________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૬
૩૨૭ આવીને તેમણે આ શાસ્ત્રો બનાવ્યા છે. ભગવાનનો આ સંદેશો છે. પછી એક હજા૨ વર્ષ બાદ અમૃતચંદ્રાચાર્યે તેની ટીકા બનાવી. આ તો ભગવાનનો માર્ગ છે એમ કહે છે. ભાઈ !
શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, તેની પર્યાયમાં અનાદિથી અશુદ્ધતાનું પરિણમન છે. અશુદ્ધ શબ્દે પુણ્ય-પાપ બન્ને લઈ લેવા. જ્યારે આનંદકંદ પ્રભુ જ્ઞાયક આત્મા સ્વરૂપનું અંતરમાં ધ્યાન કરે છે, દ્રવ્ય સ્વભાવમાં જ્યાં એકાગ્ર થાય છે ત્યારે તેને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે. આવો ઉત્પાદ થાય છે ત્યારે કાલિમા અર્થાત્ અશુદ્ધતાનો વ્યય થાય છે.
ભગવાન ધ્રુવ સ્વરૂપનું ધ્યાન કરે છે તો ઉત્પાદવ્યયધ્રુવયુક્તમ્ સત્ત્નું ( જ્ઞાન થાય છે.) તત્ત્વાર્થ સૂત્રમાં આ સૂત્ર છે. ઉત્પાદ વ્યય તે પર્યાય છે અને ધ્રુવ ત્રિકાળ છે. હવે ઉત્પાદ– વ્યયની પર્યાયનું લક્ષ છોડીને જેણે વનું ધ્યાન લગાવ્યું તેને અંદરમાં શુદ્ધતાની ઉત્પત્તિ થાય છે. ધ્રુવના ધ્યાનમાં અશુદ્ધ ચેતનાનો વ્યય થયો, માર્ગ બહુ સૂક્ષ્મ છે બાપુ ! અત્યારે તો લોકોએ બહારની પ્રવૃત્તિમાં ધર્મ મનાવ્યો છે. આમ ને આમ જિંદગી ચાલી જાય છે. અનંતકાળે આવો મનુષ્યભવ મળવો મુશ્કેલ છે. એમાં આ વીત ૨ાગી ભાવની વાત ન જાણી, ન માની, ભવના અભાવની વાત ન જાણી તો મનુષ્યપણું વ્યર્થ છે. પછી તે દ્રવ્યલિંગી મુનિ હો અને અઠ્ઠાવીસ મૂળગુણ પાળતો હો પરંતુ આત્મજ્ઞાન વિના બધું વ્યર્થ છે.
શ્રોતા:- અત્યારે તો વ્યર્થ નહીં ને ?
ઉત્ત૨:- ના, વ્યર્થ નહીં ૨ખળવા માટે સફળ સંસા૨ છે. રાગ ને સંસાર કહ્યો છે. તેથી પાંચમહાવ્રત, પાંચ સમિતિ ગુપ્તિ એ પણ સંસાર છે. અ૨૨. ગજબ વાત છે, સાંભળ્યું પણ જાય નહીં. ભાઈ ! તને તારા સ્વભાવની ખબર નથી. ભગવાન તું અતીન્દ્રિય આનંદ અને નિર્વિકલ્પ સ્વભાવથી ભર્યો પડયો છે. તે ત૨ફની એકાગ્રતાથી શુદ્ધતાનીધર્મની ઉત્પત્તિ થાય છે. અને અશુદ્ધતા અધર્મનો નાશ થાય છે.
બહુ આકરું કામ આ. બહારમાં હો... . હા.... હો... હા મંદિર બંધાવ્યા, રથયાત્રા કાઢી, ગજરથ કાઢયા અને ધર્મ થઈ ગયો ? ધૂળમાંય ધર્મ નથી સાંભળને ભાઈ! તેં અનંતવાર આમ ને આમ જિંદગી ગુમાવી છે.
“શુદ્ધ સ્વરૂપમાત્ર શુદ્ધ ચેતનારૂપે જીવદ્રવ્ય પરિણમે છે, તેનું નામ સ્વરૂપાચરણચારિત્ર કહેવાય છે; આવો મોક્ષમાર્ગ છે. કાંઈક વિશેષ - તે શુદ્ધ પરિણમન જ્યાં સુધીમાં સર્વોત્કૃષ્ટ થાય છે ત્યાં સુધીના શુદ્ધપણાના અનંત ભેદ છે. હવે શુ કહે છે ? દ્રવ્યસંગ્રહમાં ૪૭ ગાથામાં આવ્યું છે.
k
ભગવાન નેમીચન્દ્ર સિદ્ધાંત ચક્રવર્તી એમ ફરમાવે છે કે– “ તુવિહં પિ મોāહેડં જ્ઞાળે પાપળવિ નં મુળી ળિયા ” નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગ તે ધ્યાનમાં પ્રાસ થાય છે. શુદ્ધ ચૈતન્યનું ધ્યાન જ્યાં અંદર લગાવ્યું ત્યારે જે વીતરાગી નિશ્ચય પરિણતિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com