________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪
કલશાકૃત ભાગ-૩ અને પછી એમ નહીં. અહીં પુણ્ય-પાપમાં લગાવવું છે ને!
શાથી? “દિવાયા: હરાત યુપિન્ નિતૌ” કારણ કે ચંડાલણીના પેટથી એકી સાથે જન્મ્યા છે. ભાવાર્થ આમ છે કે કોઈ ચંડાલણીએ યુગલ બે પુત્ર એકી સાથે જમ્યા; કર્મોના યોગથી એક પુત્ર બ્રાહ્મણનો પ્રતિપાલિત થયો, તે તો બ્રાહ્મણની ક્રિયા કરવા લાગ્યો;” બ્રાહ્મણનો પ્રતિપાલિત થયો, તે તો બ્રાહ્મણની ક્રિયા કરવા લાગ્યો;” બ્રાહ્મણને કોઈ પુત્ર ન હતો. તો ચંડાલણીનો પુત્ર લઈ ગયા અને તે બ્રાહ્મણને ત્યાં ઉછર્યો. અને તે બ્રાહ્મણની ક્રિયા કરવા લાગ્યો છે. તો ચંડાલણીનો પુત્ર પણ તે બ્રાહ્મણને ત્યાં ગયો તો બ્રાહ્મણની ક્રિયા કરવા લાગ્યો.
બીજો પુત્ર ચંડાલણીનો પ્રતિપાલિત થયો, તે તો ચંડાળની ક્રિયા કરવા લાગ્યો.” “હવે જો બંનેની ઉત્પત્તિ વિચારીએ તો બંને ચંડાળ છે.” આ તો દેષ્ટાંત થયું. પર્યુષણના પહેલે દિવસે જ આવો અધિકાર આવ્યો.
તેવી રીતે કોઈ જીવ દયા, વ્રત, શીલ, સંયમમાં મગ્ન છે”, કોઈ જીવ દયા પાળે છે.- વ્રત પાળે છે. શીલ શરીરથી બ્રહ્મચર્ય પાળે છે. સંયમ નામ ઈન્દ્રિય દમન કરે છે. અને તેમાં મગ્ન છે. આ રીતે શુભભાવમાં મગ્ન છે.
આહાહા! જેમ તે બ્રાહ્મણના ઘરે ગયો તો તે બ્રાહ્મણની ક્રિયા કરવા લાગ્યો. તેમ શુભભાવવાળો વ્રત-તપ સંયમ આદિની ક્રિયા કરે છે. છે તો એ પણ વિભાવ એ ચંડાલણીનો પુત્ર છે. આહાહા ! ગજબ વાત છે ને!
તેવી રીતે કોઈ જીવો દયા, વ્રત, શીલ, સંયમમાં મગ્ન છે, તેમને શુભકર્મ બંધ પણ થાય છે;” આ કારણે તેમને પુણ્યબંધ હો ! “કોઈ જીવો હિંસા-વિષયકષાયમાં મગ્ન છે, જે ચંડાલણીના ઘરે રહ્યો તે ચંડાલણીના કર્તવ્યમાં મગ્ન છે. “તેમને પાપ બંધ પણ થાય છે.” તે બન્ને પોતપોતાની ક્રિયામાં મગ્ન છે, “મિથ્યા દૃષ્ટિથી એમ માને છે કે શુભકર્મ ભલું, અશુભકર્મ બુરું;” આ દયા-દાન-વ્રત-પૂજા તેનાથી પુણ્યબંધ થાય છે, તે ભલું છે. એ ભાવ ભલો છે તેમ માનવાવાળો મિથ્યાષ્ટિ છે. આહાહા! આકરી વાત છે. ભાઈ ! બન્ને ચંડાલણીના પેટમાંથી એક સાથે ઉત્પન્ન થયા છે. બધું વિભાવમાંથી ઉત્પન્ન થયું છે માટે બન્ને વિભાવ છે.
દયા-દાન-વ્રત-શીલ-સંયમ એ વિભાવ છે અને આ હિંસા-જૂઠું-વિષય-કષાયના ભાવ પણ વિભાવ છે. “બન્ને જીવો કર્મબંધકરણશીલ છે. બન્નેને અર્થાત્ જે વ્રતનિયમને પાળવાવાળો અને તપને કરવાવાળે અને હિંસા-જૂઠું તે બન્ને કર્મબંધન છે. અત્યારે આ મોટી તકરાર ચાલે છે. શુભજોગ મોક્ષનો માર્ગ છે. અહીં કહે છે- શુભજોગ તો ચંડાલણીનો પુત્ર છે ને ! વિભાવનો પુત્ર છે ને ! ભગવાન આનંદ સ્વભાવ સચ્ચિદાનંદ પ્રભુ તેની એ પ્રજા નહીં આહાહા ! એ તો ચંડાલણી વિભાવની દશાના બન્ને પુત્ર છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com