________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮
કલશામૃત ભાગ-૩ ઉત્પન્ન થાય છે તે મોક્ષમાર્ગ છે. હવે બાકી જે રાગ રહ્યો તેને ઉપચારથી – આરોપથીવ્યવહારે મોક્ષમાર્ગનો આરોપ આપવામાં આવે છે. દ્રવ્યસંગ્રહ તો પાઠશાળામાં ભણાવે છે પરંતુ અર્થના ઠેકાણાં ન મળે. છ ઢાળા પણ પાઠશાળામાં ભણાવે છે એમાં કહ્યું છે કે
લાખ બાત કી બાત યહી, નિશ્ચય ઉર લાઓ;
તોરિ સકલ જગ દંદ-ફંદ, નિત આતમ ધ્યાઓ. અમારા નવનીતભાઈને છ ઢાળા મોઢે કંઠસ્થ હતી. તેમને છ ઢાળાનો બહુ પ્રેમ હતો. પછી તેમણે તેના વ્યાખ્યાન ઉપરનું પુસ્તક છપાવી મફત આપ્યું.
અહીંયા કહે છે કે- શુદ્ધ સ્વરૂપ ચે. ત... ન... એ લાખ વાતની વાત છે. છોડી. જગતમાં દ્વન્દ્ર ફન્દ અર્થાત્ વિકલ્પનું ધ્યાન નામ દ્વતપણું છે તે પણ છોડી દે! અંતરમાં એક ભગવાન આત્માને ધ્યેય બનાવી દે! તારી ધ્યાનની પર્યાયમાં દ્રવ્ય સ્વભાવને ધ્યેય બનાવી નિજ આત્માનું ધ્યાન કર તે મોક્ષનો માર્ગ છે.
કાર્ય ભારે આકરું ભાઈ ! આમાં બીજું કાંઈ સાધન હશે કે નહીં? આ જ સાધન છે. વ્યવહાર રાગ સાધન અને નિશ્ચય સાધ્ય? રાગથી વીતરાગતા ઉત્પન્ન થાય છે?
જેમ સ્ત્રીને દેખીને કેવો પ્રેમ આવે કે- આ મારી અર્ધાગના છે, આ મારી ધૂળ છે તેમ પ્રેમ આવે છે. તેમ આત્મા પ્રત્યે પ્રેમ આવવો જોઈએ. એ શુભ અને અશુભનો રાગ નામ પ્રેમ છોડીને ત્રણ લોકનો નાથ જે સચ્ચિદાનંદ પ્રભુ આત્મા બિરાજે છે તે તરફનો ઝુકાવ આવવો જોઈએ. સંતો તો ત્યાં સુધી કહે છે કે પોતાના સ્વરૂપ તરફ ઝૂકતો નથી, અને શુભ-અશુભ રાગનો જેને પ્રેમ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. ઝીણી વાત છે પ્રભુ!
શ્વેતામ્બરમાં આનંદઘનજી થયા તેમણે થોડી વાત કહી છે. બાકી કાંઈ સત્ય છે, નહીં. શ્વેતામ્બર મત તો દિગમ્બરમાંથી બે હજાર વર્ષ પહેલાં નીકળ્યો હતો. આ તો આનંદઘનજીએ જરા થોડી આવી વાત ક્યાંક કરી છે.
અહીંયા કહે છે કે સ્વરૂપાચરણચારિત્ર અર્થાત્ સ્વરૂપમાં આચરણ રાગ-દાનનું આચરણ તે સ્વરૂપનું આચરણ નહીં, તે સ્વરૂપાચરણ નહીં, તે તો ઉપાધિનું આચરણ છે. અરે.... પ્રભુ! ભારે માર્ગ ભાઈ ! અરે.... અનંતકાળથી ચોરાશીના અવતારમાં રખડી પડયો છે. તેણે શુભભાવ અનંતવાર કર્યા છે.
અહીં એક વખત કહ્યું હતું કે અત્યાર સુધી નરકના જે અનંત ભવ કર્યો તેનાથી અસંખ્ય અનંતગુણા સ્વર્ગના કર્યા. ભગવાન પરમાત્માના-જિનેન્દ્રદેવના જ્ઞાનમાં આવ્યું છે કે મનુષ્યના ભવ કર્યા તેનાથી અસંખ્ય અનંતગુણા નરકના ભવ કર્યો. અને એ અસંખ્ય અનંતગુણાથી અસંખ્ય અનંતગુણા સ્વર્ગનાભવ કર્યા તો શું સ્વર્ગમાં કોઈ પાપ કરીને જાય છે? આવા દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા તો અનંતવાર કર્યા છે અને તેનાથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com