________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કિલશ-૧O૪
૩૧૧ નિરતા: પરકમ અમૃત વિન્દન્તિ” વિધમાન જે સમ્યગ્દષ્ટિ મુનિશ્વર શુદ્ધ સ્વરૂપના અનુભવમાં મગ્ન છે તે.નિરતા: રતા-નિરતા! રત તો છે પરંતુ વિશેષ રત નામ મગ્ન છે. મુનિશ્ચરો વિશેષ નિમગ્ન છે. સમ્યગ્દષ્ટિ છે તે રતા: રત છે. જ્યારે મુનિતો નિરતા: વિશેષે રત છે. સમ્યગ્દષ્ટિ ચોથા ગુણસ્થાને પોતાના આનંદમાં રત છે. જ્યારે મુનિ તો “નિરતા:” વિશેષે લીન છે.-મગ્ન છે.
(૫૨મમ મમૃતં પિત્તિ) કર્તાકર્મ અધિકારમાં પહેલાં આવ્યું હતું ને હું બધ્ધ છું, અબધ્ધ છું, શુદ્ધ છું તેવો વિકલ્પ જ્યારે છૂટી જાય છે ત્યારે અમૃત પિબત્તિ. કર્તાકર્મમાં છેલ્લે આવ્યું હતું કે- શુભ-અશુભભાવનો આશ્રય છૂટે છે તો અંતર આનંદસ્વરૂપ ભગવાનનો આશ્રય લ્ય છે તે અતીન્દ્રિય આનંદમાં લીન છે. તે અતીન્દ્રિય આનંદમાં, અતીન્દ્રિય આનંદનું ભોજન કરે છે.
સર્વોત્કૃષ્ટ અતીન્દ્રિય સુખને આસ્વાદે છે.” જુઓ! વિન્દન્તિ આસ્વાદે છે. જે કાંઈ પુણ્યની ક્રિયામાં રાગનો આસ્વાદ હતો તે આસ્વાદ છૂટીને અતિન્દ્રિય આનંદના સ્વાદમાં લીન છે. સત્યમાર્ગ આવો છે. લોકોને નિશ્ચય-નિશ્ચય પરંતુ સત્ય જ આ છે.
એ કહ્યું ને! “પરમન અમૃત” સર્વોત્કૃષ્ટ અતીન્દ્રિય સુખને આસ્વાદે છે.” સમ્યગ્દર્શનમાં પણ આનંદનો સ્વાદ શુભાશુભ પરિણામથી રહિત હોય છે. અહીંયા તો મુનિની વાત છે. પંચમહાવ્રતના વિકલ્પ એ રાગ અને દુઃખ છે. તેનાથી હુઠીને જ્ઞાની જ્ઞાનાનંદ સ્વભાવમાં સર્વોત્કૃષ્ટ અતીન્દ્રિય સુખમાં લીન રહે છે. તેને આસ્વાદે છે. આવો મારગ છે. કોને મુનિ કહેવા અને કોને સમકિતી કહેવા તેની કાંઈ જ ખબર નહીં.
ભાવાર્થ આમ છે કે- શુભ-અશુભ ક્રિયામાં મગ્ન થતાં જીવ વિકલ્પી છે.” એ તો વિકલ્પી-રાગી પ્રાણી છે. શુભ-અશુભ ક્રિયામાં વિકલ્પી પ્રાણી છે એ તો દુઃખી છે. વિકલ્પ છે એ દુઃખ છે તેમ આવ્યું ને! છ ઢાળામાં આવે છે –
મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાય,
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયી.” પંચમહાવ્રતના પરિણામ એ શું છે? એ તો દુઃખ છે. “આત્મજ્ઞાન વિના લેશ સુખ ન પાયો.” ભગવાન આત્માનો અંતર આશ્રય લઈને જે અનુભવ થાય તેમાં સુખ છે. પંચમહાવ્રતાદિ પરિણામ તો દુઃખરૂપ છે. એ તો વિકલ્પની જાળ છે. આહાહા! શુભઅશુભ ક્રિયામાં મગ્ન થાય છે તે વિકલ્પી છે. તે બધું દુઃખ છે.
કહો શેઠ! આ તમારા પૈસાની તૃષ્ણામાં તો દુઃખ છે પરંતુ આ પંચમહાવ્રત પણ દુઃખ છે. તે રાગ છે ને ! દયા-દાન-વ્રત તપ- ભગવાનનું સ્મરણ, પંચપરમેષ્ઠીની ભક્તિ એ વિકલ્પની જાળ છે. આવી વાત આકરી પડે તેથી લોકો નિશ્ચયની છે તેમ કહી કાઢી નાખે. ભાઈ ! મારગ તો આ છે. હજુ આગળ કહેશે. -તારો મારગ શું છે. ગજબ છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com