________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૮
કલશામૃત ભાગ-૩ નગરી .... મુંબઈના લોકો આમ બોલે. ધૂળેય તારી નગરી નથી બાપુ! નગર એટલે ન... ગ ૨... જેમાં રાગ-દ્વેષનો મેલ નથી એવી નગરી તો આત્મા છે. ન... ગ... ૨... નગર. ન, ગર–ગર એટલે પુણ્ય-પાપના કર્મનો મેલ છે જેમાં નથી તેવો પુણ્ય પાપથી રહિત આત્મા તેને અહીંયા આત્માનગર કહેવામાં આવે છે.
અરેરે...! દુનિયા શું શું અને કેવું કેવું માનીને ત્યાં રોકાઈ જાય છે. પ્રભુનો પત્તો મેળવતો નથી. હમણાં સાંભળ્યું કે- યુવાન અવસ્થા હોય અને એપેન્ડીકસની પીડા થાય. પહેલાં ઓપરેશન કરેલું એનું અને ફરી પાછી પીડા ઉપડી. ડો. કહે હમણાં જ ઓપરેશન કરો નહીંતર છોકરો ખલાશ થઈ જશે. રાતના બાર વાગ્યે ઓપરેશન કર્યું. આ શરીર, આ માટી છે. માટીનો જાણનાર માટીથી જુદો છે. એ જાણનારામાં અતીન્દ્રિય આનંદ ભર્યો છે. એ અતીન્દ્રિય આનંદના પરિણામને એ શુભભાવ (તિરોધાનાત) ઘાતનશીલ છે.
સહજ લક્ષણ જેનું - એવું છે, તેથી કર્મ નિષિદ્ધ છે.” શું કહે છે? ઘાતનશીલ સહજ સ્વભાવ જેનો અર્થાત્ શુભભાવનો. એ શુભભાવને ધર્મ માનવો અથવા તે કરતાં કરતાં ધર્મ થશે ! અરે.. પ્રભુ! તેં ઘણી મોટી ભૂલ કરી છે. તું તારા ભગવાનને ભૂલી ગયો. તારો ભગવાન જે પવિત્ર આનંદનો નાથ.. એ... ભગવાનને ભૂલી ગયો.. શુભભાવના પ્રેમમાં. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય છે તેની પરિણતિમાંપર્યાયમાં એ શુભભાવ ઘાતનશીલ છે. શુદ્ધ પરિણતિનો નાશ કરવાનો સહજ સ્વભાવ જેનો છે.
આ આખો દિવસ રળવું. કમાવું તે પાપ છે. એ પાપનો અભાવ કરીને પુણ્યભાવ જે થયો તે શુભભાવ નિર્મળદશાનો ઘાતનશીલ છે. ચૈતન્ય ભગવાન પવિત્ર આનંદનો નાથ પ્રભુ! તેની પરિણતિ ના નિર્મળદશા તેનો ઘાતનશીલ એવો શુભભાવ છે. તેનો આવો સહજ સ્વયં સ્વભાવ છે. એમ કહે છે.
પ્રશ્ન- કર્મ એટલે શું? ઉત્તર-શુભભાવ એ કર્મ છે. એ (તેના નિમિત્તે) જે જડ બંધન થયું તે દ્રવ્ય કર્મ છે.
“સકળ કર્મક્ષય લક્ષણ પરમાત્મપદ, તેનો હેતુ અર્થાત્ જીવનો ગુણ જે શુદ્ધચેતનારૂપ પરિણમન તેનું ઘાતનશીલ છે.”
શું કહે છે? સકલકર્મક્ષય લક્ષણ એ મોક્ષ. પરમાત્મપદ તેનો હેતુ શુદ્ધ સ્વભાવ. પોતાનો પરમાત્માપદ મોક્ષનું કારણ છે. જે પરિણમનની મુખ્યતાએ નિર્મળદશા તેનો ઘાતનશીલ શુભભાવ જેનો સહજ સ્વભાવ છે.
(તિરોધાર્જિ) ઘાતનશીલ છે (ભાવત્વાત) સહજ લક્ષણ જેનું – એવું છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com