________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર૪
કલામૃત ભાગ-૩ તો આડતિયા થઈને માર્ગની પ્રસિદ્ધિ કરી છે. માર્ગ તો આ છે નાથ ! દુનિયા બીજી રીતે મનાવે અને તેને માને તે રખડી મરશે.
અહીંયા તો કહે છે – શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવો તે વિકલ્પ છે. શુદ્ધ સ્વરૂપ જે ચૈતન્યમૂર્તિ–વીતરાગ પરમાનંદની મૂર્તિ પ્રભુ તેનો વિચાર, અહીંયા વિચાર એટલે વિકલ્પ લેવો છે. અથવા શુદ્ધસ્વરૂપને ચિંતવે પરમાનંદ પ્રભુ છે તેનું ચિંતવન કરે તે પણ વિકલ્પ છે – તે પણ રાગ છે.
અથવા એકાગ્રપણે મગ્ન થઈને અનુભવે” પણ એવું તો નથી. ઝીણી વાત છે પ્રભુ! હું શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક આનંદકંદ પ્રભુ એવો વિકલ્પ ઉઠાવી વિચાર કરે, તેનું ચિંતવન કરે અને તેમાં એકાગ્ર થઈને ધ્યાન કરે, તે રાગમાં એકાગ્ર છે. રાગ કહેતાં અશુભરાગ નહીં. શુભરાગમાં એકાગ્ર થાય તે શુદ્ધસ્વરૂપનું આચરણ નહીં.
શ્રોતા- રાગના અનુભવની વાત છે.
ઉત્તર:- હા, રાગના અનુભવની વાત છે. રાગમાં એકાગ્ર અર્થાત્ આત્માને લક્ષમાં લઈને જે વિકલ્પ ઊઠે છે તેમાં એકાગ્ર થાય છે તે રાગ છે.
અહીં તો ત્રણ બોલ લીધા છે. આત્માના શુદ્ધસ્વરૂપને વિચારે, ચિંતવે, એકાગ્રપણે મગ્ન થઈને રાગને અનુભવે; તેમ કરવાથી બંધ થાય છે. આ ધંધા-વેપાર કરવાથી તો પાપ બંધ થાય છે. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા કરવાનો ભાવ પણ બંધનું કારણ છે. આહાહા ! પ્રભુ વીતરાગ મારગ જુદો છે... નાથ !
અહીં તો કહે છે – શુદ્ધ સ્વરૂપ જ્ઞાયકપિંડ પ્રભુ તેનાં વિચાર નામ વિકલ્પમાં રોકાય જાય, ચિંતવન અર્થાત્ વિકલ્પ કરે અને રાગમાં એકાગ્રતા કરે અને એ રાગમાં રોકાય જાય તે બધો શુભભાવ છે. તે અશુભ રાગને છોડીને શુભરાગમાં એકાગ્ર થયો તે બધું સ્વરૂપાચરણ નહીં, તે ધર્મ નહીં.
આ તો હજાર વર્ષ પહેલાં અમૃતચંદ્રાચાર્ય થયા છે અને ૨000 વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત થયા. આ અભિપ્રાય તો અનંતકાળથી ચાલ્યો આવે છે. કળશ ૧૦૩ માં આવ્યું હતું કે, “અનાદિ પરંપરારૂપ એવો ઉપદેશ છે.” અનાદિથી સંતોનોમહામુનિઓનો, વીતરાગી દિગમ્બર સંતો અનાદિથી આવો ઉપદેશ કરતા આવ્યા છે.
અહીંયા તો પ્રભુ ત્રણલોકના નાથ! વીતરાગ જિનેન્દ્રદેવ જે રીતે ફરમાવે છે, એ રીતે દિગમ્બર-વીતરાગી સંતો ફરમાવે છે પ્રભુ! તું શુદ્ધ ચૈતન્યમૂર્તિ છો ને! નાટક સમયસારમાં આવે છે કે
“જિન સૌ હી આત્મા, અન્ય સોટી કર્મ;
યહી વચન સે સમઝ લે, જિન પ્રવચનકા મર્મ.” જિન સૌઠી આત્મા, અન્ય અર્થાત્ વિકલ્પ આદિ એ તો પર છે – કર્મ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com