________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૩૦૬
કલશામૃત ભાગ-૩ ઉ૫૨થી ખાય છે ઘાસનાં મૂળિયાં મૂળિયાં સાજા રહે તેમ. જેમ ગધેડો ઘાસને મૂળથી ઉખેડી નાખે છે તેમ જ્ઞાની મૂળ ઉખેડી નાખે છે. વ્રત ને નિયમની ક્રિયાને મૂળમાંથી છેદ કરી નાખે છે. છે પાઠમાં શબ્દ ‘આમૂલ ’! આમૂલ એટલે મૂળમાંથી સમસ્ત પ્રકારના વ્રતને, શીલને, નિયમને, ઉપવાસ આદિ ‘ આમૂલાગ્ર ’ મૂળમાંથી ઉખેડીને ફેંકી દે છે. કેમ કે તે બંધનું કા૨ણ છે.
(આત્માની ) શ્રદ્ધા તો કર પ્રભુ ! એની શ્રદ્ધાતો કર ! સ્વ સન્મુખ થવામાં અમૃતની ધારા વહે છે અને ૫૨સન્મુખતામાં તો દુઃખની ધારા વહે છે. અનંત કેવળીઓએ જે શુભ ભાવનો નિષેધ કર્યો, તો તેને શ૨ણ કોણ ? તેને ચિદાનંદ ભગવાન શ૨ણ છે, તેમાંથી અમૃત પીવે છે. અનુભવ છે, ધર્મ છે. આનંદ અમૃતનો અનુભવ શુદ્ધોપયોગમાં થાય છે તે જ ધર્મ છે. આહાહા ! લોકોને બિચારાને ( ધર્મ ) સાધારણ લાગે. આ મૂળમાં-અનાદિ પરંપરામાં ભગવાનનો આ ઉપદેશ છે. આ નવો ઉપદેશ ક્યાંથી કાઢયો ?
પ્રભુ! એક બાજુ આખો ભગવાન બિરાજે છે અને પૂરા-પૂર્ણાનંદની લક્ષ્મી જે જ્ઞાન, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા, ઈશ્વરતાની શક્તિનો પિંડ મોટો છે નેઃ હવે વ્યવહાર વિકલ્પોનો તો નિષેધ કર્યો તો ધર્મ માટે જીવને સ્વરૂપનું શરણ છે. સ્વરૂપનું આલંબન છે, સ્વરૂપ ધ્યેય છે. રાગનું ધ્યેય હતું તે તો મિથ્યાર્દષ્ટિને હતું. સમ્યગ્દષ્ટિને તો આનંદકંદ પ્રભુ છે તે ધ્યેય (દૃષ્ટિ ) માં આવી ગયો છે. આવી વાત છે.
આમૂલ-મૂલ જુઓ ! પાઠમાં ‘ સર્વસ્મિન્’ છે ને ! મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધું. પછી તે છ માસના અપવાસ હો તેવી શુભક્રિયા અખંડ બાલ બ્રહ્મચારી હો! એમ જ બ્રહ્મચારી હો તેવી શુભક્રિયાને મૂળમાંથી ઉખેડી દીધી. એ ક્રિયા રાગ છે અને રાગ આત્માનો સ્વભાવ નથી.
66
સર્વસ્મિન ” નો અર્થ કર્યો છે– સંપૂર્ણપણે, સર્વથા છોડી દીધું. ‘ આમૂલ ’ અર્થાત્ મૂળમાંથી ઉખેડી દીધું. જ્યાંથી શુભ વિકલ્પ ઊઠે છે તેને મૂળમાંથી ઉખેડી દીધું. કે એ ધર્મ નથી. આરે આવી વાત! વળી પાછા તે કહે- તમે માનો નહીં પણ વ્યવહા૨ે તો કરો ખરાને ! સંતો કહે છે વ્યવહાર આવે છે પણ તે તૈયબુદ્ધિએ આવે છે. સાંભળ તો ખરો !
અહીં તો ભગવાન આનંદનો નાથ પ્રભુ સાંભળ તો ખરો ! છે? અંદર અતીન્દ્રિય આનંદનો મોટો ગંજ પડયો છે. અંદર આનંદનો નાથ છે તેને અંદરમાં જોને! અંતરમાં જાને તને અંદર અવલંબન મળશે. તને પ્રભુનો આધાર મળશે. તારી વીતરાગી અનુભવ દશામાં તને ભગવાનનો આધાર મળશે. સમજમાં આવ્યું ? આ વાત એકાંત લાગે. તેને સોનગઢનું એકાંત છે. એકાંત છે તેમ લાગે. અમે વ્રત તપ એ બધું કરીએ છીએને ! ધૂળેય નથી તારા વ્રત-તપ, સાંભળને ! નવમી ત્રૈવેયક ગયો ત્યારે જે વ્રત કર્યા એવા વ્રત તો અત્યારે છે પણ નહીં. દયા-દાન-પુણ્યના સાધારણ ભાવ છે. અહીંયા તો કહે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com