણો ચાલતો વિષય ૧૦૯ કળશ. અહીં સુધી ચાલ્યું છે. “જીવસ્વરૂપનું ઘાતક છે એમ જાણીને આમૂલાગ્ર ત્યાજ્ય છે.” અશુદ્ધ પુણ્ય ને પાપનો ભાવ તે જીવ સ્વરૂપનો ઘાતક છે... એ કારણે એમ જાણીને.. આ મૂલથી ચૂલ સુધી ત્યાજ્ય છે. આ મૂલ ચૂલ ત્યાગ. તેને મૂળમાંથી છોડી દેવો. પોતાનો ભગવાન આનંદ તેમાં લીન થઈને... રાગની ઉત્પત્તિ ન થવી તે રાગનો ત્યાગ છે, તેને આ મૂલ ત્યાગ કહેવામાં આવે છે. રાગનો ત્યાગ કરું એ લાઈન નહીં, કેમ કે રાગના ત્યાગમાં પણ દેષ્ટિ રાગ ઉપર જાય છે. સમજમાં આવ્યું?
આ દયા–દાન-વ્રત આદિના વિકલ્પ છે તેનો ત્યાગ કરે તો દેષ્ટિ ત્યાં જાય છે. પરંતુ એમ નહીં, પરંતુ તે તરફની અસ્થિરતાનો રાગ છોડીને સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે રાગની ઉત્પત્તિ થતી નથી. તેને આમૂલચૂલ રાગનો ત્યાગ કહેવામાં આવે છે. એક એક તત્ત્વ આવું છે. આવી ચીજ છે. વાત અપૂર્વ છે. શ્રી જયસેન આચાર્યની ટીકામાં છે કેએક ભાવ પણ યથાર્થ સમજે તો સહુજ જ સર્વ ભાવ સમજમાં આવે છે. એક ભાવ પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com