________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૨
કલશામૃત ભાગ-૩ ઉત્તર- ચિંતવન શું કરવું! અંદર અનુભવ કરવો. પહેલાં હજુ વિકલ્પથી નિર્ણય કરવો. વિકલ્પથી પહેલાં નિર્ણય કરવો કે- આ અંતરમાં અનુભવ તે જ મોક્ષમાર્ગ છે.... આવો વિકલ્પ કરવો પછી તે વિકલ્પ છોડી અનુભવ કરવો. પહેલાં વિકલ્પથી નિશ્ચય કરવો. શુભ અશુભભાવ બંધનું કારણ છે. મારી ચીજ અર્થાત્ તેનો અનુભવ મોક્ષનું કારણ છે. આવું સ્વલક્ષ કરવું, વિકલ્પથી નિર્ણય કરવો. હજુ તો વિકલ્પના પણ ઠેકાણાં નહીં તે નિર્ણય કરી અંતરમાં કેવી રીતે જઈ શકે? મારગ આવો છે ભાઈ !
જુઓને શબ્દ કેવો લખ્યો ! (વિદિતં) અનાદિ પરંપરારૂપ એવો ઉપદેશ છે. વિહિત” નો અર્થ કર્યો છે કે અનાદિ અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અનંત સંતો, મુનિઓ, અનંત સમકિતીઓ, અનંત પંચમ ગુણસ્થાનવાળા શ્રાવકોએ અનાદિ પરંપરામાં આ ઉપદેશ કહ્યો છે. સમજમાં આવ્યું? “વિહિત, આ વિધાન કહ્યું છે ને! આચાર્યોએ કરુણા કરીને આ વિધિ બતાવી છે. ભાઈ ! તું આત્મા છો ને પ્રભુ ! તારામાં પુણ્ય-પાપના વિકલ્પોનો તો અભાવ છે ને નાથ ! અને તારામાં સદ્ભાવ છે તો જ્ઞાન ને આનંદનો છે. વિભાવનો અભાવ છે.
એ આપણે “ભાવ” શક્તિમાં આવી ગયું છે. ૪૭ શક્તિમાં “ભાવશક્તિ” આવી ગઈ. “ભાવ” શક્તિને કારણે નિર્મળ પર્યાય વિદ્યમાન હોય જ છે, મલિનતા હોતી નથી. ભાવશક્તિ, અભાવશક્તિ આવી ગયું ને! ભાવઅભાવ, અભાવભાવ, ભાવભાવ શક્તિ છે પ્રભુ! તારામાં એક ભાવ નામની શક્તિ- ગુણ એવો છે કે- જે ગુણના કારણે નિર્મળપર્યાયની વિદ્યમાનતા હોય જ છે. વ્યવહારથી નિર્મળપર્યાય વિદ્યમાન હોય છે કે પૂર્વની પર્યાયથી નિર્મળપર્યાયની હૈયાતિ હોય છે તેમ નથી, આવું કથન અને આવી શૈલી દિગમ્બર સંતો સિવાય બીજે ક્યાંય છે નહીં. બધે ગરબડ કરી નાખી છે. “વિહિત” અનંતતીર્થકરો, અનંતકેવળીઓ, અનંતસંતો, અનંતમુનિઓએ આ ઉપદેશ કર્યો છે. તને સાંભળવામાં ન આવ્યો માટે વસ્તુ બદલી જાય!
અહીં “શિવ” શબ્દ છે ને? શિવ એટલે મોક્ષ. નમુસ્કુણું સામાયિક પાઠમાં “શિવ મલય મય” એમ આવે છે. શ્વેતામ્બરમાં આવે છે અને આપણા દિગમ્બરમાં પણ આવે છે. દિગમ્બરમાં બહુ પ્રચલિત નથી. અરિહંતાણે, ભગવંતાણે, આઈગરાણ, તીથ્થયારણ એમ કરતાં છેક “શિવમલય મયમw,અનંત મજ્જા” શ્વેતામ્બરમાં બહુ ચાલે. આપણે સામાયિકનો પાઠ છે પરંતુ બહુ પ્રચલિત નથી.
નમુત્થણું-નમોડસ્તુ અરિહંતાણે, ભગવંતાણે આઈગરાણે, તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં પુરિસુત્તમાર્ણ પુરિસીહાણે, પુરિવર-પુંડરિયાણું” પછી છેલ્લે શિવમલય મય” તેમ શબ્દ છે. “શિવ” એટલે મોક્ષ સ્વરૂપ “શિવ અચલ”. હે.. નાથ! આપ તો શિવસ્વરૂપ છો અચલ છો. આપ તો સ્વરૂપથી ન ચળો તેવા અચલ છો ને નાથ !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com