________________
૩/૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧O૪ (નિરતા) લીન થઈ અમૃતને પીવે છે. આનંદઘનજીમાં પદ આવે છે કે
ગગન મંડળમેં ગૌ આ વિઠાણી, વસુધા દૂધ જમાયા, સુણો, સુણો રે ભાઈ ! વલોણું વલોવે કોઈ,
જો તત્ત્વ અમૃત કોઈ પાઈ..... અબધુ, સો જોગી રે ગુરુ મેરા.”
ગગન મંડળમેં ગૌઆ વિહાણી” આકાશેથી ભગવાનની દિવ્યધ્વનિ નીકળી. “વસુધા દૂધ જમાયા”, એ વાણી જગતના પ્રાણીને કાને ગઈ. આહાહા!
ગગન મંડળમેં અધબીચ કુવા, વહાં હૈ અમી કા વાસા. સુગુરા હોય સો ભર ભર પીએ, નગુરા જાવે પ્યાસા,
અબધુ સો જોગી રે ગુરુ મેરા. જિનપદકા કરે રે નિવેડા, અબધુ સો જોગી રે ગુરુ મેરા.” “ગગન મંડળમેં અધબીચ કૂવા”, અંદરમાં અમૃતનો કુવો પડ્યો છે, ત્યાં અમીનો વાસ છે. ત્યાં ભગવાનમાં અમૃતનો વાસ છે, પરંતુ “સુગુરા હોય સો ભર ભર પીએ.” જેને સદ્ગુરુ મળ્યા તે કહે છે –તારા આનંદનો અનુભવ કર. આ શુભાશુભ ભાવને છોડી દે! શ્વેતામ્બરમાં આનંદઘનજી થઈ ગયા તે કહે છે.
માખણ થા સો વિરલા રે પાયા” અર્થાત્ પુણ્ય-પાપના ભાવથી રહિત ભગવાન આનંદના નાથ માખણનો અનુભવ વિરલા પાયા. “છાશે જગત ભરમાયા.” છાશ એટલે મઢી આ દયા દાન-વ્રતની ક્રિયામાં ભ્રમણામાં ભરમાઈ ગયા અજ્ઞાનીઓ, તો તેમને છાશ મળી-મઠ્ઠી મળ્યા શેઠ! આવી વાત છે. એરેરે! સાંભળવા મળે નહીં ને !
અહીં એ જ વાત કહે છે. “અહીં કોઈ પ્રશ્ન કરે છે કે- શુભક્રિયા તથા અશુભ ક્રિયા સર્વ નિષિદ્ધ કરી, તો મુનિશ્વર કોને અવલંબે છે?” (મુનિઓને) અવલંબન કોનું છે? જે અવલંબન કરવા લાયક હતા તેનો તો તમે નિષેધ કરી દીધો. દુકાન-ધંધામકાન-બાયડી–બધું છોડીને વ્રત કરે છે, તપ કરે છે, શીલ કરે છે, તપશ્ચર્યા કરે છે. તેનો તો તમે નિષેધ કરો છો કે એ તો શુભક્રિયા છે. અને તે બંધનું કારણ છે. તો તેને હવે ત્યાં અવલંબન શું રહ્યું? બહાર પ્રવૃત્તિ કરવામાં માંડ શુભભાવ આવતો હતો તેનો તો તમે નિષેધ કરો છો તો પ્રભુ! તેમને અવલંબન શું રહ્યું?
તેનું આમ નામ સમાધાન કરવામાં આવે છે – “સર્વસ્મિત સુતરિતે * નિષિદ્ધ” આમૂલાગ્ર”શું કહે છે? મૂળમાંથી; વ્રતાદિની ક્રિયા બંધનું કારણ છે. તેને ઉખેડી દીધી–તેનો નિષેધ કરી દીધો. ગધેડો હોય છે ને તે ઘાસ ખાય છે તો મૂળને ઉખેડીને ખાય છે ઘાસ ફરીને ઉગે નહીં તેમ ખાય છે. ગાય ખાય છે તે ગોચરને ઉપર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com