________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧/૫
૩૧૭ વચનામૃત વીતરાગના' ભાષા જોઈ ? વચનામૃત વીતરાગના પરમશાંત રસમૂળ. જેનાથી શાંતિ પ્રગટ થાય એવા છે વીતરાગના વચન-રાગ તો અશાંતિ છે. રાગના સંસ્કાર તો દુઃખ છે. અરે. લોકોને એકાંત લાગે છે પણ સમ્યક એકાન્ત છે અને તેમાં રાગના સંસ્કારનો અભાવ તે અનેકાન્ત છે. સમજમાં આવ્યું?
શ્રીમદ્જી પણ કહે છે ને! “અનેકાન્ત માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ (ઉપકારી) હિતકારી નથી.” અનેકાન્ત પણ એકાંતે નિજપાદની પ્રાતિ સિવાય અનેકાંત પણ બીજી રીતે હિતકારી નથી. પોતાના સમ્યક એકાન્ત આનંદ સ્વરૂમાં આવવું. અરે ! ભાવની તો હા પાડ પ્રભુ! હા પાડતાં તારી હાલત થઈ જશે. હા ની લત પાડતાં-પાડતાં હાલત થઈ જશે.
નિશ્ચયથી સ્થિર થઈને પ્રત્યક્ષપણે સ્વરૂપની આસ્વાદક કહી છે.” પ્રત્યક્ષરૂપથી સ્વરૂપનો આસ્વાદક કહ્યો છે. પ્રત્યક્ષરૂપથી સ્વરૂપનો આસ્વાદ કરવાવાળો કહ્યો છે. એમ કે પુણ્ય-પાપના ભાવ છૂટયા તો કાંઈ કરે છે કે નહીં? તેને આસ્વાદક કહ્યો છે. તેને આનંદનો આસ્વાદ કરવાવાળો કહ્યો છે. એક પંકિતમાં કેટલું ભર્યું છે. દિગમ્બર સંતોની વાણી તો જુઓ!
શ્રોતા- બ્રહ્માંડના ભાવ ભર્યા છે. ઉત્તર:- હે! ગ્રંથાધિરાજ સમયસાર તારામાં બ્રહ્માંડના ભાવો ભર્યા છે.
એ જ મોક્ષનો માર્ગ છે.” સ્વરૂપમાં એકાગ્ર થવું અને આનંદનો આસ્વાદ લેવો તે એક જ મોક્ષમાર્ગ છે. એ તો બધું ઠીક પણ એનું સાધન શું? એ જ સાધન છે. આત્મામાં સાધન નામનો ગુણ છે. કરણ નામનો આત્મામાં ગુણ છે. કરણશક્તિ આપણે આવી ગઈ. આત્મામાં કરણશક્તિ પડી છે. તે કરણ નામનો ગુણ છે તે જ સાધન છે. આહાહા! એકાન્ત થઈ જાય છે. એકાન્ત થઈ જાય છે. એમ લોકો રાડો પાડે છે. ભગવાન ! સમ્યક એકાન્ત થઈ જાય છે એમ કહે.
અરેરે....! આ શરીરની સ્થિતિ જુઓ! શરીરમાં રોગ થાય, પક્ષઘાત થાય. ૨૫૩૦ વર્ષની ઉંમરે પક્ષઘાત થઈ જાય છે. હાલી શકે નહીં, બોલી શકે નહીં નિરાધાર થઈ જાય. એમ અહીંયા પક્ષઘાત કરને! રાગના પક્ષનો ઘાત કરી દે ને! એક અંગ ખોટું થઈ જતાં તારું અંગ રહેશે.
(શિવશ્ય હેતુ:) મોક્ષનો માર્ગ છે. શિવ એટલે મોક્ષ. પરમ આનંદરૂપી મોક્ષ તેનો હેતુ છે. પ્રત્યક્ષરૂપથી સ્વરૂપનો આસ્વાદ કરવાવાળાને કહ્યું છે. હજુ વસ્તુની ખબર ન મળે, સાચું જ્ઞાન પણ ન મળે અને રખડવાના રહે. આહા ! પ્રભુ તારી ભવાબ્ધિ મોટો દરિયો છે. સમુદ્ર છે. ભ્રમણામાં તને રાગના સંસ્કારથી ધર્મ થશે? પછી (એમાંથી) સુખનું સાધન મળશે? એ લોકો અમે કહે છે – અત્યારે પુણ્ય થાય પછી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com