________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૩૧૨
કલશાકૃત ભાગ-૩ સંતોની કથની. શાંતિ પમાડે તેને સંત કહીએ. અમે તેના દાસાનુદાસ થઈને રહીએ. ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ ! આનંદનું ધામ, તેમાં અતીન્દ્રિય સુખનો આસ્વાદ લેવો તેનું નામ આત્મધર્મ છે. તેને આત્મજ્ઞાન, આત્મદર્શન અને આત્મસ્થિરતા કહે છે. આવી વાત છે. શ્રાવકના છ કર્તવ્ય હંમેશા કરે છે. દેવદર્શન, ગુરુસેવા, પૂજા, દાન એ રાગ છે... એમ કહે છે. એ બધી વિકલ્પની જાળ છે એમ કહે છે. ભગવાન અંદર નિર્વિકલ્પ ચિદાનંદની મૂર્તિ વીતરાગી આત્મા છે. અનાદિ અનંત વીતરાગ સ્વરૂપે બિરાજમાન ભગવાન તેનો સ્વાદ–આસ્વાદ લેતાં તેને રાગનો સ્વાદ છૂટી જાય છે.
અહીંયા તો કહે છે- અરે... પ્રભુ તું ભગવાન છો ને ! તારા ઘરમાં તો અતીન્દ્રિય આનંદ ઠસોઠસ ભર્યો છે ને ! અહીં કહે છે- જીવ વિકલ્પી છે અને તેનાથી તે દુ:ખી છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ગુપ્તિ વ્યવહાર તેને સરાગ ચારિત્ર કહે છે. અત્યારે સરાગ ચારિત્ર ક્યાં છે ? વીતરાગ વિના સરાગપણું ક્યાંથી ? તેઓ કહે છે- એ સ૨ાગ ચારિત્રથી વીતરાગ ચારિત્ર થાય છે એમ આવ્યું છે. એ દુઃખની દશાથી આનંદથી દશા પ્રગટ થાય છે ? નહીં, એને છોડીને થાય છે.
“ક્રિયા સંસ્કાર છૂટીને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં જીવ નિર્વિકલ્પ છે, તેથી સુખી છે.” શું કહ્યું, જુઓ! એ દયા-દાન-વ્રત-તપનાં વિકલ્પો તેના સંસ્કાર છૂટીને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં જ જીવ નિર્વિકલ્પ છે, તેથી સુખી છે. કેટલી સ્પષ્ટ વસ્તુ છે. હવે આમાંથી બધી ગરબડ કરે છે. અરે! ભગવાન તારી ચીજમાં ૫૨નું અવલંબન બિલકુલ નથી. તારી ચીજને જાણવામાં ૫૨ચીજનું–શુભરાગનું બિલકુલ આલંબન નથી તેનાથી નિશ્ચય ચારિત્ર થશે તેમ ત્રણકાળમાં નથી. વસ્તુ નિર્વિકલ્પ છે તેનાથી સુખી છે. જીવ તો ભગવાન નિર્વિકલ્પ સ્વરૂપ જ છે. તેનાથી સુખી છે.
પ્રશ્ન:- ક્રિયા સંસ્કાર એટલે શું?
ઉત્ત૨:- ક્રિયા સંસ્કાર એટલે રાગ. દયા ને દાન ને પૂજા ને વ્રતને ભક્તિ નામ સ્મરણ તે ક્રિયાના સંસ્કા૨-૨ાગના સંસ્કાર છે. આહાહા ! વીતરાગ ન હો ત્યાં સુધી ધર્મીને આવે છે... પરંતુ તે છે વિકલ્પ અને રાગ. આવો માર્ગ છે!
* * *
(શિખરિણી )
यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं शिवस्यायं हेतु: स्वयमपि यतस्तच्छिव इति । अतोऽन्यद्बन्धस्य स्वयमपि यतो बन्ध इति तत् ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम्।।६-१०५।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com