________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪
કલશામૃત ભાગ-૩ (જ્ઞાનં સ્વયં શરVi) જ્ઞાન અર્થાત્ શુદ્ધસ્વરૂપનો અનુભવ સહજ જ આલંબન છે. કેવું છે જ્ઞાન? “જ્ઞાને પ્રતિવરિતમ” જે બાહ્યરૂપ પરિણમ્યું હતું તે જ પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમ્યું છે. શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં કાંઈ વિશેષ પણ છે. તે કહે છે- “તે તત્ર નિરતા: પરમવિન્દન્તિ” (તે) વિધમાન જે સમ્યગ્દષ્ટિ મુનીશ્વર (તત્ર) શુદ્ધસ્વરૂપના અનુભવમાં (નિરતા:) મગ્ન છે તે (પરમમમૃત) સર્વોત્કૃષ્ટ અતીન્દ્રિય સુખને (વિન્દ્રન્સિ) આસ્વાદે છે. ભાવાર્થ આમ છે કે શુભઅશુભ ક્રિયામાં મગ્ન થતાં જીવ વિકલ્પી છે, તેથી દુઃખી છે; ક્રિયા સંસ્કાર છૂટીને શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જીવ નિર્વિકલ્પ છે, તેથી સુખી છે. પ-૧૦૪.
કલશ - ૧૦૪: ઉપર પ્રવચન પ્રભુ! આપ તો શુભ અને અશુભ બધી ક્રિયાઓનો નિષેધ કરો છો ને? તો અમારે શું કરવું? અમારે જે કાંઈ કરવા લાયક છે, જે કાંઈ ભાસે છે તેને તો તમે બંધનું કારણ કહો છો. તો પછી અમારે કરવું શું? મુનિઓને કરવું શું? કરવા લાયક ક્રિયાનો તો આપ નિષેધ કરો છો? શિષ્ય આમ પૂછે છે.
નિષેકે સર્વમિન સુ99તયુરિતે વળિ વિન” અહીં શુભ અશુભભાવનો સંપૂર્ણ નિષેધ કર્યો છે. “પ્રવૃત્તેિ નૈ ન ઉg મુન: સત્યશROT:” મુનિઓ તો રાગ રહિત અંદરમાં આનંદની ક્રિયામાં રમે છે. તે મુનિ અશરણ નથી, તેમને તો અંદર આનંદનું શરણ છે. અંદર જ્ઞાનનું શરણ છે. પુણ્ય પાપને છોડીને આનંદમાં રમે છે તેને આત્માનું અવલંબન છે તેને આત્માનું શરણ છે. આહાહા!
તવા જ્ઞાને જ્ઞાન” જ્ઞાન સ્વરૂપ આત્મા છે. તેમાં જ્ઞાનની પ્રધાનતાથી કથન છે. પરંતુ જ્ઞાન સ્વરૂપ (ની સાથે) આનંદસ્વરૂપ, શાંતસ્વરૂપ, પ્રભુ સ્વરૂપ (ની સાથે) આનંદસ્વરૂપ, શાંતસ્વરૂપ, પ્રભુસ્વરૂપ, ઈશ્વરસ્વરૂપ છે. “તના જ્ઞાને જ્ઞાન પ્રતિવરિતમેષ દિ શર” મુનિઓ તો અતીન્દ્રિય આનંદનો અનુભવ કરે છે. તે પુણ્ય-પાપના બોજથી-વિકલ્પથી હઠી જાય છે. આખો મહાસાગર ભગવાન અંદર બિરાજે છે. તેનું તેને શરણ છે. તેને આનંદના નાથનું શરણ છે.
“જ્ઞાને જ્ઞાનં વરિત” વસ્તુ સ્વભાવમાં સ્વભાવ એકાકાર થાય છે. પુણ્ય-દયાદાન તો વિભાવ છે તેનું શરણ નથી. પુણ્યનો નિષેધ છે તો તેને આલંબન શું? ભગવાન ચિદાનંદ ધુવ સ્વરૂપ તેનું શરણ છે. તેમાં રમે છે, તેમાં અનુભવ કરે છે તો “પરમમમૃત તત્ર નિરતા:”મુનિઓ તો અમૃતમાં લીન છે. પોતાના આનંદ-અમૃત સાગરમાં લીન છે સમજમાં આવ્યું?
જેમ અજ્ઞાનમાં પુણ્ય પરિણામમાં લીન હતા તેમ પોતાના જ્ઞાન સ્વભાવમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com