________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧OO
૨૭૧ સર્વ જીવો પરમાત્મ સ્વરૂપ, ભગવંત સ્વરૂપ છે. કોઈ પ્રાણી પ્રત્યે રાગદ્વેષ થાય છે એ રાગદ્વેષ તેનું સ્વરૂપ નહીં. પોતાનું એક સ્વરૂપ નથી તો તેને પણ ચૈતન્ય સ્વરૂપ આનંદ કંદ છે તેમ દેખે છે. તો કોની ઉપર ઢષ કરવો?
ભગવાન આત્મા ચિદાનંદ સ્વરૂપે.. જ્ઞાયક સ્વરૂપે બિરાજમાન છે. બધા આત્માઓ ભગવત્ સ્વરૂપે છે. પર્યાયમાં એક સમયની ભૂલ છે. તે તો એક સમયની ભૂલ છે. નિગોદથી લઈને અનંતપ્રાણીઓ મિથ્યાષ્ટિ છે તે એક સેકન્ડના અસંખ્ય ભાગમાં એક સમયની ભૂલ છે. બાકી તો આખી ચીજ ભગવાન છે. ભગવાનદાસજી! અહીં તો ભગવાન કહે છે.
શ્રોતા- એક સમયની ભૂલ બાકીનો ભગવાન! ઉત્તર- એક સમયની ભૂલ તેમાં ચોરાશીના અવતાર થયા.
એક સમયની ભૂલ તેવી પર્યાયની પાછળ ભગવત્ સ્વરૂપ પરમાત્મા બિરાજે છે તેમાં ભૂલનો તો અભાવ છે અને પર્યાયનો અભાવ છે. ભૂલનો તો અભાવ પરંતુ વર્તમાન જે પર્યાય છે જ્ઞાનાદિની ક્ષયોપશમ અવસ્થા તેનો પણ તેમાં અભાવ છે. આવી ચીજને શ્રદ્ધા જ્ઞાનમાં લઈને (પરિણમવું તે ક્ષમા છે.)
અહીં તો એમ કહે છે કે પ્રતિકૂળતા આવે તો જરા વૈષ થઈ જાય. પછી તેને જીતવો તે પરિષહ નહીં. પરિષહની વ્યાખ્યા તો-પ્રતિકૂળતાના કાળમાં આનંદની પર્યાય ઉત્પન્ન કરવી તે ક્ષમા છે પ્રતિકૂળતાનો વિકલ્પ આવ્યો અને તેને જીતવો તે પરિષહની વ્યાખ્યા જ નથી. પરિ નામ સમસ્ત પ્રકારે સહન કરવાનો અર્થ જ્ઞાતાદેખાપણે જાણવું. પરમાત્મા ભગવત્ સ્વરૂપ છે તો કોણ રાગી છે? કોણ દ્વેષી છે? આવી દષ્ટિ કરવી. અને આવી દૃષ્ટિ સહિત શાંતિ ક્ષમા કરવી તે ઉત્તમ ક્ષમા છે. લ્યો! આ પહેલો દિવસ થયો હવે આ ગાથા લઈ લઈએ.
कोहेण जो ण तप्पदि सुरणरतिरिएहिं कीरमाणे वि।
उवसग्गे वि रउद्दे तस्स खमा णिम्मला होदि।। જો મુનિ દેવ, મનુષ્ય, તિર્યંચ ને અચેતન આદિથી રૌદ્ર ભયાનક ઘોર ઉપસર્ગ કરવા છતાં પણ તપ્તાયમાન નથી થતો.
બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં
એ. વંદે ચક્રી તથાપિ ન મળે માન જો.” ચક્રવર્તી છ ખંડનો ધણી, છ– હજાર રાણીનો ધણી સાહેબો એ વંદન કરે તો પણ જેને માન ન મળે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com