________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૩૧૮
કલશાકૃત ભાગ-૩ અનુકૂળ સાધન મળશે અને પછી ધર્મ થશે. અરે.. ! ધૂળમાંય ધર્મ નહીં થાય... સાંભળ ને હવે! ધર્મ તો તારી ચીજમાં ભર્યો પડયો સ્વભાવ છે. અને તેનો તું આસ્વાદ કરવાવાળો છો. એમ કેમ લીધું ? રાગનો આસ્વાદ તો તારો અનાદિનો છે. તે કોઈ તારી ચીજ નથી, તારી વસ્તુનું સત્ત્વ નહીં, તારી વસ્તુનો એ સ્વભાવ નથી. તારી ચીજ જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન તે ત૨ફનો આસ્વાદ કરવાવાળાને (શિવ) મોક્ષનો હેતુ કહ્યો છે. આવો મારગ છે.... બાપુ ! વાદ-વિવાદે પાર ન પડે. શાસ્ત્રમાં વ્યવહા૨ના લખાણ ઘણાં આવે પણ... બાપુ ! એ તો આખો સંસાર છે. જિનાગમમાં પણ નિમિત્તરૂપ વ્યવહા૨ કહ્યો છે પરંતુ તેનું ફળ તો સંસાર છે, તે શિવહેતુ નહીં.
'દ
ર
,,
“ મોક્ષનો માર્ગ છે. શા કારણથી ? ” પોતાના સ્વભાવનો સ્વાદ લેવો, અનુભવ કરવો તે મોક્ષનું કા૨ણ છે. શા કારણથી ? “ યત:સ્વયમ્ અપિ તત્ શિવ: કૃતિ કા૨ણ કે પોતે પણ મોક્ષરૂપ છે. ” ભાષા જુઓ ! સ્વભાવનું વેદન તે મોક્ષસ્વરૂપ છે. આહાહા ! દ્રવ્ય મોક્ષસ્વરૂપ છે અને તેનું વેદન જ મોક્ષસ્વરૂપ છે. આવી વાત છે.
આ શેઠિયાઓએ આમને આમ બધા વર્ષ ગાળ્યા !
આ વખતે નિવૃત્તિ લીધી થોડી.... શેઠ! એ તો અનાદિથી બધા જીવોએ એવું જ કર્યું છે. અને એ બહા૨ની વાત પ્રિય લાગે છે. બહારની પ્રવૃત્તિ અને એમાં ધર્મ માને. અરે! ભગવાન તારો સ્વભાવ છે તેમાં પ્રવૃત્તિ કરને! તને રાગથી નિવૃત્ત કરને ! આહાહા ! રાગથી નિવૃત્તિ અને સ્વરૂપમાં પ્રવૃત્તિ.
આહાહા ! એ મોક્ષસ્વરૂપ કેમ છે? કારણ કે જ્ઞાન સ્વભાવનો આસ્વાદ લેવો તે મોક્ષનો હેતુ–કા૨ણ શું! એ પોતે મોક્ષસ્વરૂપ છે. મોક્ષસ્વરૂપ છે તે મોક્ષનું કા૨ણ થશે. બંધસ્વરૂપ છે તે મોક્ષનું કા૨ણ કેવી રીતે થાય ? આ ( ખોટી ) તકરાર ને વાંધા ઉઠાવે છે.
પોતે પણ મોક્ષસ્વરૂપ છે. કોણ ? ભગવાન આત્મા મુક્ત અબદ્ધ-સ્વરૂપ છે. અબદ્ધ સ્વરૂપના આશ્રયે જે પરિણામ થાય છે તે મોક્ષનું કારણ છે. આહાહા ! કેમ કે મોક્ષસ્વરૂપ છે તેનો આશ્રય લીધો છે સ્વાદ લીધો છે. ભગવાન ત્રિકાળી અબદ્ધસ્વરૂપ-મોક્ષ સ્વરૂપ છે. તે કારણે આસ્વાદ મુક્તિનું કારણ છે. અને એ આસ્વાદ પોતે મોક્ષસ્વરૂપ છે.” અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ મોક્ષ સ્વરૂપ ” એ કહ્યું ને ! “ અનુભવ રત્નચિતાંમણી, અનુભવ હૈ રસકૂંપ ” . આનંદનો રસકૂપ છે. કૂંપ એટલે શીશો. આ કાચનો શીશો નથી હોતો – કૂંપ. અનુભવ હૈ રસકૂંપ, અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ. મોક્ષનો માર્ગ કહીને એને મોક્ષસ્વરૂપ કહ્યું.
,,
અરે.... એના ઘ૨માં શું ચીજ છે અને ઘ૨માં વસવાથી શું થાય છે ? ઘ૨માં વાસ્તુ લેવાથી આનંદ થાય છે... એમ કહે છે. ૫૨૫૨માં વાસ્તુ લેવાથી તને દુઃખ થશે પ્રભુ!
“ ભાવાર્થ આમ છે જીવનું સ્વરૂપ સદાકર્મથી મુક્ત છે; તેને અનુભવતાં મોક્ષ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com