________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૬
તારો વીતરાગ મારગ આવો છે.
,
અહીંયા તો જે શુદ્ધ વસ્તુ, પવિત્ર વસ્તુ ભગવાન આત્મા.... શાયકભાવ તે આનંદથી ભરેલો છે. આવા શુદ્ધ વસ્તુ સ્વરૂપની પર્યાયમાં ‘નિષ્પત્તિ’ નામ પ્રાપ્તિ થાય છે. ‘ સ્વરૂપ નિષ્પત્તિ ’ જે શુદ્ધ સ્વરૂપ છે તેની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે. વીતરાગી નિર્વિકલ્પ આનંદની પર્યાયમાં પ્રાપ્તિ તેનું નામ ભગવાનના પંથમાં ધર્મ કહેવામાં આવ્યો છે. ‘સ્વરૂપાચરણચારિત્ર (તત્ તત્ મોક્ષહેતુ:) તે જ, તે જ મોક્ષમાર્ગ છે; ભાષા જુઓ ! તે જ, તે જ મોક્ષમાર્ગ છે. તે જ – તે જ બે વા૨ શબ્દ લીધો છે. ૫૨માત્માનું પૂર્ણ શુદ્ધસ્વરૂપ જે આનંદકંદ છે તેની વીતરાગ દશાની પર્યાયમાં પ્રાપ્તિ થવી તે જ મોક્ષમાર્ગ છે. મૂળ પાઠમાં છે.
ર
99
૩૨૩
,,
આ દયા-દાન -વ્રત-પૂજા ભક્તિ –તપ અને અપવાસનો વિકલ્પ તે કાંઈ ધર્મ નથી; તે તો પુણ્યભાવ એ પુણ્યભાવ બંધનું કારણ છે. પ્રભુ ! તારો માર્ગ તો વીતરાગનો છે અને તે વીતરાગ સિવાય બીજે ક્યાંય છે નહીં. આહાહા ! મારગ બહુ સૂક્ષ્મ બાપુ ! આ પુણ્ય-પાપનો અધિકાર છે ને! એ પુણ્ય-પાપના વિકલ્પથી રહિત, શુદ્ધ સ્વરૂપની પવિત્ર પ્રાપ્તિ પર્યાયમાં થવી તે જ, તે જ મોક્ષમાર્ગ છે. આ દિગમ્બર સંત અમૃતચંદ્રાચાર્ય પોકાર કરે છે. સર્વજ્ઞ ૫૨મેશ્વ૨નો કહેલો માર્ગ જગત પાસે પ્રસિદ્ધ કરે છે. “ તે જ, તે જ મોક્ષમાર્ગ છે; આ વાતમાં સંદેહ નથી. ” ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે. તે પવિત્ર ઘનની – ચૈતન્યઘનની પર્યાયમાં પ્રાપ્તિ થવી વીતરાગ દશાની પ્રાપ્તિ થવી તે એક જ મોક્ષમાર્ગ છે. તે જ, તેને જ મોક્ષમાર્ગ છે તેમ નિઃસંદેહપણે જાણો. આહાહા ! બહુ ગંભી૨ વીતરાગનો માર્ગ. તેને અત્યારે વીંખી નાખ્યો. આહા ! અન્યમતને જૈનમત ઠરાવ્યો છે. રાગથી ધર્મ માનવો એ તો અન્યમત છે. દયા-દાન, વ્રત-તપ, પૂજા-ભક્તિ ભાવથી ધર્મ માનવો એ તો અન્યમત છે. રાગમત છે. તે રાગીનો અર્થાત્ અજ્ઞાનીનો ધર્મ છે.
แ
‘સ્વરૂપાચરણચારિત્ર ”, શુદ્ધ જ્ઞાનથન સ્વરૂપ તે સ્વરૂપમાં રમણતા તે ચારિત્ર છે. આહાહા ! પુણ્ય-પાપના પરિણામમાં રમણતા એ તો બંધનું કારણ છે. અહીં તો સ્વરૂપમાં રમણતારૂપ ચારિત્ર તે જ મોક્ષમાર્ગ છે, તેમાં સંદેહ નથી.
“ ભાવાર્થ આમ છે - કોઈ જાણશે કે સ્વરૂપાચરણચારિત્ર એવું કહેવાય છે કે આત્માના શુદ્ધ સ્વરૂપને વિચારે અથવા ચિંતવે અથવા એકાગ્રપણે મગ્ન થઈને અનુભવે.
,,
શું કહે છે ? શાંતિથી સાંભળો ! ભગવાન શાયકના સ્વરૂપનો વિચાર તે તો વિકલ્પ છે. શુદ્ધસ્વરૂપને વિચારે અથવા ચિંતવે કે “હું શુદ્ધ ચૈતન્ય છું, વીતરાગ સ્વરૂપ છું” એમ ચિંતવે તે પણ વિકલ્પ ને રાગ છે. આવી આકરી વાતો બહુ! સર્વજ્ઞના માર્ગને સંતોએ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com