________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૮
કલશામૃત ભાગ-૩ “આલંબન વિના શૂન્યમન એવા તો નથી.” શૂન્ય છે તો કાંઈ એવો શૂન્ય નથી. વિકલ્પ છોડી દ્યો અને શૂન્ય થઈ જાવ... શૂન્ય થઈ જાવ એમ રજનીશ કહે છે ને ! શૂન્ય થઈ જાઓ! પણ કેવી રીતે? આલંબન વિના? કઈ ચીજ છે કે–તેના લક્ષ્યથી શૂન્ય થઈ જાઓ?
અહીં એ વાત કહે છે.. “હજુ મુનય: સત્ય શRTI:”સંસાર-શરીર-ભોગથી વિરક્ત થઈ ધારણ કર્યું છે યતિપણું જેમણે તેઓ આલંબન વિના શૂન્યમન એવા તો નથી. કેવા છે? “તવા દિ ણાં જ્ઞાનં સ્વયં શર” જ્ઞાન એટલે આત્મા, શુદ્ધ ચૈતન્યધન છે એ ધમને શરણ છે. | મંગલાચરણમાં આવે છે ને “વતાર મં િનમ” ચારમંગળ, ચારઉત્તમ, ચાર શરણ. એ શરણ નહીં, આ આત્મા શરણ છે. અરિહંતશરણમ્, સિદ્ધાશરણમ્ એ તો વ્યવહાર છે.
ભાષા જુઓ! “જે કાળે એવી પ્રતીતિ આવે છે કે અશુભદિયા મોક્ષમાર્ગ નથી, શુભક્રિયા પણ મોક્ષમાર્ગ નથી, તે કાળે નિશ્ચયથી મુનિશ્વરોને [ જ્ઞાનં સ્વયં શર] જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વરૂપનો અનુભવ સહજ જ આલંબન છે.” સ્વયંનો અર્થ સહજ કર્યો, અર્થાત્ સ્વયં ભગવાન શરણ છે. એ રાગ કંઈ પણ શરણ છે અને તેનાથી ગયા છે અંદર (આત્મામાં); વ્યવહાર- રત્નત્રય કંઈક કર્યા તો અંદરમાં ગયા તેમ બિલકુલ નથી એમ કહે છે. સ્વયં શરણ-સહજ શરણે. પોતાનું નિજ સ્વરૂપ આનંદ છે તે જ સ્વયં શરણ છે. આવો મારગ હવે! એક તો વેપાર ધંધામાંથી નવરો ન થાય અને નવરો થયો તો દયા-દાનની ક્રિયામાં ઘુસી ગયો. એનો એ વેપાર પાપનો રહ્યો. પેલો વેપાર પાપનો હતો અને આ પુણ્યનો પરંતુ ખરેખર તો બને ધંધા એક જ છે.
“નિશ્ચયથી મુનિશ્વરોને જ્ઞાન અર્થાત શુદ્ધ સ્વરૂપનો અનુભવ સહજ જ આલંબન છે.” અંતરમાં દૃષ્ટિ લગાવવી તેને ભગવાન આલંબનરૂપ છે. નિર્મળવીતરાગી પરિણતિને આલબન દ્રવ્યનું છે. દુનિયા ગમે તે કહો પરંતુ માર્ગ તો આ છે. બરાબર પર્યુષણના કાળમાં આ ગાથાઓ આવી. આ તો સાદી ભાષા છે. બપોરના જરા ઝીણી વાત છે. એ પણ ગુણ અને ગુણી શું ચીજ છે તે બતાવે છે. રાગ તો ભિન્ન છે.
અહીં કહે છે- “મુનિશ્વરોને તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ સહજ જ આલંબન છે.” આત્મા આનંદસ્વરૂપ છે તેનું આલંબન છે એમ કહે છે. મુનિશ્વરની નિર્મળ વીતરાગી દશાને ત્રિકાળી આનંદનો નાથ ભગવાન શરણ છે– આલંબન છે. પરંતુ વ્યવહારના આલંબને નિશ્ચયનું આલંબન થતું નથી. એ વ્યવહારનું લક્ષ છોડી, વીતરાગી પર્યાયને આત્માનું આલંબન છે. આવો માર્ગ છે!
વીતરાગ ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ અનાદિ પરંપરામાં આ ઉપદેશને છોડી બીજો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com