________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર૬
કલશામૃત ભાગ-૩ સુવર્ણમાંથી કાલિમા જાય છે, સુવર્ણ શુદ્ધ થાય છે, તેમ જીવ દ્રવ્યને અનાદિથી અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણમન હતું તે જાય છે.”
સુવર્ણનું પાત્ર અગ્નિમાં ગરમ કરવાથી કાલિમાં જાય છે અને સુવર્ણ શુદ્ધ થાય છે. તેમ ભગવાન શુદ્ધ ચૈતન્ય દ્રવ્યને અનાદિથી પુણ્ય-પાપના અશુદ્ધ ચેતનારૂપ- રાગાદિરૂપ કર્મચેતના હતી. શુભાશુભ પરિણામ એ અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણમન છે.
શાસ્ત્ર વાંચે નહીં, સ્વાધ્યાય કરે નહીં, પોતાનો આગ્રહ છોડે નહીં અને પછી તેને આ વાત એવી કઠણ લાગે કે આ તો એકલી નિશ્ચયની ભાષા છે. વ્યવહારને માનતા નથી. અરે... સાંભળ તો ખરો પ્રભુ! રાગ છે તે વ્યવહારને માનતા નથી. અરે....... સાંભળ તો ખરો પ્રભુ! રાગ છે તે વ્યવહાર છે અને તેનાથી ધર્મ થતો નથી તેમ અમે માનીએ છીએ. સમજમાં આવ્યું? ધર્મીને પણ વ્યવહાર આવે છે... સમ્યક અનુભવીને પણ શુભભાવ આવે છે પણ તેને સાધક બંધનું કારણ જાણે છે. તારા જન્મ-મરણ ટાળવાના મારગડા જુદા નાથ ! ' અરે ! અનંતકાળથી ચોરાશી લાખ યોનિમાં અનંત – અનંત વાર ઉપજ્યો. અનંત અવતાર કરને સોયાં નીકળી ગયા. પ્રભુ! તે જોઈ નથી એ નરકની પીડાભાઈ એક ક્ષણની પીડા સાંભળી ન જાય એવી વેદના છે. મિથ્યાત્વને લઈને તું ત્યાં અનંતવાર જન્મ્યો છો. એ મિથ્યાત્વ એટલે પુણ્યથી ધર્મ થાય છે, તેમજ રાગાદિ–ક્રિયાકાંડથી ધર્મ થાય છે તેમ માનવું તે મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વના કારણે અનંતા જન્મ મરણ કર્યા.
અહીં કહે છે- શુદ્ધ સ્વરૂપ માત્ર, શુદ્ધ ચેતના રૂપે જીવદ્રવ્ય પરિણમે છે,” અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણમન હતું. પુણ્યના પરિણામ એ અશુદ્ધ ચેતના છે. તે રાગાદિના પરિણામ છે, તે તો અનાદિથી છે. દયા–દાન-વ્રત ભક્તિતો અનંતવાર કર્યા. દ્રવ્યલિંગી દિગમ્બર સાધુ થઈને અને (તેનાં ફળમાં) નવમી રૈવેયકમાં ગયો પરંતુ સમ્યગ્દર્શન વિના આત્મજ્ઞાન વિના સુખ ન મળ્યું. પંચ મહાવ્રત ક્રિયા કરીને શુક્લ લેશ્યા ધારણ કરીને નવમી રૈવેયક ગયો. શુક્લલેશ્યા બીજી ચીજ અને શુક્લધ્યાન તે બીજી ચીજ છે.
અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામ હતા તે જાય છે અને શુદ્ધ સ્વરૂપમાત્ર –શુદ્ધ ચેતનારૂપે જીવદ્રવ્ય પરિણમે છે. જેમ સુવર્ણને અગ્નિમાં નાખવાથી એ કાલિમાનો નાશ થાય છે તેમ ભગવાન આત્માના – શુદ્ધ ચૈતન્યના ધ્યાનમાં રાગાદિ કાલિમાનો નાશ થાય છે. આવો માર્ગ છે ભાઈ !
મહા વિદેહમાં વીતરાગ જિનેન્દ્ર ભગવંતો બિરાજે છે. તે જિનેન્દ્રદેવ પરમેશ્વર આમ ફરમાવે છે. ત્રિલોકનાથ કેવળજ્ઞાની સીમંધર ભગવાન બિરાજે છે. તેમની પાસે કુંદકુંદાચાર્ય ગયા હતા અને આઠ દિવસ રહ્યા હતા. એને બે હજાર વર્ષ થયા ત્યાંથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com