________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૫
૩૧૫ વાસ્તુ તે પણ વ્યભિચાર છે. ભગવાન એ તારી ચીજ નહીં તારું ઘર નહીં - તારો સ્વભાવ નહીં.
જ્ઞાનાત્મા ભવનમ” જ્ઞાનસ્વરૂપે થવું, રહેવું, પરિણમવું તે. અને જ્ઞાનસ્વરૂપ કહેતાં ત્રિકાળી જ્ઞાનસ્વરૂ૫. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તેમાં રહેવું તે ભવન થયું તે પરિણમન થયું. રાગમાં રહેવું તે વિકારનું પરિણમન થયું. અને જ્ઞાનાનંદ સ્વભાવમાં રહેવું તે નિર્વિકારી પરિણમન થયું. એ ઘરનું ઘર નીકળ્યું. પહેલી લીટીમાં “ભવનમ' એ શબ્દ છે. અને ચોથી લીટીમાં “ભવનમ' શબ્દ છે બે વખત “મવનમ' છે. ચોથી લીટી છે. “ભવનમનુભૂતિર્દિ હિતમ” કોઈ દિવસ સાંભળ્યું નથી. લોકોને બિચારાને મારી નાખ્યા છે.
શ્રીમદ્ કહે છે – લોકો આખો દિવસ પાપમાં રચ્યા પચ્યા રહે છે. સ્ત્રી-કૂટુંબપરિવાર-ભોગ-ખાવું-પીવું -ઉંઘવું અને એકાદ કલાક મળે તો જાય સાંભળવા તો તેનો કલાક કુગુરુ લૂંટી ભે. પુણ્યમાં ધર્મ મનાવીને તેની જિંદગી લૂંટી લ્ય છે. આહાહા! આ પુણ્ય-પાપનો અધિકાર છે ને! શુભ-અશુભ બન્ને ભાવ વિકલ્પ છે – દુઃખ છે, તે ક્રિયાના સંસ્કાર છે. તે આત્માના સંસ્કાર નહીં, એ આત્માની ક્રિયા નહીં, એ નિર્વિકલ્પ વસ્તુ નહીં. આહાહા ! આવી વસ્તુ છે બાપુ! અલૌકિક વાતો છે ભાઈ !
તું તો ભગવાન છો ને નાથ ! તારી લક્ષ્મીમાં તો જ્ઞાન ને આનંદ પડ્યા છે ને! એ તારી લક્ષ્મીમાં વાસ કરવો વાસ્તુ કરવું તે ધર્મ છે. શું કહ્યું? ધર્મી આત્મા, તેનો ધર્મ ચેતના અને આનંદ તે સ્વભાવમાં વાસ કરવો તે પર્યાય ધર્મ છે. શું કહ્યું એ? લોકોને તો એમ લાગે કે સોનગઢવાળાએ આમ કહ્યું. અરે. સાંભળ નાથ ! સોનગઢ એટલે સોનાનો ગઢ. સોનાને કાટ ન હોય પ્રભુ! સોનાને કાટ લાગે? કાટને તમારે શું કહે છે? જેમ સોનાને જંગ લાગે નહીં. તેમ ભગવાન આનંદસ્વરૂપ તેમાં રાગનો કાટ છે નહીં. એ. લોઢે કાટ હોય સોને કાટ ન હોય.
આહાહા ! જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા.. ભાષાતો જુઓ; “જ્ઞાનાત્મા ભવનમ ધ્રુવમ ગવનમ” આહાહા! ગજબ છે ને ! પ્રભુ તમે કેવા છો? જ્ઞાનસ્વરૂપ છો ને! પુણ્ય ને પાપભાવ તે કાંઈ જ્ઞાનસ્વરૂપ નથી; એ તો વિકૃતભાવ છે, સંયોગીભાવ છે, વ્યભિચાર ભાવ છે. એ તારે રહેવાનું રહેઠાણ-સ્થાન નથી.
પ્રભુ! તારું રહેવાનું રહેઠાણ-સ્થાન તો જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે. આહા! બહારની દોમ-દોમ, ચમક ચમક એ બધી બહારની મસાણની હાડકાંની ચમકો છે. આ શરીર સારાં-રૂપાળાં એ તો ધૂળ છે. કહે છે – અંદર પાપના પરિણામ દુઃખ છે અને પુણ્યના પરિણામ એ પણ દુઃખ છે. એ તારી ચમક ક્યાં છે? તારી ચૈતન્યની ચમક તો આનંદની લહેર છે ને ! અરે ! શું હજુ તો વસ્તુની ખબર ન મળે ને!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com