________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪
કલશામૃત ભાગ-૩ હેતુમાં કોઈ ફેર નથી. શુભ પણ બંધન છે. વાત સાંભળી જાય નહીં, કઠણ પડે!
આ સન્મેદશિખરની જાત્રા અને તીર્થ સુરક્ષાના ફંડ કરે છે બાબુભાઈ... એમાં પણ તકરાર ઊભી થઈ છે સોનગઢનું તીર્થ સુરક્ષા ફંડ છે માટે તેને સહકાર નહીં આપવો અરે....! ભગવાન ! આ તીર્થ સુરક્ષાનો ભાવ તે શું ધર્મ છે? એ શુભભાવ તો થાય છે. આકરી વાત છે પ્રભુ! આવું (સાચું ) માનશે તો કોઈ (દાન) કરશે નહીં. એ આવ્યા વિના રહેશે નહીં. જ્યાં સુધી વીતરાગતા નથી ત્યાં સુધી આત્માની દૃષ્ટિપૂર્વક શુભભાવ આવે છે. પરંતુ એ શુભભાવનું ફળ બંધ છે.
પ્રશ્ન:- શુભ કરવા કે ન કરવા?
ઉત્તર- એ પ્રશ્ન જ ક્યાં છે. જે કાળે આવવાના હશે તે કાળે આવશે જ. જે કાળે જે પર્યાય થવાની તે થવાની.. થવાની ને થવાની જ.
જે જે દેખી વિતરાગને તે તે હોંશી વીરા, અનહોની કબહુ ન હોશી કાહે હોત અધીરા.” “કાહે કો હોત અધીરા.” અશુભના કાળમાં અશુભ જ આવશે નાથ ! પરંતુ તેનું ફળ દુઃખરૂપ છે તેમ હેય જાણીને આવશે અને શુભના કાળમાં શુભ પણ આવે છે. સંતોને પણ પંચમહાવ્રતના વિકલ્પ શુભભાવ આવે છે પણ તેને હેયરૂપ માને છે. સંતો તો અતીન્દ્રિય આનંદના સ્વરૂપમાં મશગુલ થઈ ગયા છે. પરિપૂર્ણ અતીન્દ્રિય આનંદના મહેલમાં પર્યાયે જ્યાં પ્રવેશ કર્યો તો અતીન્દ્રિય આનંદમાં મશુગલ થઈ ગયા. શું કહ્યું? શુભાશુભ પરિણામથી હુઠીને, સંતોએ અતીન્દ્રિય આનંદનો મહેલ છે તેમાં પ્રવેશ કર્યો અર્થાત્ તેની સન્મુખ થયા છે. આવા અતીન્દ્રિય આનંદમાં મસ્ત છે તેને મુનિ કહેવામાં આવે છે. પંચમહાવ્રતમાં મસ્ત છે અને અતીન્દ્રિય આનંદને ભૂલી જાય છે એ તો મિથ્યાષ્ટિ છે. આવી વાતું છે.
આપણે દેષ્ટાંત આપ્યું હતું ને! એક પિતાનો છોકરો અને બીજા પિતાનો છોકરો બન્ને મળ્યા. પછી કહે મારા બાપાએ આગલા ભવમાં તારા પિતાને પાંચલાખ આપ્યા છે. તો કોઈ તેની વાત સાચી માને? ત્યાં તો વિચાર ન કરે... અને તરત જ ના પાડે. પેલો કહે તારા બાપાને મારા બાપાએ પાંચ લાખ દીધા છે તે લાવો ત્યાં વિચારે ન કરે અને ના પાડે. આ માગે છે માટે દઈ દઉં એવો વિચાર ન કરે. એમ પંડિત કહે કે- પુણ્યથી ધર્મ થાય છે તો કહે- હા, વિચારે ન કરે!
એક પંડિત છે તે અહીંયાનો વિરોધ બહુ કરે છે. તેની સાથે એક પ્રિયંકરજી આવ્યા હતા. તેની સાથે ચર્ચા થઈ હતી. પછી તેમણે ખાનગીમાં કહ્યું કે વાત તો સોનગઢની સાચી છે. જો અમે સાચી કહીએ તો ક્રમબદ્ધ તો સોનગઢથી નીકળ્યું છે. ક્રમબદ્ધનું ઉદ્દઘાટન તો સોનગઢથી થયું છે. ક્રમબદ્ધની ભાષા અમારા પંડિતજી હિંમતભાઈએ કરી છે. અમે ક્રમબદ્ધને નક્કી કરવા જઈશું તો સોનગઢનું સાચું થઈ જશે અને લોકો ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com