________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ३४४
કલશામૃત ભાગ-૩ છે, અનિષ્ટ છે, ઘાતક છે તેથી વર્જન કરવા લાયક છે. ભાઈ ! તારો નાથ આનંદનો સાગર છે ને ! પ્રભુ એ આનંદના સાગરમાં ડૂબકી માર. રાગને છોડ કેમ કે તે બંધનું કારણ છે. એ અશુદ્ધતાનો નાશ કરવો છે તો શુદ્ધ ચૈતન્યના અનુભવમાં જઈને સ્નાન કર તો અશુદ્ધતાનો નાશ થાય છે. અશુદ્ધતાથી અશુદ્ધતાનો નાશ થતો નથી. રાજમલજીએ અહીંયા ચોખ્ખું કર્યું છે.
“તેથી વિષય - કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે એમ કહે છે.” જેમ વિષય છોડવા લાયક છે તેમ ક્રિયારૂપ ચારિત્રનો નિષેધ છે. આવા વ્યવહાર ક્રિયાકાંડના જે વિકલ્પ છે તેનો નિષેધ છે. હજુ શ્રદ્ધામાં ઠેકાણાં ન મળે, તેને સમ્યગ્દર્શન
ક્યાંથી થાય? અને તેને ચારિત્ર તો ક્યાંય દૂર રહ્યું બાપુ! જેણે આનંદમાં રમણતારૂપ ચારિત્ર પ્રગટ કર્યું તેનો ધન્ય અવતાર છે. ચારિત્ર એટલે ચરવું. ગાય, ભેંસ જેમ લીલું ઘાસ ચરે છે તેમ ચારિત્ર એટલે પોતાના અતીન્દ્રિય આનંદમાં ચરવું તે આનંદનું ભોજન કરવું તેનું નામ સત્ય ચારિત્ર કહે છે. આ વ્યવહાર ચારિત્ર તો રાગરૂપ અને દુઃખરૂપ છે. તે તો દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે અને વર્જન કરવા લાયક છે. આકરું લાગે ભાઈ !
ભાઈ ! તને તારા ઘરની કિંમત નથી અને તું પર ઘરની ચીજમાં વ્યભિચારી થઈ ગયો પ્રભુ! એ પરિણમન પુદ્ગલની જાતનું છે, એ પરિણમન તારું નહીં. એનાથી લાભ માનવો એ તો વ્યભિચારી મિથ્યાષ્ટિ થયો.
તતનિશ્ચિત્તે શુભ-અશુભરૂપ કરતૂત (કૃત્ય) નિષેધ અર્થાત્ ત્યજનીય છે.” પછી તે ભાવ શુભ હો કે અશુભ હો! પરંતુ તે બન્ને પરિણામ, વિકલ્પ ને રાગ ત્યજનીય અર્થાત્ છોડવા લાયક છે. જે શુભભાવને ઉપાદેય માને છે તેણે “ભગવાન આનંદના નાથને હેય માન્યો છે. શુભરાગને જેણે આદરણીય માન્યો તેણે ચૈતન્ય ભગવાનને હેય માન્યો. જેણે આત્માના આનંદસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપને ઉપાદેય માન્યો તે રાગને હેય માને છે. આ વાત પરમાત્મ પ્રકાશમાં છે. શ્રીમદ્જીમાં આવે છે...
“વચનામૃત વીતરાગના પરમ શાંત રસ મૂળ,
ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ.” અજ્ઞાનીને એમ લાગે કે- આ તો એકાંત છે. વ્યવહારથી લાભ થાય એ વાત તો માનતા જ નથી.
“કેવું હોવાથી નિષિદ્ધ છે? “મોક્ષદેતુતિરોઘાના[મોક્ષ ] નિષ્કર્મ અવસ્થા, તેનું કારણ છે જીવનું શુદ્ધરૂપ પરિણમન.” જીવનું શુદ્ધરૂપનું પરિણમન વ્યવહારક્રિયાનું ઘાતક છે. જુઓ ! પાઠમાં આવ્યું... તેથી કરતૂત નિષિધ્ય છે. દયા-દાનના ભાવ થાય પણ એ રાગ છે. તે અશુભથી બચવા આવે છે, થાય છે પરંતુ તે નિષેધવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com