________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૪
કલશોમૃત ભાગ-૩ છે. મીઠી ભાષાથી કહે તો- આ મારા પતિદેવ છે. એવું સાંભળ્યું છે. પત્નિ કહે પતિદેવ છે. પતિ કહે– મારી પત્નિ -અર્ધાગના છે. અરે.... ભગવાન! તારી અર્ધાગના ક્યાંથી આવી? રાગમાં પણ તારું અડધું અંગ નથી આવતું તો પરમાં ક્યાંથી આવે !
(ભવનમ) તે સંસ્કૃત ટીકામાં છે. તેનો અર્થ કર્યો છે ગૃહ-સ્થાન. આત્માનું ભવન સ્થાન તો સ્વરૂપમાં અંદર છે. કહે છે- તારું ભવન ક્યાં છે? પં. દોલતરામજીની છઠુંઢાળામાં આવે છે કે- મોક્ષ મહેલની પ્રથમ સીઢી સમ્યગ્દર્શન પોતાનો ભગવાન આનંદ ને જ્ઞાનસ્વરૂપ તે પોતાનું ભવન છે. તે ભવનમાં રહેવું તે ધર્મની પહેલી સીઢી છે. આહાહા ! હજુ તો બહારના ક્રિયા-વ્રત કરે તો રાજી રાજી થઈ જાય.
અહીં તો કહે છે – જે કોઈ જ્ઞાનસ્વરૂપ “જ્ઞાનાત્મા” શબ્દ પડયો છે ને ! જ્ઞાનસ્વરૂપ એટલે ચેતના લક્ષણ, જ્ઞાનસ્વભાવ એવું નિજાર-નિજ વસ્તુ છે. તેને અહીં સત્ત્વસ્વરૂપ વસ્તુ કહી. નિજઘર-નિજધામ-નિજસ્થાન-રહેનારને રહેવાનું સ્થાન છે. તે નિર્જરા
અધિકારમાં આવે છે ને જેને રહેવું હોય તેને રહેનારનું સ્થાન ભગવાન આત્મા છે. રહેઠાણ અર્થાત્ સ્થાન. આહાહા ! આવી વાત તેને સાંભળવા ન મળે.
લોકોને એમ લાગે કે- આ વળી નવું હશે? એમ કહે છે – નવું નથી બાપુ ! ગઈકાલે આવ્યું હતું ને – અનાદિ પરંપરામાં આવો ઉપદેશ છે. શ્લોક ૧૦૩ માં કહ્યું કે- અનાદિ અનંત તીર્થકરો; અનંત તીર્થકરો થયા, વર્તમાન છે અને ભવિષ્યમાં અનંત થશે. અનંત કેવળી થયા અને થશે, અનંત મુનિ થયા અને થશે તે બધાનો આ ઉપદેશ છે કે પ્રભુ! તું તારા ઘરમાં જા; પરઘરમાં વ્યભિચારી થઈને ન રહે. શુભભાવમાં જવું તે તારો વ્યભિચાર છે. કેમ કે તે સંયોગીભાવ છે. તે સ્વભાવભાવ નહીં. આવું આકરું પડે; તેથી શાસ્ત્રની ભક્તિ ને પૂજા એ રાગ સંસ્કાર છે – વિકલ્પ છે – દુઃખ છે. એ તારું ઘર નહીં. ગજબ વાત છે!
ભગવાન તું તો આનંદ સ્વરૂપ છે ને! ચેતન ચેતના સ્વભાવથી ભર્યો છે ને! જ્ઞાનસ્વરૂપ એટલે એ ચેતન ચેતના સ્વભાવથી ભરપૂર ભર્યો છે ને ! ભગવાન તારું ઘર તો એ છે ને! આવી વાત હવે! લોકો ત્યાં શ્રીમદ્ભાં પણ કહે છે કે વાત તમારી સાચી પણ એનું સાધન શું? અરે ભગવાન! તેને એમ કે આ ભક્તિ કરવી છે. તે તો વિકલ્પની જાળ છે. પ્રભુ! તને ખબર નથી તારી ચીજ તો નિર્વિકલ્પ વીતરાગી પદાર્થ છે. એ નિર્વિકલ્પ પદાર્થમાં ભવનમ્ અર્થાત્ નિર્વિકલ્પપણે રહેવું, નિર્વિકલ્પ ઘરમાં સ્થાન નાખવું, નિર્વિકલ્પ ચીજમાં વસ્તુમાં વસવું. આ શું કહેવાય? વાસ્તુ. વસ્તુમાં વાસ્તુ કરવું. વાસ્તુ કહે છે ને? મકાનનું વાસ્તુ કરે....... અને પછી મોટા-મોટા માણસને બોલાવે, લાપસી કરે અને પતરવેલીયાના ભજીયા તે બધા તો પાપના વાસ્તુ છે. અહીં તો પુણ્યના પરિણામમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com