________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૨
કલશાકૃત ભાગ-૩ કોઈ અજ્ઞાની કહે કે- વર્જવા યોગ્ય પણ નથી તો તેનો નિષેધ કરવા લાયક છે. વ્રતાદિના, નિયમાદિના, અપવાસાદિની ક્રિયા, એ બધી નિષેધ કરવા લાયક છે.
“કારણ કે વ્યવહાર ચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે;” પંચાધ્યાયમાં પ૬૮ ગાથામાં છે – શુભ ઉપયોગ દુષ્ટ પુરુષની પેઠે દુષ્ટ છે. પંચાધ્યાય બીજા ભાગમાં છે. મખનલાલજીએ તેનો અર્થ કર્યો છે અને હવે એ કહે છે કે- શુભજોગ મોક્ષનો માર્ગ છે. અરે... પ્રભુ! અત્યાર સુધી જે (અનાદિનું) પકડયું છે તેને ફેરવવું મુશ્કેલ પડે છે. શુભભાવ દુષ્ટ પુરૂષની પેઠે દુષ્ટ છે. દાંત પંચાધ્યાયે આપ્યું છે. દયાદાન-વ્રત-ભક્તિના ભાવ તે દુષ્ટ પુરુષની પેઠે દુષ્ટ છે. દુષ્ટ પુરુષની પેઠે દુષ્ટ છે. દુષ્ટ પુરુષમાં કાંઈ ભલાપણું હોય નહીં અર્થાત્ શુભભાવમાં ભલાપણું છે નહીં. આવું આકરું પડે છે.
પ્રશ્ન- શુભભાવથી કાંઈક તો લાભ થાય ને?
ઉત્તર:- બિલકુલ લાભ નથી. શુભભાવથી લાભ માનવો તે મિથ્યાત્વ છે. તેમાં મિથ્યાત્વનો લાભ છે, સંસારના પરિભ્રમણનો લાભ છે. એ તો પ્રવચનસાર ૭૭ ગાથામાં કહ્યું છે ને! પુણ્ય ને પાપમાં ફેર માને તે ઘોર સંસારી છે. પૈસા મળ્યા માટે પુણ્યનો બંધ હતો એ વાત નથી. શુભભાવમાં પુણ્ય અને અશુભભાવથી પાપ એ બેમાં જે ફેર માને છે તે ઘોર સંસારમાં રખડશે. - દિ મUરિ નો પૂર્વ બ્દિ વિશેસો “ત્તિ પુvપાવા હિંદ ઘોરપારં સંસારું મોસંછાળો” પુણ્ય-પાપમાં કાંઈ વિશેષ નામ તફાવત નથી. તે બન્ને એક સરખાં બંધનું કારણ છે. “હિંડદિ ઘોર અપાર સંસારમ્” ઘોર અપાર સંસારમ” ઘોર નરક અને નિગોદમાં ચાલ્યો જશે. આ કામ આકરું બહુ, કઠણ છે પણ અશક્ય નથી. “હિં ઃિ ઘોરમારં સંસાર મોસંછળો” શુભક્રિયા ઠીક છે, અશુભ ક્રિયા અઠીક છે તે મિથ્યાત્વથી ઢંકાયેલો છે. તે ઘોર સંસારમાં ચારગતિના નરક અને નિગોદમાં જશે. અહીંયા તો ચોખ્ખી વાત છે. કહેવત છે ને કે “છાશ લેવા જાય અને દોણી સંતાડે.” એવી વાત છે. અમારે મામી હતા સંસારના તે ગૃહસ્થ હતા. તે ભેંસ રાખતા. હંમેશા છાસ લેવા જઈએ તો બ શેર–ચાર શેર છાશ આપે. ક્યારેક કોઈ મહેમાન આવ્યા હોય અને કઢી કરવી હોય તો દશ શેરનું કહીએ. મામી ! આજે મહેમાન છે તેથી બોધરણું ભરી દેવું પડશે. એમ આ માર્ગ વીતરાગનો છે તેને સંતાડવો શી રીતે ? શુભ કરતાં – કરતાં કંઈક લાભ થશે ધર્મનો ! (એમાં આ સત્ય વાત) માણસને આકરું પડે હો ! તેથી તો લોકો કહે છે ને કે એ અમારા દિગમ્બર નથી.
અરે... પેલા એક ભાઈએ તો લેખ લખ્યો છે. કમિટી ઉપર લેખ આવ્યો છે. સોનગઢની કમિટીને સહકાર ન આપવો. હે પ્રભુ! તને ન બેસે તો (વિરોધ ન કરજે) મારગ તો આ છે. મૃત્યુ વખતે કોઈ શરણ નથી હોં! તેં પુણ્ય કર્યા હશે તેવા પરમાણુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com