________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૩
૨૯૯ “વિષય-કષાય-અસંયમ ઇત્યાદિ ક્રિયા” ઉપર શુભની ક્રિયા લીધી. હવે વિષયકષાય-અસંયમ ઇત્યાદિ અશુભની ક્રિયા. “તેને એક સરખી દ્રષ્ટિથી બંધનું કારણ કહે છે.” એક જ પ્રકારે બંધનું કારણ છે. તેમાં જરાય-કોઈ ફેર નથી. સમજમાં આવ્યું? શું કહે છે- જે કાંઈ વ્રત-નિયમ-શીલ અને વિષય કષાય તે બન્ને એક સરખાં બંધના કારણ છે, બન્નેમાં કિર્ચિત ફેર નથી. “(વિશેષાત) એક સરખી દેષ્ટિથી બંધનું કારણ કહે છે.” “અવિશેષાત” તેમ છે ને? તે બન્નેમાં કોઈ ભેદ નહીં– વિશેષ નહીં બન્ને બંધના કારણ છે. (વશ્વ સાધનમ્ શત્તિ) ગણધર દેવો, તીર્થકર સર્વજ્ઞ પરમેશ્વરે. શુભ અશુભ ક્રિયાને એક જ પ્રકારે બંધનું કારણ કહેલ છે.
[ભાવાર્થ આમ છે કે- જેવી રીતે જીવને અશુભ ક્રિયા કરતાં બંધ થાય છે,” આ રળવાનાકમાવાના વિષય-કષાયના એ બધા ભાવ બંધનું કારણ છે, તેમ શુભક્રિયા કરતા થકા જીવને બંધ થાય છે. “બંધનમાં તો વિશેષ કાંઈ નથી ] બંધનમાં તો જરા પણ ફેર નથી. શુભજોગ વ્રતનો, નિયમનો, તપનો ઉપવાસનો અને વિષય-કષાયના પરિણામ બન્ને દૃષ્ટિથી એક સરખા બંધનું કારણ છે. બન્નેમાં, જરાપણ કિચિંત્માત્ર બંધના કારણમાં ફેર નથી. આવું છે કામ!
તેન તત સર્વમ પિ પ્રતિષિદ્ધ” તે કારણથી”, કયા કારણથી? શુભભાવ અને અશુભભાવ એક દૃષ્ટિથી બંધનું જ કારણ છે. બન્નેની દૃષ્ટિ એક જ છે. બન્નેમાં જરા પણ ફેર નથી. “તે કારણથી (તત) કર્મ શુભરૂપ અથવા અશુભરૂપ નિષિદ્ધ કર્યું અર્થાત્ કોઈ મિથ્યાષ્ટિ જીવ શુભક્રિયાને મોક્ષમાર્ગ જાણીને પક્ષ કરે છે તેનો નિષેધ કર્યો!! દેશસેવા, વૈયાવૃત-ગુરુની સેવા આદિભાવ શુભભાવ છે. અને તે બંધનું કારણ છે. કેટલાક એમ કહે છે કે- દેશસેવામાં તો કલ્યાણ થશે. શહીદ થાય છે ધૂળેય કલ્યાણ નથી, એ બધાય ભાવ શુભ છે. શ્વેતામ્બરમાં તો ક્યાં ઠેકાણાં છે? એમાં તો ઠાણાંગમાં પંચમહાવ્રતને નિર્જરાના સ્થાન ગયાં છે. આવી વાતું છે શું થાય ! (શ્વેતામ્બરમાં) સત્ય વાત છે જ નહીં.
જામનગરના વીરજીભાઈના પિતાજી તો ૩ર સૂત્રના જાણનારા હતા, બહુ જાણે બત્રીસ સૂત્ર. સાધુઆગમ બધાને વંચાવે. અમે જ્યાં આમ કહ્યું ત્યાં ખળભળાટ થઈ ગયો. ૮૨ની સાલની વાત છે. કેટલાં વર્ષ થયાં? ૫૧ વર્ષ પહેલાં ખળભળાટ થયો. અરે.. આ શું કહે છે? પછી તારાચંદભાઈ ખાનગીમાં આવ્યા અને કહે- આ લોકો (કેમ માનશે?) શું કરીએ તમે કહો? લોકો માને કે ન માને વસ્તુ તો આવી જ છે. તમારે ત્યાંથી જ્ઞાનસાગર છપાયેલું છે તેમાં આ ચાર પ્રકાર છે.
ચાર પ્રકારે શુભ નામકર્મ બંધાય છે. મનમાં શુભ ભાવ, સરળતા, કષાયની મંદતા એ બધું પુણ્યબંધનું કારણ છે, તેમાં ધર્મ નહીં. તારાચંદભાઈ આમ નરમ માણસ. તેઓ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com