________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬
કલશાકૃત ભાગ-૩ પરિણતિ ઉગ્રપણે ચાલે છે તેને આર્જવતા-સરળતા કહેવામાં આવે છે.
જ્યારે સં. ૧૯૬૨ની સાલમાં નીકળ્યા હતા બહારગામ ત્યારે જામનગર ગયા હતા. ત્યારે વિરજીભાઈના પિતાશ્રી હતા તે સાધુ પાસે આગમ નામનું શાસ્ત્ર વાંચતા. પછી અમે વ્યાખ્યાનમાં કહ્યું કે- જ્ઞાનસાગર પુસ્તકમાં એમ લીધું છે કે-ચાર કારણે શુભનામકર્મ બંધાય છે. શુભનામકર્મ ચાર, મન સરળતા, વચન સરળતા, કાય સરળતા અને કોઈને ઠગવું નહીં. એવા ભાવો તે પુણ્ય બંધનું કારણ છે. તે (ધર્મરૂપ) સરળપણું નહીં. ત્યારે ખળભળાટ થઈ ગયો. વિરજીભાઈના પિતાશ્રી તારાચંદભાઈ સાધુઆગમ વાંચતા હતા. ( સંપ્રદાયમાં) ચાલતા સૂત્ર કહેતા.. પરંતુ માણસ નરમ. જ્યારે આ વાત કરી ત્યારે ખળભળાટ થઈ ગયો પછી ખાનગીમાં એકલા આવ્યા, મહારાજ ! આ બધા લોકો (શું કહેશે ?)
શુભનામકર્મના ચાર પ્રકાર: મન સરળ, વચન સરળ, કાય સરળ એ પુણ્યબંધનું કારણ? તો ધર્મ શું છે? બાપુ! ધરમ બીજી ચીજ છે. તમારા જામનગરમાંથી જ્ઞાનસાગર છપાયું છે.
સમ્યગ્દર્શન વિના, આત્મજ્ઞાન વિના જે મનની સરળતા તે ધર્મ નથી. શુદ્ધોપયોગમાં આત્મજ્ઞાન થાય છે. એ શુદ્ધોપયોગમાં સાચું સમ્યગ્દર્શન થાય છે આહાહા! અહીં તો શુભાશુભભાવ રહિત, પોતાનો પવિત્ર આનંદ સ્વરૂપ આત્માનું ભાન થયા પછી સ્વરૂપમાં જે આનંદની રમણતા થાય છે તે સરળતા છે, તેમાં વક્રતાનો અભાવ છે, તેને આર્જવધર્મ કહે છે. ઉત્તમ શબ્દ છે ને ! ઉત્તમ શબ્દ સમ્યગ્દર્શન સહિતનું લેવાનું છે. એકલા આર્જવ કરે તેમ નહીં. પછી તો (તારાચંદભાઈને) બેઠું. પરંતુ આ વાત સાંભળ્યા પહેલાં આવ્યા, મહારાજ ! આ તો બીજો માર્ગ છે! અમે તો અત્યાર સુધી એમ માનતા હતા કેમનની સરળતા, વાણીમાં સરળતા, કાયમાં સરળતા, રાખવી તે આર્જવ છે. બાપુ! એતો શુભભાવ છે. પરલક્ષી શુભભાવ તે તો બંધનું કારણ છે. જ્યારે આર્જવધર્મ છે તે તો મોક્ષનું કારણ છે.
जो चिंतेइ ए वंकं, कुणदि ए वंकं ए जंपदे वंक।
ए य गोवदि एियदोसं, अज्जवधम्मो हवे तरस।। “જે કોઈ મુનિ મનમાં વક્રતાનું ચિંતવન ન કરે, બાળકની પેઠે સરળ હોય, પોતના દોષને જાણે છે અને તે દોષને ગુરુ પાસે કહેવામાં બાળકપણું છે તેવું સરળપણું છે. અંદરમાં તો આત્મજ્ઞાન સહિત આનંદની ધારા વહે છે, તેને અંદરમાં વક્રતા ન હોય તેને આર્જવધર્મ- સરળતા કહે છે.
તે પોતાના દોષોને છૂપાવતા નથી. જેટલા જેટલા દોષ છે તેને ગુરુ પાસે ખુલ્લા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com