________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦
કલશાકૃત ભાગ-૩ ચેતના લક્ષણ એવું છે.” પૂર્વે કહ્યું હતું ને; “જ્ઞાનાત્મા ભવનમ’ ચેતના લક્ષણ એવું ભવનમ ! “સ્વયં ભવનમ્” પોતાના જીવનું સત્ત્વ એ સ્વયં ભવનમ્ છે.
અહાહા; “પોતાના જીવનું સત્વ તે મોક્ષમાર્ગ છે.” પોતાના જીવનું સત્ત્વ અનુભૂતિ છે.” નિશ્ચયથી પ્રત્યક્ષપણે આસ્વાદ કરવામાં આવતું થયું” (વિદિતમ) મોક્ષમાર્ગ આહાહા! સર્વજ્ઞ જિનેન્દ્રદેવોએ કહ્યું છે કે-રાગ રહિત ભગવાન આત્માનું વેદન કરવું એ મોક્ષમાર્ગ છે.. એમ પરમાત્માએ ફરમાવ્યું છે. ૧૦૩ કળશમાં વિદિતું એ શબ્દ આવ્યો હતો. “જ્ઞાનમેવ વિદિતં શિવતુ:” અહીંયા છેલ્લા પદમાં પણ એ જ કહ્યું છે. “જ્ઞાનાત્મા તત્વ વિદિતમ” ભગવાન જ્ઞાનસ્વરૂપનો અનુભવ કરવો એ વિધિ કહી છે. અનુભૂતિને મોક્ષનો માર્ગ કહ્યો છે. બીજો કોઈ મોક્ષમાર્ગ છે જ નહીં. પ્રવચન નં. ૧૦૧
તા. ૨૧-૯-'૭૭ આ પ્રભુનો માર્ગ –વીતરાગનો પંથ કોઈ અલૌકિક છે ભાઈ ! અત્યારે તો સત્ય બોલવું તેને ધર્મ કહે છે. પરંતુ સત્ય બોલવું તે તો રાગ છે. પંચમહાવ્રતમાં સત્ય બોલવું તે શુભરાગ છે. પુણ્ય છે, તે ધર્મ નહીં. સત્યવાણી બોલવી તે તો જડની ક્રિયા છે; તે આત્માની ક્રિયા નહીં.
“जीणवयणमेव भासदि, तं पाले, असक्कमाणो वि।
વવદારેખ વિ નિયં, વરિ નો સવવા” આહાહા ! જે મુનિ ! જિન સૂત્ર અનુસાર વચન કહે, પોતાની કલ્પનાથી ન કહે અને તેમાં પણ આચાર આદિમાં જે કહ્યું છે. તેનું પાલન કરવામાં અસમર્થ હો તો પણ જૂઠું ન બોલે તે એમ ન કહે કે આમ પણ ચારિત્ર ચાલે છે અને આમ પણ ચાલે છે. તેના માટે ભોજન બનાવેલું હોય તે પણ લેવાય અને એ પણ માર્ગ છે તેમ કહેતા નથી.
ચોકા બનાવી અને મુનિ માટે આહાર બનાવે અને પછી આહાર દેવાવાળા બોલે કે- આહાર શુદ્ધ છે. તે મોટા શેઠ હતા, ત્યાં સાધુ આવે પછી આવું જૂઠું બોલે. આહાર બનાવે – મોસંબીનો રસ, કેરીનો રસ, ઉનું પાણી, પછી કહે – આહાર શુદ્ધ છે.
આ પક્ષીઓ છે તે પણ રાત્રે પાણી પીતા જ નથી પશુ-પંખીને રાત્રે પાણીનું બિંદુ પણ મળતું નથી. તો તેથી શું? એ દિવસના ખાય છે તો પણ પાપી છે. ઝીણી વાત છે ભગવાન ! આ તો જન્મ મરણ રહિત કેમ થવાય તેની વાત છે. આ વીતરાગનો મારગ છે. - જિનવચન પ્રમાણે સત્ય બોલે. તેને માટે આહારાદિ બન્યા હોય અને કોઈ લેતા હોય; તેને કહે કે અત્યારે આ કાળે આમ પણ થાય છે. એમ જૂઠું ન બોલે. આહારશુદ્ધ, વચન શુદ્ધ, મનશુદ્ધ. તેમ બોલે છે કે નહીં? તે તો જૂઠું છે. તેમના માટે પાણી બનાવ્યું, મોસંબી લાવ્યા અને આહાર શુદ્ધ ક્યાંથી આવ્યું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com