________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧/૬
૩૩૧ ભાવાર્થ આમ છે કે- જેટલી શુદ્ધતા હોય છે તેટલી જ મોક્ષનું કારણ છે. જ્યારે સર્વથા શુદ્ધતા થાય છે ત્યારે સકળકર્મક્ષયલક્ષણ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે.”
કહે છે? વસ્તુ જે શુદ્ધ ચૈતન્યધન પરમાત્મા આત્મા છે. પરમાત્મા સ્વરૂપે જ તે આત્મા છે. તો એમાંથી પર્યાયમાં પરમાત્મપણું એન્લાર્જ થાય છે. એ પરમાત્મ સ્વરૂપનું જેટલું ધ્યાન કરવાથી શુદ્ધતા ઉત્પન્ન થઈ એ બધી શુદ્ધતા મોક્ષનો માર્ગ છે. અને પૂર્ણ શુદ્ધતા થઈ તે મોક્ષ છે. સમજમાં આવ્યું?
શ્રોતા:- અંદરમાં વિશેષ સ્થિરતા થાય છે?
ઉત્તર:- સ્થિરતા એટલે અંદરમાં લીનતા. શુદ્ધમાં લીનતા. અશુદ્ધતા ઘટતી જાય છે અને શુદ્ધતા વધતી જાય છે. અશુદ્ધતાથી ધર્મ થાય છે તે દૃષ્ટિ તો છૂટી ગઈ છે. શુદ્ધતાથી ધર્મ થાય છે તેવી દૃષ્ટિ થઈ પરંતુ હજુ અશુદ્ધતા બાકી રહી ગઈ, જો અશુદ્ધતા બાકી ન હોય તો કેવળજ્ઞાન થઈ જાય.
જેટલી જેટલી શુદ્ધ સ્વરૂપમાં લીનતા થાય છે તેટલી અશુદ્ધતાનો નાશ થાય છે. પૂર્ણ શુદ્ધતા થાય તો આઠે કર્મનો નાશ થઈ જાય છે. આવી વાત છે. અરે! એકવાર આત્માની શ્રધ્ધા તો કરે. એકવાર જ્ઞાનમાં જમાવટ તો કરે! ભલે, પહેલાં વિકલ્પ સહિત કરે. માર્ગ તો આ છે એવો નિર્ણય તો કર નાથ ! અરે. બહારમાં કોઈ રક્ષક નથી ભાઈ ! રક્ષક અને શરણ તો આત્મા પોતે છે.
શરીરની વેદના અને પીડા મરણની ત્યાં પ્રભુ તને કોણ શરણ છે. પુણ્યના પરિણામ તો ગયા, અને સામે કર્મના પરમાણું બની ગયા. તે તો હવે રહ્યા નહીં. નવો બંધ રહ્યો નહીં ભગવાનને ણમો અરિહંતાણે એવો ભાવ તે પુણ્યતત્ત્વ-વિકલ્પ -રાગ છે. ભગવાન આત્મા રાગના વિકલ્પથી રહિત પ્રભુ છે. જેટલો શુદ્ધતાનો આશ્રય લીધો એટલી શુદ્ધતા પ્રઝટ થઈ.. તે મોક્ષનો માર્ગ છે. પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ જાય તો તે મોક્ષ.
શા કારણથી? “સવા જ્ઞાનસ્થ ભવન દ્રવ્યરૂમાવતિ” આ હાહા! ગજબ વાત કરે છે ને ! શું કહે છે? “સવા જ્ઞાનસ્થ ભવ દ્રવ્યમાવત્થાત” ત્રણે કાળે, (સવા) નામ ત્રણે કાળમાં જ્ઞાન ભવનમ્ આવું છે. જે શુદ્ધ ચેતના પરિણામરૂપ જ્ઞાનસ્ય ભવનમ્ એટલે આત્મા “જે શુદ્ધ ચૈતન્ય પરિણમનરૂપ
સ્વરૂપાચરણ-ચારિત્ર એ આત્મદ્રવ્યનું નિજ સ્વરૂપ છે.” “વાત' તેમ શબ્દ પડ્યો છે ને! એક દ્રવ્ય સ્વભાવ વાત આહાહા ! શું કહે છે? આ એક જીવદ્રવ્ય સ્વભાવ છે.
ત્રણે કાળમાં આવી જે શુદ્ધચેતના પરિણમનરૂપ – સ્વરૂપાચરણચારિત્ર તે આત્મદ્રવ્યનું નિજ સ્વરૂપ છે. સ્વરૂપ વીતરાગતારૂપ છે તેથી તેની પર્યાય વીતરાગતા સ્વરૂપે પ્રગટ થઈ. તે શુદ્ધ ચેતના પરિણામ સ્વરૂપ આચરણ અર્થાત્ ચારિત્ર છે. તે જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com