________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૦
કલામૃત ભાગ-૩ તમે મોટા ગૃહસ્થ કહેવાવ ને? તે ના પાડે છે. આ બધા શેઠિયા કહેવાય ને! શેઠ કોને કહીએ? પોતાના કેવળદર્શન-જ્ઞાન-સુખ-વીર્યસ્વરૂપ આત્મા તેનો જે સ્વામી હોય તેને શેઠ કહીએ, બાકી બધા હેઠ છે. આવી વાત એકવાર બની છે.
એકવાર ચૂડામાં જેઠમલજી સ્થાનકવાસી હતા. મૂળી પાસે ખાતડી ગામ છે ત્યાં અમે ગયેલા. એ જેઠમલજી રાજપૂત હતા. તે સાધુ હતા. ઠેકાણા વિનાનો માણસ હતો તેથી ચૂડામાં તેનું બહુ માન ન હતું. પછી એક રાયચંદ દોશી હતા તે બહુ કડક માણસ હતા. તે કહે – જેઠી હવે બેસન હેઠી. આપણા નારણભાઈ હતા તેના સગા થાય. તેમને અમારી ઉપર બહુ પ્રેમ હતો. અમારી પાસે સાંભળવા બેસે. વ્યાખ્યાન બહુ પ્રેમથી સાંભળે. એમને શ્રીમદ્જી ઉપર પણ ઘણો પ્રેમ હતો.
કોઈ માણસ એમ કહેવા લાગ્યો કે- શ્રીમદ્ એટલે કાંઈ નહીં. ત્યારે તે બોલ્યા કેબોલીશ નહીં ભાઈ ! શ્રીમદ્ રાજચંદ્રનો વૈરાગ્ય મેં દેખ્યો છે. એવો ક્યાંય મેં જોયો નથી. નહીંતર એ તો સ્થાનકવાસી હતા. મૂર્તિને તો માને નહીં. લીંબડીમાં આવ્યા હતા ત્યારે મેં જોયા હતા. શ્રીમદ્જીનો વૈરાગ્ય મેં દેખ્યો છે. આહાહા ! પર પદાર્થથી તેઓ ઉદાસ.... ઉદાસ હતા... આવું સ્વરૂપ છે.
અહીંયા કહે છે- “તે સ્વચ્છપણું વિભાવરૂપ અશુદ્ધ ચેતના લક્ષણ મિથ્યાત્વવિષય-કષાયરૂપ પરિણામથી મટયું છે.”
પર્યાયમાં મટયું છે હોં !! જીવદ્રવ્ય સ્વભાવથી સ્વચ્છપણારૂપ છે. તે કેવળજ્ઞાનદર્શન-સુખ-વીર્યરૂપ છે. તે સ્વચ્છપણું વિભાવરૂપ અશુદ્ધચેતના લક્ષણ મિથ્યાત્વ છે તો એ વિભાવ-અશુદ્ધચેતના વિભાવ, વિષય-કષાયના પરિણામનું કારણ વર્તમાનમાં મટયું છે. મટયું છે તેનો અર્થ એમ નથી કે ત્રિકાળીમાં મટયું છે, પરંતુ પર્યાયમાં મટયું છે. ત્રિકાળ તો શુદ્ધ... શુદ્ધ છે. એ શુદ્ધનો સ્વીકાર જ્યાં નથી અને એકલા અશુદ્ધ પરિણામનો જ જયાં સ્વીકાર છે ત્યાં પર્યાયમાં શુદ્ધપણાનો નાશ થઈ ગયો છે. આવો માર્ગ છે.
આ બધી બહારની ચમક દમક દેખાય તેમાં મુર્છાઈ ગયો છે. આહાહા! ભગવાન ચૈતન્ય ચમત્કાર, અતીન્દ્રિય આનંદનો સાગર તે સ્વચ્છ સ્વરૂપ પ્રભુ છે. તેને (ભાવતા) પુણ્ય ને પાપના ભાવ (તિરોધાયિ) ઘાતનશીલ છે.
ભગવાન શુદ્ધ ચૈતન્ય પ્રભુ છે. આ અશુભભાવની તો વાત શું કરવી? પરંતુ શુભભાવ છે એ સ્વરૂપનો ઘાત કરે છે. પ્રભુ! તારી શક્તિ તો શુદ્ધસ્વરૂપ છે. તેનું પરિણમન નિર્મળ થવું જોઈએ. એ નિર્મળતાને છોડી અને જે શુભભાવ કે જે તારા શુદ્ધ સ્વભાવની પરિણતિનો ઘાતનશીલ ભાવ છે. તે ભાવ ઘાતવાના સ્વભાવ સ્વરૂપી છે.
જેમ શરીરમાં ઘા લાગે- છરા વાગે અને લોહી નીકળી પડે તેમ અહીં પ્રભુ કહે છે- તું શક્તિએ આનંદનો નાથ પ્રભુ છે! અને એની શાંતિનો ઘાત કરનાર શુભ અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com