________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૬
કલશામૃત ભાગ-૩ એટલે? (૩૧) આત્માના આનંદનું ભાન તો છે પણ તઉપરાંત આત્મામાં રમવુંચરવું, આનંદમાં રમવું તે. આવા ચારિત્રને માટે ચારિત્રની દશામાં ઉદ્યમ્ નામ ઉપયોગ લગાવે છે તે તપ છે.
પ્રશ્ન- સ્વરૂપનો વિશ્વાસ અને ચૈતન્યમાં નિશ્ચલતા તે તપ?
ઉત્તર- પ્રતપન તે તપ છે. ભગવાન આનંદની શોભાથી અતિઉપિત, અતીન્દ્રિય આનંદથી અતિ ઉપિત થઈ જાય અને ઈચ્છાનો નાશ થઈ જાય અને ચારિત્ર સહિત શુદ્ધતાની વૃદ્ધિ થઈ જાય તેને તપ કહે છે. ચારિત્રને માટે તેઓ ઉદ્યમ અને ઉપયોગને (એકાગ્ર) કરે છે.
કાય કલેશ સહિત થાય છે એટલે આત્મિક વિભાવ પરિણતિને સંસ્કારને મિટાડવાને માટે” . વિભાવ નામ વિકૃત અવસ્થા. પછી તે શુભ-અશુભ વિભાવ પરિણતિના સંસ્કારને મટાડવાને માટે ઉદ્યમ કરે છે. પોતાના શુદ્ધ સ્વરૂપ ઉપયોગને ચારિત્રમાં રોકે છે. બસ. આ તો ભારે... વાત.
ભગવાન આત્મા અશુદ્ધ પાપના પરિણામથી રહિત પોતાનો અનુભવ તે ચારિત્ર. શુભઉપયોગ તે ચારિત્રને રોકે છે. મુનિ શુદ્ધઉપયોગને ચારિત્રમાં રોકે છે. આહાહા ! ભાષા તો જુઓ! પોતાનો શુદ્ધ પવિત્ર સ્વરૂપ આત્મા છે તેમાં ઉપયોગને રોકે છે તે ચારિત્ર છે. પોતાની ચારિત્રદશામાં શુદ્ધઉપયોગને રોકે છે તેનું નામ તપ છે. આવી વ્યાખ્યા.
લોકો તો બહારથી અપવાસ કર્યા, વર્ષીતપ કર્યા તેને તપ કહે છે. શ્વેતામ્બરમાં વર્ષીતપ એટલે એક દિવસ એકાસણું ખાવું અને એક દિવસ અપવાસ... અને તે માને કે તપ છે. એ તપ ક્યાં છે? એ તો લાંઘણ છે.
બહુ બળપૂર્વક રોકે છે.” એવું બળ કરવું તે તપ છે. આહાહા! સ્વરૂપની ચારિત્ર દશામાં ઘણાં પ્રયત્નથી શુદ્ધઉપયોગને રોકે છે તે તપ છે. તપ કોને કહેવું તે સમજમાં આવ્યુંને? બાર પ્રકારના તપના ભેદ તે બધો જ વ્યવહાર છે. આવું વસ્તુનું સ્વરૂપ તે તપ છે. આને તપધર્મ કહેવામાં આવે છે.
જેને સમ્યગ્દર્શન અને ચારિત્ર છે. તેવા શુદ્ધઉપયોગને ચારિત્રમાં રોકવો અર્થાત ઈચ્છા ઉત્પન્ન થતાં, શુદ્ધોપયોગને ઘણાં બળપૂર્વક ચારિત્રમાં રોકવો એનું નામ જૈનધર્મ અને તેને ઉત્તમ તપ કહેવામાં આવે છે. ઉત્તમ તપ છે તે સમ્યગ્દર્શન સહિત, ચારિત્ર સહિત છે. ઘણાં ઉદ્યમથી પોતાના શુદ્ધોપયોગને સ્વભાવમાં રોકવો તે તપ છે. આવી વ્યાખ્યા અર્થકારે મૂળ પાઠમાં કરી છે.
હવે ૧૦૮ કળશ.. તેનો ભાવાર્થ. જેટલું શુભ-અશુભ આચરણ છે તે બધું કર્મના ઉદયથી અશુદ્ધરૂપ છે, તેથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com