________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપર
કલશામૃત ભાગ-૩ કાર્ય તો નિર્મળ પરિણતિ થવી તે છે. એ નિર્મળ પરિણતિ જેનું લક્ષણ છે. એ સ્વરૂપનો, શુભભાવ ઘાત કરવાનો સહજ સ્વભાવ છે. તે શુદ્ધ પરિણતિ ઘાત નામ મિટાવી ધે છે.
પ્રશ્ન:- તે ભાવકર્મ છે?
ઉત્તર- ભાવવૃત્તિ એ જ ભાવકર્મ છે. એ વાત સમયસાર ૧૫૩ ગાથામાં છે. “वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता। परमट्ठबाहिरा जे णिव्वाणं તે જ વિવંતા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્ભાવ (હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે.”
શુભભાવતે રાગ તેને શુભકર્મ કહેલ છે.” જ્ઞાન જ મોક્ષનો હેતુ છે.” “.ભવનમ...ગીવસ્થા રાગના પરિણામમાં મોક્ષનો અભાવ છે.
“ભાવાર્થ આમ છે કે કોઈ જીવ ક્રિયારૂપ યતિપણે પામે છે, તે યતિપણામાં મગ્ન થાય છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ગુતિ તેમજ વ્યવહાર ક્રિયાકાંડ એનાથી યતિપણું પામે છે. “ તે યતિપણામાં મગ્ન થાય છે” એટલે કે- એ પંચમહાવ્રત, સમિતિ, ગુતિનો વિકલ્પ એવા શુભરાગ, તેમાં મગ્ન થાય છે. આહાહા આવો ખુલાશો છે.
- “અમે મોક્ષમાર્ગ પામ્યા', અમે પંચમહાવ્રતધારી છીએ, અમે પંચમહાવ્રત પાળ્યા, નિર્દોષ આહાર લઈએ છીએ, પાંચ સમિતિનો વ્યવહાર પાળીએ છીએ, અશુભથી રહિત ત્રણ ગુતિ પાળીએ છીએ. આવી ક્રિયા અમે કરીએ છીએ. તેમાં મગ્ન રહે છે અને માને છે કે- અમે મોક્ષમાર્ગ પામ્યા, અમે મોક્ષમાર્ગી છીએ! - અમે પંચમહાવ્રત પાળીએ છીએ, સમિતિ-ગુણિ નિર્દોષ આહાર લઈએ છીએ, સ્ત્રી-કુટુંબનો ત્યાગ કર્યો છે, અમારે ગૃહસ્થાશ્રમ છે નહીં, “અમે મોક્ષમાર્ગ પામ્યા, જે કાંઈ કરવાનું હતું તે કર્યું; તેથી તે જીવોને સમજાવે છે કે યતિપણાનો ભરોસો છોડીને ,” એ પંચમહાવ્રત, સમિતિ, ગુતિ તે યતિપણું નથી. શુદ્ધસ્વરૂપની યત્ના કરવી તે યતિ છે. શુભભાવની યત્ના તે યતિ નહીં. આવો માર્ગ છે બાપુ! ભાઈ ! દુઃખી થઈને ચોરાશીના અવતાર કરી રખડે છે!
યતિપણાનો ભરોસો છોડીને શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવો.”
આ પાંચમહાવ્રતને, સમિતિ, ગતિ, વ્યવહાર સમિતિ તેમાં જોઈને ચાલવું એ શુભભાવ છે. અત્યારે તો જોઈને ચાલવાના ઠેકાણાંય ક્યાં છે? તેના માટે બનાવેલો આહાર ન લ્ય... એ બધો શુભભાવ છે, તેને યતિપણું માનવાનું છોડ.
શુભભાવ છોડીને શું કરવું? “શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અનુભવો.” ભગવાન શુદ્ધ ચૈતન્ય પવિત્રતાનો પિંડ પ્રભુ તે તો તારો આત્મા છે ને નાથ! તેને અનુસરીને અનુભવ કરવો તેનાથી તારું કલ્યાણ થશે, બાકી કલ્યાણ છે નહીં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com