________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧)
કલામૃત ભાગ-૩ ઉત્તર:- ઈચ્છાનો, જૂઠનો લોભ, સહકુટુંબનો, પોતાના શરીરને ઉપભોગનો લોભ. વારંવાર સ્ત્રીને ભોગવવી, આહારને ભોગવવો.
આત્મા તો આનંદસ્વરૂપ ભગવાન છે. આનંદસ્વરૂપમાં નિવાસ કરવો અને પરપદાર્થમાંથી ઉપયોગ હઠાવવો તેનું નામ શૌચધર્મ છે. આ શબ્દો (સાદા ) છે બાપુ! પરંતુ ભાવ તો અલૌકિક છે. આ માર્ગને અનાદિથી સમજવામાં આવ્યો નથી.
મારી ચીજ તો આનંદસ્વરૂપ-સુખધામ છે. એ હવે ૧૦૫ કળશમાં આવશે. “કેવું છે જ્ઞાન “તવા દિgષાં જ્ઞાનં સ્વયં શર” શુભઅશુભભાવ એ શરણ નથી એ તો દુઃખરૂપ છે. દયા-દાન-વ્રત-નિયમ-શીલ-તપ તે બધું વિકલ્પ છે દુઃખરૂપ છે. “જે કાળે એવી પ્રતીતિ આવે છે કે અશુભક્રિયા મોક્ષમાર્ગ નથી, શુભક્રિયા પણ મોક્ષમાર્ગ નથી.” જ્યારે એ લોકો તો શુભ ઉપયોગને મોક્ષમાર્ગ કહે છે. અહીં કહે છે- શુભક્રિયા પણ મોક્ષમાર્ગ નથી. એ તો પુણ્ય છે, રાગ છે.
તે કાળે નિશ્ચયથી મુનિશ્વરોને જ્ઞાન અર્થાત્ શુદ્ધસ્વરૂપનો અનુભવ સહજ જ આલંબન છે.” વ્યાખ્યા કરી કે કોઈ આલંબન છે કે નહીં? પુણ્ય-પાપના ભાવ છૂટયા તો તેને આલંબન કોનું? શુભાશુભભાવનું આલંબન લઈને પરિણામ થાય છે તો એ તો છૂટી ગયું તો પછી ધર્મીને આલંબન કોનું? આહાહા! શબ્દ તો એવો લીધો છે કે- “જ્ઞાન સ્વયં શર” તેનો અર્થ એવો કર્યો કે- “શુદ્ધ સ્વરૂપનો અનુભવ સહજ જ આલંબન છે.” શુદ્ધસ્વરૂપનો અનુભવ સહજ જ.. આલંબન છે. એ શબ્દોમાં ઘણી ગંભીરતા છે.
પોતાના આનંદ સ્વરૂપનું સહજ જ આલંબન-આશ્રય છે. વ્રત અને ક્રિયાકાંડનો બધો વિકલ્પ દુઃખરૂપ છે... એમ કહે છે. તો શરણ શું? “જ્ઞાન સ્વયં શરણું” શુદ્ધસ્વરૂપનો અનુભવ, અતીન્દ્રિય આનંદના સ્વરૂપથી અનુસરીને થવું તેમાં સહજ સ્વરૂપ આલંબન છે. ભાષા જુદી અને ભાવ જુદા કહો!
શુદ્ધ સ્વરૂપનો અનુભવ તે સહજ જ છે. પાઠમાં આવા શબ્દો છે. આનંદસ્વરૂપ ભગવાન, જ્ઞાનસ્વરૂપ ભગવાન, નિત્યાનંદ પ્રભુ તેનો અનુભવ અર્થાત્ સ્વભાવનું આલંબન લઈને અનુભવ થયો, તેનું સ્વભાવિક જ શરણ છે. અર્થાત્ સહજ સ્વભાવ જ શરણ છે. સમજમાં આવ્યું?
કેવું છે જ્ઞાન? “જ્ઞાને પ્રતિવરિતમ” જે બાહ્યરૂપ પરિણમ્યું હતું તે જ પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમ્યું છે.” જે બાહ્યરૂપ પરિણમ્યું હતું એ જ શુભ અશુભ ભાવની વિકારની પરિણતિમાં પરિણમ્યું હતું. ભગવાન જ્ઞાનસ્વરૂપ તે જ પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમ્યું. જે જ્ઞાન પુણ્ય ને પાપની પરિણતિમાં રોકાતું હતું. પરિણમ્યું હતું તે હવે જ્ઞાન સ્વરૂપમાં પરિણમ્યું છે. પાઠમાં છે?
શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં કાંઈ વિશેષ પણ છે. તે કહે છે- “તે તત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com