________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૬
૩૩૩ આનંદ છે, એ આત્માના આનંદનું વેદન અનુભવમાં ન આવ્યું તો સમ્યગ્દર્શન છે જ નહીં. એ સમ્યગ્દર્શન વિના નિશ્ચય ચારિત્ર કે વ્યવહાર ચારિત્ર એક્રેય હોતું નથી. એ કારણે “ઉત્તમ સંયમ ” એમ શબ્દ વાપર્યો છે. ક્ષમાદિ દરેક ધર્મમાં “ઉત્તમ ” શબ્દ લગાવ્યો છે. હેતુ તો આત્માના આનંદના સ્વાદનો છે.
જેને સમ્યગ્દર્શનમાં આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે. તેને ચારિત્ર નામ આનંદમાં રમણતા હોય છે. તે અતીન્દ્રિય આનંદમાં મશગુલ છે, તેને પ્રચુર સ્વસંવેદન આવે છે. તેને ચારિત્ર કહેવામાંઆવે છે. એ ચારિત્રવંતને વ્યવહારનો વિકલ્પપણ કેવો હોય છે? નિશ્ચયદર્શન અને ચારિત્રની સાથે કેવો વ્યવહાર હોય છે તે વાત કહે છે.
जो जीवरक्खणपरो गमणागमणादिसव्वकज्जेसु।
तणछेदं पि ण इच्छदि संजमधम्मो हवे तस्स।। મુનિરાજ પોતાના આનંદ સ્વરૂપમાં મશગુલ રહી શકતા નથી ત્યારે તેમને ઈર્યા, એષણા, ભાષા આદિ વ્યવહારમાં આવે છે. તેમના માટે બનાવેલો આહાર પણ તેઓ લેતા નથી. વ્યવહાર પણ આવો છે, નિશ્ચયમાં તો આહારનું મળવું છે જ નહીં. નિશ્ચય ધ્યાનમાં તો આનંદમાં મસ્ત રહેવું તે નિશ્ચયચારિત્ર છે. સમજમાં આવ્યું?
તળછેટું વિખરેએક તરણાના બે ટૂકડાં પણ ન કરે એવી યત્નપૂર્વકની જેની ક્રિયા છે. યતિ નામ સ્વરૂપમાં યત્ન કરે છે. તેને બહારમાં યત્નાનો વિકલ્પ (સહજ) હોય છે. કોઈપણ પ્રાણીનું અહિત થાય એવો ભાવ ન કરે. અને “મને મારિ સM ને” ગમન આગમન આદિ સર્વે કાર્યોમાં તે પ્રમાદનો ભાવ છોડીને તેને સંયમ હોય છે. ભાવાર્થ છે- “ઇન્દ્રિય મનનું વશીકરણ ” ઇન્દ્રિયનું વશીકરણ કરવાની વ્યાખ્યા સુક્ષ્મ છે. સમયસારની ૩૧ ગાથામાં આવે છે કે- “ને રૂન્દ્રિયમ જિતા' જે કોઈ આત્મા દ્રવ્ય ઇન્દ્રિય જડ, ભાવઇન્દ્રિય અર્થાત્ એક એક વિષયને જાણવાવાળો ક્ષયોપશમભાવ; અને તેના વિષયો અર્થાત્ ભગવાનની વાણી, આમ લીધું છે. ગઈકાલે કોઈએ કહ્યું હતું કે- “ન્દ્રિયમ નિશિતા' ઇન્દ્રિય જિણિતામાં આટલું બધું ક્યાંથી આવ્યું?
ઇન્દ્રિયોને જીતવી- પરંતુ બાપુ! તેનો અર્થ શું છે? જેમ આ પાંચ ઇન્દ્રિયો જડ છે. તેનું લક્ષ છોડવાનું છે, અને આ ભાર્વેન્દ્રિય જે એક-એક વિષયને ખંડખંડ જાણે છે તેનું લક્ષ પણ છોડવાનું છે. અને ભગવાન, ભગવાનની વાણી, સ્ત્રી – કુટુંબ – પરિવાર તેનું લક્ષ પણ છોડવાનું છે. આવો પાઠ છે. આવી વાત ૩૧ ગાથામાં છે. આવી વાત અત્યારે ચાલતી જ નથી. અત્યારે તો બહારના ક્રિયાકાંડ અને એ પણ સમ્યગ્દર્શન વિનાના! એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com