________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૨
૨૮૭ કોઈ કર્મ શુભ છે, કોઈ કર્મ અશુભ છે.” અજ્ઞાની એમ માને છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. “શા કારણથી? હેતુભેદ છે, સ્વભાવ ભેદ છે, અનુભવ ભેદ છે, આશ્રય ભિન્ન છે; આ ચાર ભેદોના કારણે કર્મભેદ છે. ત્યાં હેતુનો અર્થાત્ કારણ ભેદ છે. વિવરણ-સંકલેશ પરિણામથી અશુભકર્મ બંધાય છે.” સંકલેશ અર્થાત્ અશુભ ભાવથી પાપ બંધાય છે. “વિશુદ્ધ પરિણામથી શુભબંધ થાય છે.” માટે કર્મનો ભેદ છે. કર્મના કારણમાં ભેદ છે, બંધના કારણમાં ભેદ છે તેમ અજ્ઞાનીની દલીલ છે. “સ્વભાવભેદ અર્થાત્ પ્રકૃતિભેદ છે.”
વિવરણ-અશુભકર્મ સંબંધી પ્રકૃતિ ભિન્ન છે –અહીં કર્મ લીધું, આ પહેલાં કારણ લીધું હતું. ભાવ ભાવમાં ભેદ છે તેમ અજ્ઞાની કહે છે. એક સંકલેશ પરિણામ છે અને એક વિશુદ્ધ પરિણામ છે. બીજું અજ્ઞાની કહે છે કે- પ્રકૃતિ બંધમાં પણ ફેર છે. એકમાં શુભ પ્રકૃતિ બંધાય છે અને એકમાં અશુભ પ્રકૃતિ બંધાય છે.
પુદ્ગલ કર્મવર્ગણા પણ ભિન્ન છે.” પુદ્ગલકર્મની વર્ગણા એક શુભપણે છે અને એક અશુભપણે છે, અજ્ઞાની પ્રકૃતિના બે ભેદ જાણે છે અને માને છે. “અનુભવ અર્થાત્ કર્મનો રસ, તેનો પણ ભેદ છે. અશુભ કર્મના ઉદયમાં જીવ નારકી થાય છે. અથવા તિર્યંચ થાય છે.” પાપકર્મના ઉદયથી જીવ નારકી થાય છે–તિર્યંચ થાય છે. “અથવા હીન મનુષ્ય થાય છે. ત્યાં અનિષ્ટ વિષય સંયોગરૂપ દુઃખ ને પામે છે;” નારકી, તિર્યચ, હીન મનુષ્ય મહા અનિષ્ટ દુઃખને પામે છે. “અશુભકર્મનો સ્વાદ એવો છે.”
“શુભકર્મના ઉદયે જીવ દેવ થાય છે, અથવા ઉત્તમ મનુષ્ય થાય છે, ત્યાં ઇષ્ટ વિષય સંયોગરૂપ સુખને પામે છે;” તમે તો કહો છો બન્ને એક છે એક છે શું આ એક છે? કેટલો ફરક છે? શુભ કર્મના ઉદયથી સ્વર્ગમાં દેવ હો કે આ કરોડો અબજોપતિ શેઠિયા હો એ ધૂળના ધણી છે. અજ્ઞાની કહે છે કે- ફેર છે. અશુભથી નરકમાં જાય છે અને શુભથી શેઠાઈ- સ્વર્ગઆદિ મળે છે. અને તમે તો કહો છો બન્ને એક સરખા છે. ઇષ્ટ વિષયોથી તો તેમને સુખ મળે છે. શુભ કર્મનો સ્વાદ એવો છે. તેથી સ્વાદ ભેદ પણ છે.
આશ્રય” આ ટીકામાં અને સમયસારમાં ફેર છે. અજ્ઞાની કહે છે- શુભભાવ મોક્ષમાર્ગને આશ્રયે બને છે. અને અશુભભાવ બંધમાર્ગના આશ્રયે બંધાય છે. એમ આશ્રયમાં ફેર છે તેમ અજ્ઞાની કહે છે.
અહીં આશ્રયમાં બીજું નામ ફળ લીધું છે. “આશ્રય અર્થાત્ ફળની નિષ્પતિ એવો પણ ભેદ છે.” તેને જે પુણ્ય ને પાપના જે ફળ મળે છે. “અશુભ કર્મના ઉદયમાં હીણો પર્યાય થાય છે. ત્યાં અધિક સંકલેશ થાય છે, તેનાથી સંસારની પરિપાટી થાય છે” તેમ અજ્ઞાની કહે છે હોં! અશુભભાવથી સંકલેશ પરિણામ, સંકલેશ પરિણામથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com