________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO
કલામૃત ભાગ-૩ ૩ર સૂત્રના જાણનારા સાધુ અર્જિકાને ભણાવે. પછી કહે હા. પછી જામનગર તો સાંભળે અને પછી બીજે ગામ ગયા ત્યાં સાંભળવા આવ્યા ત્યાં બરોબર સાંભળે, બાપુ! મારગ તો આવો છે ભાઈ ! અત્યારે તો આખી વાત સત્યની રૂંધાઈ ગઈ છે.
કોઈ મિથ્યાષ્ટિ જીવ શુભ ક્રિયાને મોક્ષમાર્ગ જાણીને પ્રશ્ન કરે છે તેનો નિષેધ કર્યો;” તેનો તો નિષેધ કર્યો. “એવો ભાવ સ્થાપિત કર્યો કે મોક્ષમાર્ગ કોઈ કર્મ નથી.” કર્મ એટલે પુષ્ય ને પાપ આદિ ભાવકર્મ છે. તો મોક્ષમાર્ગ તે કોઈ કર્મ નથી. આહાહા ! અત્યારે રાડ નાખે છે શુભભાવ મોક્ષનો માર્ગ છે. શુભોપયોગ મોક્ષનો માર્ગ છે. ચેલેન્જ કરું છું અરે.. ભાઈ !
પ્રભુ ( તું શું કહે છે?) કોઈ ઠેકાણે નિમિત્તની પ્રધાનતા) થી એવું કહ્યું હોય, પરંતુ તે બંધનું કારણ છે, તેનું મોક્ષમાર્ગમાં નિરૂપણ કરવું- કથન કરવું છે પરંતુ તે માર્ગ નથી. નિરૂપણ બે પ્રકારના ચાલે છે. (૧) નિશ્ચય મોક્ષમાર્ગ (૨) વ્યવહાર મોક્ષમાર્ગ
જ્યાં નિશ્ચયનું ભાન છે ત્યાં રાગ આવે છે તો તેને આરોપથી વ્યવહાર મોક્ષમાર્ગ કહે છે. મોક્ષમાર્ગ છે નહીં અને તેને કહેવું તેનું નામ વ્યવહાર છે. હવે આવું લખાણ મોઢા આગળ મૂકે. જુઓ ! જુઓ!
અરે ! જન્મ મરણથી રહિત ભગવાન આત્મા આનંદકંદ છે પ્રભુ ! પોતાના જ્ઞાન સ્વભાવને સ્પર્શયા વિના મુક્તિ થતી નથી. પોતાનું જ્ઞાનસ્વરૂપ જ ચિહ્મ છે જ્ઞાનસ્વભાવ છે. એ જ્ઞાન સ્વભાવમાં દૃષ્ટિ કર્યા વિના મોક્ષનો માર્ગ ઉત્પન્ન થતો નથી. વસ્તુ આખી પડી છે ને ! આ દયા-દાન વ્રતાદિના વિકલ્પ તો ક્ષણિક વિભાવ છે. અને ભગવાન તો જ્ઞાનસ્વરૂપી આનંદકંદ, સચ્ચિદાનંદ છે. વાત બહુ આકરી ભાઈ શું થાય ? એક બાજુ આતમરામ અને એક બાજુ ગામ. અર્થાત્ પુણ્ય-પાપના ભાવ.
આવા પુણ્યભાવ તો નિગોદમાં પણ થાય છે. લીમડાનું પાંદડુ છે ને! તેનાં એક પાંદડામાં અસંખ્ય તો જીવ છે. એક આટલા પાંદડામાં અસંખ્ય જીવ છે તેમાં એકેએક જીવને ક્ષણે શુભ અશુભ, શુભ કે અશુભ થાય જ છે. તેને કર્મધારા ચાલે છે. ત્યાં અસંખ્ય જીવનો ગંજ પડયો છે. લસણ, બટાટા, ડુંગળીની એક કટકીમાં તો અસંખ્ય શરીર છે અને એક શરીરમાં અનંતજીવ છે. અને દરેક જીવને ક્ષણે શુભ અને ક્ષણે અશુભ ચાલે જ છે. આ કોઈ નવી ચીજ નથી.
અહીં કહે છે- ( દ્રવ્યલિંગી) મુનિ થઈને પંચમહાવ્રત પાળે તો એ તો શુભભાવ છે, એ કોઈ ધર્મ નથી અને ધર્મનું કારણ પણ નથી. “મોક્ષમાર્ગ કોઈ કર્મ નથી” તો શું છે?
gવ જ્ઞાનમ શિવત: વિદિત”વ એટલે નિશ્ચય. શુભાશુભ ભાવથી રહિત ભગવાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તેનો અનુભવ છે એ આનંદની દશા, જ્ઞાનની દશા, શ્રદ્ધાની દશા, શાંતિની દશા તે અનુભવ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com