________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૪
૩૦૯ ઉપદેશ કરવો તે અનંત સર્વજ્ઞનો અપરાધી છે. પુણ્યથી ધર્મ થાય છે તેમ લખ્યું છે. તેમ કહે છે. જ્યારે સંગ્રહમાં લખ્યું છે કે- ક્રિયા કરતાં કરતાં પરંપરાએ થશે તેવું માનનાર મૂઢ મહામિથ્યાદેષ્ટિ છે.
અહીં તોઅનાદિ પરંપરામાં તીર્થકરો, કેવળીઓ, ગણધરોએ કહેલો આ માર્ગ છે. અજ્ઞાની ને એમ લાગે કે- પુણની ક્રિયાનો નિષેધ કર્યો તો શરણ શું રહ્યું? તો કરવું શું? એ કરવું કે... અંદર સ્વરૂપમાં રમવું-જમવું તે કરવું. પ્રવચન નં. ૧૦૦
તા. ૨૦-૯-'૭૭ सम संतोसजलेणं य, जो धोवदि तिव्वलोहमलपुंजं।
मोयणगिद्धविहीणो, तरस सउच्चं हवे विमलं।। શૌચધર્મ-તૃષ્ણા, ભવિષ્યની ચાહના અને વર્તમાન પદાર્થોનો લોભ, તૂટી–તૃષા. તૃષા તેને કહીએ કે ભવિષ્યની ચાહના અને લોભ તેને કહીએ કે વર્તમાનમાં કોઈ પણ પદાર્થનો લોભ ભાવ. ભવિષ્યની ચાહનાનો પણ વર્તમાનમાં ત્યાગ ન હોય તો અંદર સ્વભાવમાં સંતોષ નહીં.
ભોજન ગૃધ્ધિમાં પણ ત્યાગ કરવો ઉપયોગમાં ગમતો નથી. તેની વ્યાખ્યા કરી છે. ચાહના (ઈચ્છા) તૃષ્ણા એ ત્રણને કંકણ સમાન જાણવા. તે તણખલા સમાન છે. તે બન્ને જડ પુગલની પર્યાય છે. લોભમાં સમાન ભાવ રાખવો અને સંતોષ-તૃપ્તિભાવ રાખવો.
પોતાના સ્વરૂપનું સુખ, પોતાના આનંદ સ્વરૂપમાં તૃપ્ત રહેવું તે શૌચધર્મ છે. પુણ્ય-પાપના વિકલ્પથી રહિત પોતાના આનંદ સ્વભાવમાં સંતોષથી રહેવું, સુખના સ્વાદમાં રહેવું તેનું નામ શૌચ-નિર્લોભ ધર્મ છે. ઊંચી વાત છે.
ભાવરૂપ જલથી તૃષ્ણા-આગામી મળવાની ચાહ,
લોભ-પ્રાપ્ત થયેલ દેવાદિક અતિ લિપ્ત રહેવું. તેના ત્યાગમાં અતિ ખેદ કરવો રૂપમળને ધોવાથી મન પવિત્ર થાય છે. તેમાં પણ તીવ્રતા-મંદ રહે છે. તેમાં પણ લાભ-અલાભ, સરસ-નિરસમાં ઉત્તમ શૌચધર્મમાં–તેમાં લોભના ચાર પ્રકાર છે. (૧) જીવિતનો લોભ (૨) આરોગ્ય રહેવાનો લોભ (૩) ઇન્દ્રિય બની રહેવાનો લોભ (૪) ઉપભોગનો લોભ. પદાર્થના ઉપભોગ કરવાનો લોભ એવા ચારે પ્રકારના લોભનો ત્યાગ. પોતાના સંબંધી સ્વજન મિત્ર આદિ બન્નેને ચાહવાથી તે આઠ ભેદરૂપ પ્રવૃત્તિ છે.
પોતાની અતીન્દ્રિય આનંદની શાંતિમાં રહેવું એ અતિ લોભ રહિત સંતોષપણાનું ધ્યાન છે. આવો કઠણ મારગ છે. આ શૌચધર્મ થયો.
પ્રશ્ન- શરીરથી રક્ષા કરવાનો લોભ !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com