________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૩
૩૦૧ શુદ્ધ સ્વરૂપનો અનુભવ” ભાષા તો એટલી છે. “ જ્ઞાનમ” તેનો અર્થ(4) એટલે નિશ્ચય, (જ્ઞાનમ) એટલે જ્ઞાન. જ્ઞાન એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ. આહાહા! ભગવાન આત્મા સ્વભાવે જેવો શુદ્ધ અને પવિત્ર છે તેનો અનુભવ અને (પર્યાયમાં) પવિત્રતા આવવી શુદ્ધનો અનુભવ અને મોક્ષનો માર્ગ છે. નાટક સમયસારમાં આવે છે.
અનુભવ ચિંતામણી રતન અનુભવ છે રસકૂપ;
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ. અરે... પ્રભુ શું થાય ? તારી વિરતાનો પંથ, તારી મુક્તિનો પંથ કોઈ અલૌકિક છે.
અહીં કહે છે– “શિવહેતુ: વિહિત” શુદ્ધ સ્વરૂપ અનુભવ મોક્ષમાર્ગ છે, અનાદિ પરંપરારૂપ એવો ઉપદેશ છે.” અનાદિ પરંપરારૂપ આવો ઉપદેશ છે. અત્યાર સુધી ભાષણમાં બધા ગ૫ માર્યા. અંદરમાં ભાષણ મોટા કરે, તેને મોઢા આગળ બેસાડે. પછી ભાષણમાં મોટા કરે, તેને મોઢા આગળ બેસાડે.. પછી ભાષણમાં ગપેગ૫ મારતા હોય.
ત્રણલોકનો નાથ સર્વજ્ઞ, ગણધર અને સંતોએ શુદ્ધસ્વરૂપ પવિત્ર આનંદદળ છે. તેનો અનુભવ કરવાનું કહ્યું છે. અનાદિ પરંપરામાં તેને મોક્ષમાર્ગનો ઉપદેશ કહ્યો છે. લોકોને એમ લાગે કે- આ નવું કાઢયું છે, પરંતુ એવું નથી એમ કહે છે.
આહાહા ! પ્રભુ! તું કોઈ ચીજ છો કે નહીં? અને તારી ચીજ છે તો શું છે? તેરી ચીજમેં તો જ્ઞાન ને આનંદ ભર્યા છે. અને જ્ઞાનને આનંદનો અનુભવ કરવો, એ જ્ઞાન ને આનંદને અનુસરીને થવું તે મોક્ષમાર્ગ છે. નિમિત્તને અનુસરીને થવું તે તો પુણ્ય-પાપ ભાવ છે. આવો માર્ગ જિનેન્દ્રદેવ-ત્રિલોકનાથે પ્રકાશ્યો છે ૧૦૨ શ્લોકમાં એમ આવ્યું છે– ગણધરદેવે એમ કહ્યું છે.
અહીં કહે છે- અનાદિ પરંપરાથી એવો ઉપદેશ છે. આ મારગ અનાદિનો છે એમ કહે છે. તે એમ કહે છે કે- સોનગઢવાળાએ નવો કાઢયો છે. ક્યાંય છે નહીં એવો નવો માર્ગ કાઢયો છે; પોતાનો પંથ ચલાવવા કાઢયો છે. અરે... પ્રભુ! એમ નથી નાથ! પ્રભુ તને અંદર એમ લાગે પરંતુ તારી એવી કોઈ ચીજ છે નહીં. આ જે પુણ્યપાપ ચીજ છે તે તારી ચીજ છે કે નહીં? પુણ્યપાપ તો ક્ષણિક એક સમયની વિકૃત અવસ્થા છે અને તારી ચીજ તો ત્રિકાળ જ્ઞાન ને આનંદ સ્વભાવથી ભરપૂર-આખી ભરી છે. આહાહા ! એ જ્ઞાન સ્વભાવ અને આનંદસ્વભાવ તેનો અનુભવ એ “શિવ' અર્થાત્ મોક્ષનો હેતુ છે. અનાદિ પરંપરામાં આ ઉપદેશ ચાલ્યો આવ્યો છે. ગણધરો, તીર્થકરો, કેવળીઓ અને સંતો અનાદિથી આવો માર્ગ કહેતા આવ્યા છે.
પ્રશ્ન- ચિંતવન શું કરવું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com