________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૬
૩૨૫ ત્રિલોકનાથ વીતરાગ સર્વજ્ઞદેવની વાણીનો આ મર્મ છે કે- તારી ચીજ અંદરમાં વીતરાગ
સ્વરૂપે બિરાજમાન છે. વીતરાગતા પર્યાયમાં આવે છે તે ક્યાંથી આવે છે? આત્મા વીતરાગ સ્વરૂપ છે તેમાંથી આવે છે.
અહીંયા કહે છે કે- વીતરાગ સ્વરૂપ આત્મા તેનું વિકલ્પથી ચિંતવન કરવું – મનમાં – અંદરમાં ચિંતવન અર્થાત્ તેના વિચારમાં એકાગ્ર થવું તેને અનુભવ માને છે પરંતુ તે અનુભવ નથી, તે સમ્યગ્દર્શન નથી. સમજમાં આવ્યું? આવો માર્ગ છે અત્યારે તો લોકોને કઠણ પડે. બહારમાં તો હો હો.. હા.. હો ચાલે છે. વ્રત કરો ને અપવાસ કરો ને પૂજા ભક્તિ કરો ને બે પાંચ લાખ ખર્ચી ને મંદિર બંધાવો, ગજરથ કાઢો તે ધર્મ છે. અહીં કહે છે – ધૂળમાંય ધર્મ નથી... સાંભળને!
અહીંયા તો કહે છે – શુદ્ધ સ્વરૂપનું ચિંતવન તે પણ ધર્મ નથી. સમજમાં આવ્યું? અહીં ચિંતવન એટલે વિકલ્પ લેવો. વિકલ્પથી વૃત્તિ ઊઠે છે ને! હું શુદ્ધ છું, હું આવો છું..... આવો છું એવો વિકલ્પ છે પણ તે મોક્ષમાર્ગ નથી. તેવા વિકલ્પ કરવાથી બંધ થાય છે.
આહાહા ! પ્રભુ! તારું સ્વરૂપ તો જ્ઞાતા-દ્રષ્ટા છે ને નાથ ! જ્ઞાતાદેષ્ટા – જ્ઞાયકસ્વભાવ છે. જાણવું દેખવું આનંદમય તે તારો સ્વભાવ છે. આવા વિકલ્પમાં આવવું તે બંધનું કારણ છે. આહાહા ! પાંચ મહાવ્રત, પાંચ સમિતિ-ગુતિ એવો વ્યવહાર તે તો બંધનું કારણ જ છે. છ ઢાળામાં આવે છે..
“મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાયૌ,
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયો.” મુનિવ્રત લીધા, પાંચ મહાવ્રત ધારણ કર્યા, હજારો રાણીને છોડી દીધી, જામ્બુજીવ શરીરથી બ્રહ્મચર્ય વ્રત પાળ્યું. તો પણ એ ધર્મ નહીં. એ દુઃખ છે. પંચમહાવ્રતના પરિણામ, પાંચ – સમિતિ - ગુપ્તિના ભાવ તે બધું દુઃખ છે – રાગ છે – આસ્રવ છે તે બંધનું કારણ છે. ગજબ વાત છે ને! અજ્ઞાનીઓએ જગતને લૂંટી નાખ્યું છે. ઊંધી પ્રરૂપણા કરીને પોતે લૂંટાયો અને દુનિયાને લૂંટે છે. શું થાય!! બંધના કારણને ધર્મનું કારણ બતાવે છે. “એમ કરતાં બંધ થાય છે, કેમ કે એવું તો સ્વરૂપાચરણચારિત્ર નથી.” એ સ્વરૂપનું આચરણ નહીં, એ તો રાગનું આચરણ છે. કળશટીકા રાજમલજીની છે તેમાંથી બનારસીદાસજીએ સમયસાર નાટક બનાવ્યું છે, ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્ર બનાવ્યું છે એ તો પોતે સ્વતંત્ર બનાવ્યું છે. શાસ્ત્રોનું રહસ્ય સમજી બનાવ્યું છે. અને સમયસાર નાટક તો આ પુસ્તકમાંથી બનાવ્યું છે. પહેલાં તો કળશટીકા લૂંટારી ભાષામાં હતી. એ પુસ્તક અમારી પાસે હતું. પછી પં. ફૂલચંદજીએ ચાલતી હિન્દી ભાષામાં બનાવ્યું.
તો સ્વરૂપાચરણચારિત્ર કેવું છે? જેમ પાનું (સુવર્ણપત્ર તપાવવાથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com