________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૫
૩૧૯ થાય છે એમ ઘટે છે, વિરુદ્ધ તો નથી.” જીવનું જ્ઞાયક સ્વરૂપ સદાય કર્મથી અને રાગથી મુક્ત છે. તેને અનુભવતાં મોક્ષ થાય છે. મોક્ષસ્વરૂપ છે તેને અનુભવતાં મોક્ષ થાય છે. વાત આવી ગઈ બહુ સારી. આ પુણ્ય-પાપ અધિકાર, આમાં બહુ ગરબડ ચાલે છે. પ્રભુ ! ગરબડ તું કાઢી નાખને! હજુ તો તને એની શ્રદ્ધાના પણ ઠેકાણાં નથી, હજુ તો સત્ય શ્રદ્ધાના પક્ષમાંય નથી આવ્યો, હજુ સત્ય શ્રદ્ધાના સંસ્કારેય નથી. અરેરે! મુક્ત સ્વરૂપ ભગવાન તેનો અનુભવ તે મોક્ષનું કારણ છે. એને અનુભવતાં મોક્ષ થાય છે – એમ ઘટે છે, વિરુદ્ધ તો નથી.
અત: અન્યત્ વસ્ય હેતુ;” શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે, એ વિના જે કાંઈ છે શુભક્રિયારૂપ, અશુભક્રિયારૂપ અનેક પ્રકાર તે બંઘનો માર્ગ છે.” શુભરાગરૂપ કે અશુભ રાગરૂપ તે બધો બંધમાર્ગ છે. બંધ છે માટે બંધનો માર્ગ છે એમ કહ્યું શું કહે છે જુઓ આ બંધનો માર્ગ છે. “યતઃ સ્વયમ પિ વ: તિ” કારણ કે પોતે પણ બધોય બંધરૂપ છે. રાગ તે બંધસ્વરૂપ જ છે એ અબંધ સ્વરૂપ નથી. જેમ આત્મા મોક્ષસ્વરૂપ છે તો તેના આશ્રયે મોક્ષમાર્ગ ઉત્પન્ન થાય છે. એ તો બરોબર છે.
હવે રાગ અને દયા-દાન-વ્રતાદિ તે બંધસ્વરૂપ છે માટે બંધનું કારણ છે. જેમ (આત્મા) મોક્ષસ્વરૂપ છે તો મોક્ષનું કારણ છે તેમ (રાગાદિ) બંધસ્વરૂપ છે, માટે બંધનું કારણ છે. આવી વાત છે. લોકો ખોટી તકરાર કરે છે.
અનંત રત્નાકર ભગવાન આત્મા; તેમાં તો શુભભાવનો અભાવ છે. કારણ કે એ તો નિર્વિકલ્પ ચીજ છે. નિર્વિકલ્પ ચીજના આશ્રયે નિર્વિકલ્પતા પ્રગટ થાય છે. રાગ પોતે બંધસ્વરૂપ છે તેથી તેના આશ્રયથી બંધનું કારણ ઉત્પન્ન થાય છે. અર્થાત્ રાગ ઉત્પન્ન થાય છે.
કેટલાક તો ગાંડા પાગલ કહે હો; આ એક જ વાત માંડી છે. અરે... ભગવાન સાંભળ તો ખરો; પરમાત્મા પ્રકાશમાં તો કહ્યું છે કે-ધર્માત્માને દુનિયા પાગલ કહે છે અને ધર્માત્મા દુનિયાને પાગલ માને છે. કહો બાપુ. કહો;
બે વાત સિદ્ધ કરી. (૧) આત્મા શુદ્ધ સ્વરૂપ ચૈતન્યઘન છે અને તેનું વેદન કરવું તે મોક્ષમાર્ગ કેમ? કે વસ્તુ મોક્ષસ્વરૂપ છે, તો તેનું વેતન મોક્ષનું કારણ છે. (૨) દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાનો રાગ તે બંધસ્વરૂપ છે. એ બંધસ્વરૂપ છે તેથી બંધનો માર્ગ છે.
કારણ કે પોતે પણ બધોય બંધસ્વરૂપ છે.” પોતે પોતાથી જ જે રાગભાવદયા–દાન એ બંધસ્વરૂપ જ છે. ભગવાન મોક્ષસ્વરૂપ છે તો રાગ બંધસ્વરૂપ જ છે. આવી વાત કેટલાકે તો પહેલી સાંભળી હશે... એવી વાત છે. પ્રભુ
તત: તત જ્ઞાનાત્મ સ્વં ભવનમ વિહિતે દિ અનુભૂતિઃ તે કારણથી પૂર્વોક્ત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com