________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧O૯
૩૫૫ લક્ષ છોડીને; અનંત સુખને ઉપોદય માને છે. પોતાની આનંદની પર્યાયમાં જે અનંતસુખ તેને ઉપાદેય માન્યું. ભગવાન પ્રગટ અનંતસુખને ઉપાદેય માને છે. જ્ઞાનીને રાગની ક્રિયા એવા વ્રતાદિ થાય છે પણ તેને ઉપાદેય માનતા નથી.
આહાહા ! આ વાત કઠણ પડે છે. કઠણ એટલે પડે છે કે તેનો અભ્યાસ નથી માટે. અંદરમાં જોઈએ તેટલો રસ અને રુચિ નથી. પુણ્ય પરિણામનો તેને રસ ચડી ગયો છે. જેનો રસ ચડયો છે. તેમાં એકાકાર થાય છે.
“એવો જે કોઈ જીવ તેણે (તતફડં) તે જ કર્મ જે પહેલાં જ કહ્યું હતું, જેટલું શુભક્રિયારૂપ-અશુભ ક્રિયારૂપ, અંતર્જલ્પરૂપ-બહિર્ષલ્પરૂપ ઇત્યાદિ કરતૂતરૂપ,”
આ દેહની ક્રિયા લીધી તેમાં જરા શુભ ક્રિયા, જરા અશુભ ક્રિયા એ રૂપ અંતર્જલ્પ એ બે ક્રિયા, અશુભરાગાદિ પછી લેશે. જડની બહારની ક્રિયા અંતર્જલ્પરૂપ અને બહિર્શલ્પરૂપ. અંતરમાં વિકલ્પ અને બહારમાં બોલવું આદિ કરતૂતરૂપ ક્રિયા. (૧) શરીર આદિની ક્રિયા. (૨) અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલનો પિંડ.” (૩) અશુદ્ધ રાગાદિરૂપ જીવના પરિણામ.” આ ત્રણેયને કર્મ કહ્યું છે.
શરીરની ક્રિયા જે થાય છે અંતર્જલ્પ-બહિર્શલ્પ તે બન્નેને બહારમાં નાખ્યા છે. જડ આઠ કર્મ તેમજ અશુદ્ધ રાગાદિ જીવના પરિણામ “તેવું કર્મ તે જીવસ્વરૂપનું ઘાતક છે.” ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ! તેનો ઘાતક શુભ અશુભ ભાવ છે. “એમ જાણીને આમૂલાગ્રત્યાજ્ય છે.”
આ મૂલાગ્ર ત્યાજ્ય છે. મૂળમાંથી તેનો ત્યાગ છે. આખા મૂળનો જે અંશ છે તેને છોડી દે! તે મૂળમાંથી છોડી દેવા લાયક છે. પ્રવચન નં. ૧૦૪
તા. ૨૪-૯- '૭૭ દશલક્ષણ પર્વ છે તેમાં આજે ત્યાગધર્મનો દિવસ છે. ત્યાગ ધર્મની વ્યાખ્યા શું છે?
" जो चयदि मिद्धभोज्जं, उवचरणं रायदोससंजणयं। ___ वसदिं ममत्तहेदु, चायगुणो सो हवे तरस।। મુખ્યપણે મુનિની વ્યાખ્યા છે. મુનિને સંસારનો તો ત્યાગ છે. તેમને અંદરમાં ત્યાગવતનો પણ ત્યાગ છે. સમ્યગ્દર્શન અને અનુભવની સ્થિરતાનું ગ્રહણ છે. ચારિત્ર સ્વરૂપ આનંદમાં રમણતા એ તો છે જ, પરંતુ જેનું કામ પડે છે તેવું ઇષ્ટ ભોજન તેને છોડે છે. ભોજન લેવાની ઈચ્છા થાય છે તેમાં ઇષ્ટ ભોજનનો રાગ છોડવો તે ત્યાગ છે. સમ્યગ્દષ્ટિનો ત્યાગ એ છે કે- મિથ્યાત્વભાવ અને અનંતાનુબંધીનો ત્યાગ અને સમ્યગ્દર્શન અને સ્વરૂપાચરણનું ગ્રહણ, ચોથે આટલો ત્યાગધર્મ છે. સમજમાં આવ્યું?
પંચમ ગુણસ્થાનમાં મિથ્યાત્વ અને અવ્રતનો એક અંશે ત્યાગ છે. ચોથાવાળા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com