________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૫
૩૧૩ ખંડાવય સહિત અર્થ-“યત્તત જ્ઞાનાત્મા ભવનમ ધ્રુવન્ગર્વનન્માતિ યં શિવશ્ય હેતુ:” (યત તત) જે કોઈ ( જ્ઞાનાત્મા) ચેતનાલક્ષણ એવી (મવનમ) સર્વસ્વરૂપ વસ્તુ (ઘુવમવન) નિશ્ચયથી સ્થિર થઈને (મતિ) પ્રત્યક્ષપણે સ્વરૂપની આસ્વાદક કહી છે (ય) એ જ (શિવશ્ય હેતુ:) મોક્ષનો માર્ગ છે. શા કારણથી? “યત: સ્વયમ પતત શિવ: તિ” (યત:) કારણ કે (સ્વયમ જિ) પોતે પણ (તત શિવ: તિ) મોક્ષરૂપ છે. ભાવાર્થ આમ છેજીવનું સ્વરૂપ સદા કર્મથી મુક્ત છે; તેને અનુભવતાં મોક્ષ થાય છે એમ ઘટે છે, વિરુદ્ધ તો નથી. “અત: સચેત વસ્ત્ર હેતુ:” (ત:) શુદ્ધસ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે, એ વિના (ન્યત) કાંઈ છે શુભ ક્રિયારૂપ, અશુભ ક્રિયારૂપ અનેક પ્રકાર (વ ચ હેતુ:) તે બધો બંધનો માર્ગ છે; “યત: સ્વયમ gિ : રુતિ” (ચંતઃ) કારણ કે (સ્વયમ મ9િ) પોતે પણ (વન્ય: તિ) બધોય બંધરૂપ છે. “તત: તત જ્ઞાનાત્મા સ્વં ભવનમ વિદિત દિ અનુભૂતિઃ” (તત:) તે કારણથી (તત્વ) પૂર્વોક્ત (જ્ઞાનાત્મા) ચેતનાલક્ષણ એવું છે (રૂં મવનમ) પોતાના જીવનું સત્વ તે (વિદિતમ) મોક્ષમાર્ગ છે, (હિ) નિશ્ચયથી (અનુભૂતિઃ) પ્રત્યક્ષપણે આસ્વાદ કરવામાં આવતું થયું. ૬-૧૦૫.
કલશ - ૧૦૫ : ઉપર પ્રવચન આહા ! ભગવાને તો અનુભવનો જ ઉપદેશ આપ્યો છે. મહાવ્રત અને રાગ કરવો તે ઉપદેશ દીધો જ નથી.
“ यत् एतत् ज्ञानात्मा भवनम् ध्रुवम् अचलम आभाति अयं शिवस्य हेतु:" બહુ ગંભીર ચીજ છે. પાઠમાં જુઓ! “જે કોઈ ચેતના લક્ષણ એવી સત્ય સ્વરૂપ વસ્તુ” ચેતના લક્ષણ સત્વસ્વરૂપ વસ્તુ તે પોતાનું ભવન છે- તે પોતાનું ઘર છે, પુણ્ય-પાપ તે પોતાનું ઘર નહીં. ચેતના લક્ષણ એવી “(ભવનમ)” તેને અહીંયા સત્ત્વ સ્વરૂપ વસ્તુ કીધી. અથવા સત્વસ્વરૂપનું પરિણમન તે ભવનમ્ એટલે એ “ચેતના લક્ષણ ભવનમ્” જેનું ચેતના સ્વરૂપ ઘર-સ્થાન છે. રાગાદિ બાહ્ય સ્થાન તે તો વ્યભિચાર છે. આ જ્ઞાનસ્વરૂપ-આનંદસ્વરૂપ એ તારું ઘર છે-ગૃહ છે-ભવન છેતે તારો મહેલ છે.
આ ચાલીશ....ચાલીશ લાખના મકાન ધૂળના છે. આ શેઠને છ-છ લાખના મકાન છે. ધૂળમાંય તારા ભવન નથી બાપુ! એ મકાન તો તારા ભવન નહીં પરંતુ રાગેય તારું ભવન નહીં. લોકો કહે છે ને અમારી ઘરવાળી. આ અમારે ઘરેથી છે... એમ હાથથી બતાવે છે. ત્યાં તારું ઘર ક્યાં આવ્યું? આહાહા ! પેલી બાઈ કહે- આ અમારો ઘરવાળો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com